‘તારક મહેતા…’ સિરિયલ ફરી એક આંચકો,  આ અભિનેત્રીએ પણ શો છોડ્યો, કોણ છે એ અભિનેત્રી?

‘તારક મહેતા’ સિરિયલ લગભગ ઘણા બધા લોકો જોવાનું પસંદ કરે છે. કેમ કે આ સિરિયલ લગભગ વ્યક્તિને ખુશખુશાલ કરી નાખે છે. માણસ ગમે તેટલો ગમગીન હોય, પરંતુ તે હસતો થઇ જાય, જો આ સિરિયલ જુવે તો. આ સિરિયલ લગભગ બધાને પસંદ આવે તેવી છે. પરંતુ આ સિરિયલના ચાહકો માટે ખુબ જ ખરાબ સમાચાર આવ્યા છે. જી હા મિત્રો, ઓછી ફીના કારણે ફરી એક અભિનેત્રીએ આ શો છોડી દીધો છે. તો ચાલો જાણીએ કે કોણ છે એ તારક મહેતાની અભિનેત્રી.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ માં તમે જાણતા જ હશો કે બાવરીની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી મોનિકા ભાદોરીયા વિશે. તો મિત્રો મોનિકા ભાદોરીયાએ પણ આ શોને છોડી દીધો છે. આ પહેલા દયા ભાભીનું પત્ર નિભાવતી દિશા વાકાણીએ ઓછી ફીના કારણે આ શો છોડી દીધો હતો. વધુમાં વાત કરીએ તો ‘તારક મહેતા ક ઉલટા ચશ્મા’ સિરિયલ લગભગ એક દાયકાથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શો ટીઆરપીની યાદીમાં પણ સૌથી ટોચ પર છે. આ સમય દરમિયાન  આ શોમાં ઘણા પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય ઘણા સ્ટાર્સ પણ આ શો છોડીને ચાલ્યા ગયા છે. પ્રથમ ટપ્પુની ભૂમિકા ભજવતા ભવ્ય ગાંધીએ શો છોડી દીધો હતો. ત્યારબાદ નિધિ ભાનુશાળીએ પણ શો છોડી દીધો હતો. તે જ સમયે દિશા વાકાણી પણ ઘણા સમયથી આ શોમાંથી ગાયબ રહી હતી. જ્યારે અત્યારે આ શોને બીજો આંચકો મળ્યો છે.

જેમ તમે જાણો જ છો કે આ શોમાં બાવરીની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ મોનિકા ભાદોરીયાએ પણ આ શો છોડી દીધો છે. સ્પોટબોયના સમાચાર મુજબ, મોનિકા તેના પગાર ધોરણથી ખુશ ન હતી. તે નિર્માતાઓ પાસેથી વધારે પૈસાની માંગ કરી રહી હતી. લાંબી વાતચીત પછી તેણે આ શો છોડી દીધો છે. આ સિવાય જ્યારે અભિનેત્રી સાથે તેની ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે તેણે વિદાય લેવાની વાતની પુષ્ટિ પણ કરી હતી.

શોમાં જ્યારે મોનિકાએ પોતાના પ્રવાસ વિશે વાત કરતાં કહ્યું હતું કે “આ શો અને પાત્ર નિશ્ચિતરૂપે મારા દિલની નજીક છે. હું વધારે પગાર ધોરણની શોધ કરતી હતી, પરંતુ તેઓ તેમાં સહમત ન હતા. હકીકતમાં, આથી જો તેઓ મારા પગાર ધોરણમાં વધારો કરશે, તો મને આ શોમાં પાછા આવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ મને નથી લાગતું કે તે થશે. હવે હું આ શોનો ભાગ નથી.”જ્યારે મોનિકા વિશે વધુ વાત કરીએ તો મોનિકા આ શોમાં છેલ્લા 6 વર્ષથી કામ કરતી હતી. તેણે પોતાનો છેલ્લો એપિસોડ 20 ઓક્ટોબરના રોજ શૂટ કર્યો હતો. શોમાં તેનું પાત્ર એકદમ મનોરંજક હતું. તેનું વાત-વાત પર એમ બોલવું કે ‘હાય-હાય હું તો ભૂલી ગઈ’ પર  લોકો ખુબ જ હસતા. આ સિવાય જેઠાલાલના નવા નવા નામ રાખવા અને જેઠાલાલને પરેશાન કરવાનું લોકો ખુબ જ પસંદ કરતા. શોમાં બાવરી અને બાઘાનો રોમાંસ પણ અસરદાર છે. તમને જણાવી દઇએ કે મોનિકાએ આ શોથી ટીવી ડેબ્યૂ કર્યું હતું.

તો હવે એ જોવાનું રસપ્રદ બનશે કે હવે આ શોમાં મોનિકાની જગ્યા કોણ લેશે અને બાવરીના પાત્ર સાથે કેટલો ન્યાય કરવામાં આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment