આ નવરાત્રિમાં બની રહ્યા છે 6 વિશિષ્ટ યોગ, જાણો ક્યાં દિવસે કરવી ક્યાં દેવીની પૂજા.

મિત્રો તમે જાણો જ છો કે હવે નવરાત્રીનું પવિત્ર પર્વ થોડા જ દિવસોમાં શરૂ થઇ જશે. નવરાત્રીમાં માંના ગરબા ગાવા અને તેની પુજા કરવાનો એક અનોખો સમય હોય છે. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અનુસાર કોઈ દેવીને પૂજાતા હોય છે. પરંતુ આ વખતની નવરાત્રીમાં ખાસ અને ખુબ જ મહત્વના 6 વિશિષ્ટ યોગ બની રહ્યા છે. જે યોગમાં આપણે પોતાની ઇચ્છિત મનોકામનાને આપણે પૂરી કરી શકીએ છીએ.

મિત્રો આમ જોઈએ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે આ નવરાત્રીમાં ક્યાં દિવસે ક્યાં દેવીનું પૂજા કરવી જોઈએ તેના વિશે. તેના શું લાભ હોય છે. કેમ કે દરેક વારના દિવસે અલગ અલગ દેવી સ્વરૂપનું અર્ચન ઘણા લોકો કરતા હોય છે. તો આજે અમે તમને જણાવશું કે ક્યાં દેવી પૂજા ક્યાં દિવસે કરવી અને તેના લાભ. તો ચાલો જાણીએ.

આ વર્ષની નવરાત્રિ આસો માસ રવિવાર, 29 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. જ્યારે સોમવાર, 7 ઓક્ટોબરે મહાનવમી અને મંગળવાર 8 ઓક્ટોબરે દશેરા થશે. જ્યારે આ વર્ષે નવરાત્રિમાં કંઈક વિશેષ યોગ બની રહ્યા છે. જે 6 દિવસ રહેશે. જેમાં 2 દિવસ અમૃત સિદ્ધિ, 2 દિવસ સર્વાર્થ સિદ્ધિ અને 2 દિવસ રવિયોગ છે. આ યોગમા કરવામાં આવેલી પુજા તરત જ સફળ થાય છે.

વર્ષમાં ચારવાર નવરાત્રિ કંઈ કંઈ છે ?

એક વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. જેમાં 2 ગુપ્ત હોય છે અને 2 નવરાત્રિ પ્રગટ રીતે જોઈ શકાય છે. આ ગુપ્ત નવરાત્રિમા મહા મહિનાની નવરાત્રિ અને અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત હોય છે છે. જ્યારે ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિ પ્રગટ રીતે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિ એટલે કે આસો માસમા આવતી નવરાત્રિનું સાંસારિક લોકો માટે વિશેષ મહત્વ હોય છે. આ નવરાત્રિમાં ઘણા લોકો દેવીની સ્થાપના પોતાના ઘરમાં કરે છે અને સવાર સાંજ તેની પુજા કરે છે.

ક્યારે આ વિશેષ યોગ સર્જાશે ?

જ્યોતિષના જાણતા વિદ્રાનોએ કહ્યું છે કે, 30 સપ્ટેમ્બરે અમૃત સિદ્ધિ યોગ રહેશે અને તેનાથી વધુ ખાસ વાત એ કે, 1 ઓક્ટોબરે રવિયોગ, 2 તારીખે અમૃત સિદ્ધિ, 3 તારીખે સર્વાર્થ સિદ્ધિ અને 4 તારીખે ફરી રવિયોગ, 5 મી એ રવિયોગ, 6 ઠ્ઠીએ સર્વસિદ્ધિ યોગ. આમ 6 દિવસનો શુભયોગ બની રહ્યો છે. આથી જ્યોતિષોનું કહેવું છે કે આ શુભ યોગમાં કરવામાં આવતા કોઈપણ કામ સફળ થાય છે અને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ યોગોમાં કરવામાં આવેલી પૂજા-પાઠનું ફળ લાંબા સમય માટે નથી રહેતું.

ક્યાં દિવસે કંઈ દેવીની પૂજા કરવી.

નવરાત્રીના નવ દિવસમાં અલગ અલગ દેવીની પુજા કરવામાં આવે છે. આથી હવે આપણે જાણીએ કે ક્યાં દિવસે કંઈ દેવીની પુજા કરવી. તો પહેલાં દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાળરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી, નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવી જોઈએ.  આ નવરાત્રીના નવ દિવસ પછી દશેરા ઉજવવામાં આવે છે. જેમાં દશેરાના દિવસે રવિયોગ બને છે. 7 ઓક્ટોબરે મહાનવમી છે. જે બપોરે 12.38 સુધી રહેશે. ત્યારબાદ વિજયા દશમી શરૂ થશે. જે વિજયા દશમી 8 ઓક્ટોબરે બપોરે 2.51 સુધી રહેશે. વિજયા દશમીના દિવસે પણ રવિયોગ રહેશે. આ દિવસે શમી વૃક્ષનું પૂજન કરવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment