ઘરબેઠા રાખો આ 4 વસ્તુનું ધ્યાન, તમને હાર્ટએટેક જીંદગીમાં ક્યારેય નહિ આવે.

મિત્રો તમે જાણો જ છો કે, હમણાં જ વિશ્વ હાર્ટ-ડે ઉજવવામાં આવ્યો હતો.  પરંતુ આજના સમયમાં બધા જ જાણે છે કે આજે હાર્ટએટેકના કારણે ઘણા લોકોના મૃત્યુ રોજબરોજ થઈ રહ્યા છે. પરંતુ જો થોડી સાવચેતી અને કાળજી લેવામાં આવે, તો આ હાર્ટએટેકના જીવલેણ રોગથી બચી શકાય છે. તો અમે તમને જણાવશું કે માત્ર આ 4 ઉપાયોને જો તમે નિયમિત રીતે કરો, તો હાર્ટએટેકની બીમારી દૂર કરી શકાય છે.

વધુમાં જણાવીએ કે હૃદયરોગથી મુક્તિ મેળવવા માટે “વિશ્વ હાર્ટ દિવસ” દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. મિત્રો આપણી રોજની વ્યસ્ત જીવનશૈલી અને ખાવા-પીવાની કેટલીક ખોટી આદતો સાથે આપણે ખુદ જ હાર્ટએટેકને અને અન્ય રોગોને આમંત્રણ આપીએ છીએ. હાર્ટએટેક એ એક રોગ છે. જે આજના સમયમાં લોકોમાં ખુબ જ ઝડપી વધી રહ્યો છે. હાર્ટએટેક એવો રોગ છે જેને મોટાભાગના લોકો ઓળખતા નથી. ધીરે ધીરે જ્યારે તેઓ આ રોગનો શિકાર બની જાય છે ત્યારે તેઓ પોતાને સંભાળી પણ નથી શકતા. ત્યારે આવી સ્થિતિમાં આજે અમે તમને 4 એવા સરળ અને સચોટ ઉપાય વિશે જણાવશું જેનાથી તમે હૃદયરોગથી મુક્તિ મેળવી શકશો.

કોલેસ્ટ્રોલ : કોલેસ્ટ્રોલ એ આપણા લિવરમાં જોવા મળતું એક રાસાયણિક સંયોજન છે. તેનું મુખ્ય કાર્ય આપણા શરીરમાં નવા કોષો અને હોર્મોન્સને વ્યવસ્થિત કરવાનું છે. જ્યારે પણ આપણા શરીરને કોલેસ્ટ્રોલની જરૂર હોય છે ત્યારે લિવર તેને દૂર કરે છે અને શરીરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. પરંતુ તમને જાણવી દઈએ કે આપણા શરીરમાં સંગ્રહિત વધુ પડતાં કોઈપણ કોલેસ્ટ્રોલ શરીર માટે ખુબ જ નુકસાનકારક બની જાય છે.

કોલેસ્ટ્રોલ આપણા શરીરના લોહીના પ્રવાહને અવરોધ કરે છે. જેની સૌથી ખરાબ અસર હૃદય અને મન પર પડે છે. આથી તમે જાણી લો કે કોલેસ્ટ્રોલ જીવલેણ પણ હોઈ શકે છે. તેથી, ડેરી ઉત્પાદનો અથવા ચરબીવાળી અન્ય ચીજોનો વધુ પડતો વપરાશ બને ત્યાં સુધી ટાળવો એ આપણા શરીર માટે જરૂરી છે. જેથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરી શકાય.તણાવ : મોટાભાગના અધ્યયનો એવું જણાવે છે કે વધુ પડતો માનસિક ત્રાસ અથવા હતાશા હૃદય માટે ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. હૃદય રોગો માટે તણાવ એ એક જવાબદાર કારણ છે. તેથી હંમેશા તમારા મગજમાં કોઈ પણ જાતનું ટેન્શન ન આવે એવો પ્રયત્ન કરો. કારણ કે તણાવમુક્ત રહેવાથી હૃદયરોગનું લગભગ અડધું જોખમ જાતે જ ટળી જાય છે. આ માટે તમે રોજ યોગ, કસરત, ચાલવાનું વગેરે કરીને આ તણાવ ઘટાડી શકો છો.

બ્લડ પ્રેશર : બ્લડ પ્રેશરનો અર્થ થાય છે કે બ્લડ પ્રેશર વધવું અને ઘટવું. જ્યારે આ બંને બાબતો આપણા શરીર માટે ખુબ જ નુકસાનકારક છે. બ્લડ પ્રેશરને કારણે હાર્ટને ઘણું નુકસાન થાય છે. કારણ કે તે હૃદયના ધબકારાને વધારે છે. જેના કારણે હૃદય યોગ્ય રીતે કાર્ય કરવાનું બંધ કરી દે છે. એટલા માટે હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણું બ્લડ પ્રેશર 120 થી 80 વચ્ચે હોવું જરૂરી છે. બ્લડ પ્રેશરનું કંટ્રોલ હૃદયના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે.

વોકિંગ : તમે જાણો જ છો કે ચાલવું એ શરીર માટે ખુબ જ સારું છે. ઘણા લોકોને જમ્યા પછી ચાલવાનું પસંદ હોય છે, તો ઘણા લોકોને ચાલવાનું પસંદ નથી હોતું. પરંતુ ચાલવું એ મૂડને તો તાજું કરે જ છે, પરંતુ તે આપણા ખોરાકને પણ પેટમાં પચાવવામાં મદદ કરે છે. એટલા માટે આપણે હૃદયની તંદુરસ્તી જાળવવા માટે દરરોજ ચાલવું જોઈએ. ચાલવાથી આપણા શરીરમાં લોહીનો સંચાર પણ સુધરે છે. જેના કારણે આપણને હૃદયને લગતી સમસ્યા ઓછી થાય છે.  આમ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જો તમને પહેલાથી જ કોઈ શ્વસન રોગ છે, તો તમારે વધુ પડતું ચાલવું જોઈએ નહીં. કારણ કે તેનાથી તમારો શ્વાસ ફૂલવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે સામાન્ય ગતિએ ચાલવું જોઈએ. જેનાથી તમારું હૃદય હંમેશાં સ્વસ્થ રહેશે અને તમે હાર્ટએટેક જેવી ગંભીર બીમારીનો શિકાર બનતા અટકી જશો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment