પેટ્રોલના ભાવથી પરેશાન હોવ તો લ્યો આ 4 માંથી કોઈ એક કાર, આપે છે ખુબ સારી માઈલેજ અને કીંમત 5 લાખથી પણ ઓછી

દરેક લોકોનું સપનું હોય છે કે તેની પાસે એક કાર હોય, પણ તમે તમારું આ સપનું મારુતિ સુઝુકીની કાર ખરીદીને પણ પૂરું કરી શકો છો. પણ જો તમે વધતા પેટ્રોલના ભાવથી પરેશાન છો અને સારી માઈલેજવાળી કાર લેવાનુ વિચારો છો. પણ તમે ઈચ્છો છો કે એવી કાર હોય જેની કીંમત 5 લાખથી પણ ઓછી હોય. એવામા તમે મારૂતીની આ 4 કારોમાંથી કોઈ એક તમારા માટે લઈ શકો છો. આ ચાર કારની એક્સ શોરૂમ કીંમત 5 લાખથી ઓછી છે અને માઈલેજ પણ સારી છે

1) મારૂતી સુઝુકી અલ્ટો : મારૂતી સુઝુકીની સૌથી વધારે વેચાતી કાર અલ્ટો છે. સપ્ટેમ્બર 2021 મા સૌથી વધારે વેચાણવાળી કાર અલ્ટો છે. આ કારની દિલ્હીમાં એક્સ શોરૂમ કીંમત 3,15,000 રૂપિયા છે. પેટ્રોલમાં અલ્ટો 22.05 કિલોમીટર પ્રતિ માઈલેજ આપે છે. આમા 0.8 લીટર પેટ્રોલ ઈંજન આપવામાં આવ્યુ છે. જે 48 પીએસનો પાવર અને 69 એનએમનો ટોર્ક આપવા સક્ષમ છે. આ કંપની ફીટેડ CNG કિટની સાથે પણ આવે છે જે 31.59 કિમી પ્રતિ કિલો ગ્રામની માઈલેજ આપે છે.

2) મારૂતી સુઝુકી એસપ્રેસો : મારૂતીની આ ગાડીની ખુબ ડિંમાંન્ડ છે. મારૂતીની આ મીની એસયુવી પેટ્રોલમા એમટી/એએમટીમાં 21.7 કિમીની માઈલેજ આપે છે. દિલ્હીમા આની શરુઆતી કીંમત 3,78,000 રૂપિયા છે. આમા K 10B, 1.0 લીટર પેટ્રોલ ઈંજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમા 5 સ્પીડ એમટી અને 5 સ્પીડ એએમટી વિકલ્પ પણ ઉપ્લબ્ધ છે. મારૂતીની આ કાર CNG  મા પણ મળે છે અને 31.2 કીમી પ્રતિ કિલોગ્રામની માઈલેજ આપે છે. 

3) મારૂતી સુઝુકી સેલેરીયો : મારૂતીની આ સેલેરીયો પણ એક સારો વિકલ્પ છે. સેલેરીયો પેટ્રોલ એમટી/ એએમટી ની માઈલેજ 21.63 કીમી છે. આમા 1 લીટર ઈંજન મળે છે. આ કારની દિલ્હીમા શરુઆતી કિંમત 4,65,700 રૂપિયા છે. તમે મારૂતી સુઝુકી સેલેરીયો કંપની ફીટેડ CNG કીટ સાથે પણ ખરીદી શકો છો. CNG મેન્યુઅલમાં 30.47 કિમી પ્રતિ કિલોગ્રામની માઈલેજ આપે છે.

4) મારૂતી સુઝુકી વેગનઆર : મારૂતીની આ કાર વર્ષોથી મધ્યમ વર્ગીય પરીવારની પસંદ રહી છે. એટલા માટે આની ડિમાંન્ડ ક્યારેય ઓછી નથી થઈ. આની દિલ્હીમા શરૂઆતી કીંમત 4,93,000 રૂપિયા છે. આમા 1.0 લીટર પેટ્રોલ ઈંજન આપવામા આવ્યુ છે અને હેચબેકમાં 1.2 લીટર ઈંજન આપવામાં આવ્યુ છે. આની પેટ્રોલની એમટી/ એએમટી માઈલેજ 21.79 કીમી છે.

વેગનઆર CNG ની ખુબ ડીમાંન્ડ છે કારણ કે આ પોતાના સેગમેંન્ટમા સૌથી વધારે માઈલેજ આપે છે. કંપની ફીટેડ CNG ની શરૂઆતી કિંમત 583000 રૂ છે. 32.52 કિમીની માઈલેજ આપે છે. મારુતિની આ કારને વેલ મેન્ટેન કાર પણ કહેવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment