આ 5 બાબતોથી ડરતા લોકો કદી પણ અમીર નથી બની શકતા. જાણો એ 5 બાબત?

મિત્રો આજ સુધી જેટલા માણસોએ સફળતા હાંસિલ કરી છે અને તે ઉંચા મુકામ ઉપર પહોંચી ચૂક્યા છે. તેમણે પણ પોતાના ડર ઉપર  વિજય મેળવ્યો છે અને આના લીધે જ સફળ વ્યક્તિઓ બની શક્યા છે. તો મિત્રો આજે

અમે તમને એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી ડરતા લોકો કદી પણ અમીર નથી બની શકતા.

મિત્રો આમ તો અમુક અમુક બાબતોનો ડર લાગે એ સ્વાભાવિક છે. પરંતુ તે ડર પર વિજય મેળવવો એ મુખ્ય બાબત છે. જો તમારે પણ સફળ વ્યક્તિ બનવું હોય તો આજે જણાવેલ આ પાંચ બાબતોથી ડરવાનું છોડી દો. તો તમે પણ ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો.

તો ચાલો જાણીએ કે આ કઈ પાંચ બાબતો છે કે જેનાથી ડરવું ન જોઈએ. લોકો શું કહેશે.
મિત્રો તમે આ વાત તો અનેક વાર સાંભળી હશે કે તમે કંઈપણ કાર્ય કરો તે પહેલા કોઈક તો તમને કહે કે લોકો શું કહે છે અથવા તો તમે પણ કોઈક વાર વિચારો છો કે લોકો આના વિશે શું કહેશે. જો તમને કોઈક કામ પસંદ છે અને તમે તેમાં કુશળતા ધરાવો છો તો પછી તે કામ કરવામાં કોઇ શરમ કે હિચકિચાહટ રાખવી ન જોઈએ. દુનિયાને તમારાથી કંઈ લેવાદેવા હોતા નથી. આ તમારા મનનો વહેમ છે કે હું આ કામ કરીશ તો લોકો શું કહેશે. તો મિત્રો સૌથી મોટો રોગ છે કે શું કહેશે લોકો. ક્યારેય કોઈ પણનું સાંભળ્યા વગર પોતાના કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.

હંમેશા સાચી વાત જ કરવી.
મિત્રો મનુષ્યનો સ્વભાવ જ એવો હોય છે જે બીજા કરતાં ચડિયાતો બતાવવાનો પ્રયત્ન કરે છે. આ જ કારણે તે વ્યક્તિ પોતાના વિશે બીજાને ખોટું કહેતો હોય છે અને અમુક લોકો તો ખોટા માન સન્માન મેળવવા માટે પોતાના વિશે મોટી મોટી વાતો કરતા હોય છે. પરંતુ જ્યારે તેના વિશેની સાચી વાત લોકોને ખબર પડે છે ત્યારે તે લોકો ખુબ જ અપમાનિત થાય છે. તેથી તમારી જે સાચી પરિસ્થિતિ હોય તે જ લોકોને કહેવી જોઈએ. જો તમે કોઈ પણ નોકરી કરતા હોવ તો તે જ કેહવી જોઈએ. જો તમે ખોટી માહિતી લોકોને આપી હશે તો તમારા મન ઉપર એક બોજ રહેશે અને તમે સફળતા સુધી પહોંચી નહિ શકો. સ્પર્ધકથી ન ડરવું જોઈએ.
મિત્રો તમે પણ જો તમારા સ્પર્ધકથી ડરતા હોવ તો તમે કદી પણ સફળ નહીં થઈ શકો. તમારે કદી પણ તમારા સ્પર્ધકને વધારે બુદ્ધિશાળી કે કમજોર ન માનવો જોઈએ. એ તમારી  સમાન જ છે તેમ માનવો જોઈએ અને તેમનો સામનો કરવો જોઈએ. જેનાથી તમારું મનોબળ મજબૂત રહેશે અને તમે જોશથી કામ કરી શકશો.

એક વાત યાદ રાખો કે દરેક મનુષ્યની બુદ્ધિ એક સમાન  અને સરખી ક્ષમતા હોય છે. આમ દરેક માણસ એ પહેલાથી જ બુદ્ધિમાન હોતો નથી તે પોતાના અનુભવ અને જ્ઞાનથી બુદ્ધિમાન બને છે. તેથી બીજાથી ડરવાનું છોડીને પોતાની ક્ષમતા પર ભરોસો રાખવો જોઈએ.

અસફળતાથી ન ડરવું જોઈએ.
મિત્રો અસફળતા એ સફળતા મેળવવાનું એક પગથિયું છે. જો તમે પણ હારથી ડરતા હોવ તો તમે જીત મેળવવા માટે કદી પણ પ્રયત્ન કરશો જ નહીં અને પ્રયત્નો ન કરવાના કારણે તમને તમારી ક્ષમતાનો ખ્યાલ જ નહીં આવે. મિત્રો જ્યારે તમે અસફળ થાવ છો ત્યારે અનુભવની સાથે સાથે તમારી ખામીઓ પણ ખ્યાલ આવે છે અને આ ખામીઓને દૂર કરી આગળ વધવું જોઈએ. આમ પોતાની ખામીઓ માંથી શીખવા વાળો વ્યક્તિ ખુબ મજબૂત અને પ્રતિભાશાળી બને છે અને આવા લોકોની વારંવાર ભૂલ થતી નથી. નિર્ણય લેવાથી ડરવાવાળા લોકો.
સૌથી મહત્વની વાત એ છે કે નિર્ણય લેવાથી ન ડરવું જોઈએ. એક કહેવત પણ છે ને કે “કિસ્મત એનો જ સાથ આપે છે જે હંમેશા જોખમ લે.” જો તમે પણ કઠિન નિર્ણય લેવાથી અને જોખમ લેવાથી ડરશો તો તમે કદી પણ અમીર વ્યક્તિ નહીં બની શકો. લાચાર અને બીજાનો દોષ કાઢવા વાળા લોકો કદી પણ મહત્વનો નિર્ણય લઇ નથી શકતા. જે લોકોને પોતાના પર વિશ્વાસ હોય તે જ લોકો સફળ અને મહાન વ્યક્તિ બની શકે છે.

તો મિત્રો આ દરેક બાબતોથી ડરવાનું છોડીને મહાન બનવા માટેનો એક રસ્તો તમને દર્શાવ્યો છે. તેથી આ દરેક બાબતો તમને ઉપયોગી સાબિત થાય તેવી શુભેચ્છા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment