40 વર્ષ પછી પણ લાગશો એકદમ સુંદર અને આકર્ષક.. જાણીલો આ ખાસ સિક્રેટ ટિપ્સ

આજના સમયમાં મહિલાઓ માટે મેકઅપ એટલો જ જરૂરી બની ગયો છે જેટલું હેલ્દી ડાયટ લેવું. ખરેખર મેકએપ માત્ર સુંદરતા જ ન આપે પરંતુ તેના ઓવરઓલ લુકને પણ પરફેક્ટ બનાવે છે. જો કે ઉંમરની સાથે સાથે મેકએપની જરૂરિયાત પણ બદલી જાય છે. ચહેરા પર હંમેશા એક પ્રકારના જ પ્રોડ્કટ લગાવવા ન જોઈએ. કેમ કે, ઉંમર વધવાની અસર ત્વચા પર સ્પષ્ટ દેખાવા લાગે છે. 40 વર્ષની ઉંમર પછી ત્વચા પર ધીમે ધીમે કરચલી પડવા લાગે છે. એટલા માટે આ સમયે મેકઅપ ખુબ જ સમજી વિચારીને કરવું જોઈએ. જો વધતી ઉંમરમાં પણ આકર્ષક દેખાવું હોય તો તમારા મેકઅપમાં અમુક પ્રકારના બદલાવ કરવા જરૂરી હોય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે 40 વર્ષ બાદ મહિલાઓએ કેવો મેકઅપ કરવો જોઈએ, જેનાથી તે આકર્ષક અને સુંદર દેખાય. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

લિપ લાઈનર જરૂર લાગવો : ઉંમર થતાની સાથે મોંની આસપાસની સ્કિન પણ ઢીલી પડવા લાગે છે અને કરચલી પણ સાફ નજર આવવા લાગે છે. લિપ લાઈનર વગર લિપસ્ટિક લગાવવાથી તે તરત જ ફેલવા લાગે છે. પરંતુ લિપ લાઈનર લિપસ્ટિકને ઢીલી ત્વચા સુધી પહોંચવા નથી દેતી. એટલા માટે લિપસ્ટિક લગાવતા પહેલા લિપ લાઈનર અવશ્ય લગાવો.

ચીકબોન્સના ઉપરના ભાગમાં બ્લશ લાગવો : બ્લશર હંમેશા ચહેરા પ્રમાણે લગાવવું જોઈએ. વધતી ઉંમરની સાથે તમને બ્લશ લગાવવાનો તરીકો પણ બદલવો જોઈએ. 40 વર્ષની ઉંમર બાદ બ્લશને ચીકબોન્સના ઉપરના ભાગમાં લાગવો. તેનાથી તમારી ત્વચામાં કસાવટ નજર આવશે. આ સિવાય બ્લશનો કલર પસંદ કરતા સમયે પોતાની સ્કિન કલરનું પણ ધ્યાન રાખવું જોઈએ. બ્લશર લગાવતા સમયે ચહેરાની રંગત અને આકારનું ધ્યાન રાખવામાં આવે તે કમ્પ્લીટ લુક આપે છે.લિક્વિડ પ્રોડક્ટનો ઉપયોગ કરો : વધતી ઉંમરમાં પાવડર વાળા પ્રોડક્ટ ચહેરાની કરચલીઓ અને વધુ હાઈલાઈટ કરી દે છે, તેનાથી મેકઅપ ખરાબ દેખાવા લાગે છે. ઉંમરની સાથે ત્વચા સુકાવા લાગે છે. એટલા માટે મોચ્યુરાઈઝર વાળા લિક્વિડ પ્રોડક્ટનો ઉપયોગ કરવો આ ઉંમરમાં સૌથી સારું માનવામાં આવે છે. આ પહેલા ચહેરા પર હળવો મેકઅપ પણ સારો દેખાય છે અને લુક પણ પરફેક્ટ નજર આવે છે.

ન્યુડ શેડ અને મેટ લિપસ્ટિકનો ઉપયોગ ન કરો : ઉંમરની સાથે સાથે ત્વચા પોતાની નમી ખોવા લાગે છે, જેની અસર સૌથી પહેલા હોઠ પર પડે છે. ઉંમર વધવાની સાથે હોઠ વધુ સૂકવવા અને ફાટવા લાગે છે. લિપસ્ટિકનાં બ્રાઈટ શેડ પસંદ કરો. હોઠ પર ચમક લાવવા માટે તમારે ગ્લોસનો પણ ઉપયોગ કરી શકો છો.

આઈલાઈનર જરૂર લગાવો : પરફેક્ટ આઈલાઈનર લગાવવું એક મુશ્કેલ કામ છે. પરંતુ જો આંખો પર યોગ્ય રીતે આઈલાઈનર લગાવવામાં આવે તો તે બિલકુલ અલગ લુક આપે છે. આઈલાઈનરની સાથે હંમેશા કાજળ લગાવવાની જરૂર નથી હોતી અને લાગવું પણ છે તો ખુબ જ હળવું લગાવવું. આઈલાઈનર લગાવવાથી ચહેરો બ્રાઈટ નજર આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment