આ રીતે લીંબુ ફ્રિઝમાં મુકશો તો આખું વર્ષ ચાલશે અને બગડશે પણ નહીં | ફટાફટ જાણી લો સ્ટોર કરવાનું સેક્રેટ…

ખાનપાનની કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ફ્રિઝ સૌથી બેસ્ટ ઉપાય છે. પરંતુ લોકોને લાગે છે કે, દરેક વસ્તુને ફ્રિઝમાં રાખીને આપણે તેને ઘણા દિવસો સુધી તાજું રાખી શકીએ છીએ. તેવામાં જે વસ્તુને ફ્રિઝમાં ન રાખવી જોઈએ તેને પણ જાણતા અજાણતા લોકો ફ્રિઝમાં સ્ટોર કરવાની ભૂલ કરે છે.

મોટાભાગે લોકો લીંબુની ખરીદી એક સાથે જ કરતા હોય છે અને તેને વધુ સમય સુધી ફ્રેશ રાખવા માટે ફ્રિઝમાં સ્ટોર કરવા મૂકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, લીંબુને ફ્રિઝમાં મુકવા જોઈએ કે નહિ ? તો આજે અમે તમને આ લેખમાં આ વિશે વધુ માહિતી જણાવશું. જેમાં લીંબુને સ્ટોર કરવા સહિતની બાબતો વિશે પણ જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે, લીંબુને ક્યારેય પણ ફ્રિઝમાં ન રાખવા જોઈએ. આવું કરવાથી લીંબુ કડક થઈ જાય છે અને તેનો રસ પણ સુકાવા લાગે છે. જેના કારણે તેના સત્વમાં પણ ઘટાડો થાય છે. લીંબુ સહિત એવા ફળ જેમાં સિટ્રિક એસિડ હોય, તેને ઓછું તાપમાન સુટ નથી થતું. તેની છાલ પર દાગ પડવા લાગે છે અને તે બેસ્વાદ બની જાય છે. તેમાં કોઈ પણ સ્વાદ કે સત્વ નથી રહેતા. સાથે જ તેનો રસ પણ ખતમ થઈ જાય છે. પરંતુ તેમ છતાં પણ જો  લીંબુને ફ્રિઝમાં મુકવા ઇચ્છતા હો તો તેને પ્લાસ્ટિકની થેલી અથવા પેપર બેગમાં પેક કરીને સ્ટોર કરી શકો છો.

જો તમારે એક વર્ષ સુધી લીંબુને સ્ટોર કરવા હોય, તો તેના માટે તમારે પહેલા તો લીંબુનો રસ નીચોવી લેવાનો અને તેને આઈસ ટ્રે માં ભરી દેવાનો અને એ રસને પછી ફ્રિઝમાં બરફની જેમ જમાવી દેવાનો. લીંબુનો રસ આઈસ ક્યુબ બની જાય ત્યાર બાદ ક્યુબને ફ્રિઝરમાં સ્ટોર કરી રાખી દો. પછી એ ક્યુબને તમે એક વર્ષ સુધીમાં ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો.ગરમીમાં વારંવાર લીંબુ પાણી પીવાનું મન થતું હોય અને બનાવવામાં જો આળસ આવતી હોય, તો તમે 1 કપ લીંબુના રસને 3 કપ દળેલી ખાંડ સાથે મિક્સ કરી દો. બરોબર મિક્સ થઈ ગયા બાદ એક કાંચની બોટલમાં ભરીને મૂકી દો. આ મિશ્રણને તમે કાંચની બોટલમાં ભરીને ઘણા દિવસો સુધી ફ્રિઝમાં રાખી શકો છો. જ્યારે પણ મન થાય ત્યારે એક ગ્લાસ પાણીમાં બે ચમચી આ મિશ્રણ અને બરફ નાખીને મિક્સ કરી દો, તૈયાર થઈ જશે તમારું લીંબુપાણી.

ત્યાર બાદ તમે લીંબુને સ્ટોર કરવા માટે લીંબુ પર થોડું સરસવનું તેલ અથવા રિફાઈન્ડ તેલ લગાવીને કોઈ ડબ્બામાં ભરીને પણ મૂકી શકો છો. આવું કરવાથી તે બિલકુલ ખરાબ નહિ થાય. અને જ્યારે પણ તેમાંથી લીંબુ લેશો તાજા જેવું લાગશે.તમને જણાવી દઈએ કે, લીંબુમાં વિટામિન C ભરપુર માત્રામાં મળી આવે છે. જે હેલ્થ માટે ખુબ જ સારું હોય છે. તે ઇમ્યુનિટીને મજબુત બનાવવાની સાથે સાથે વજન ઉતારવામાં પણ ખુબ જ અસરકારક છે. ટૂંકમાં લીંબુ એક ઔષધી સમાન જ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment