તમારી કારમાં AC કુલીંગ નથી આપતું, તો અજમાવો આ ટીપ્સ… ક્યારેય નહિ બગડે ગાડીનું એસી અને વધી જશે એવરેજ… કુલીંગ આવશે ફટાફટ…

મિત્રો આપણે કાર તો ચલાવીએ જ છીએ પરંતુ તેની કાળજી રાખવી પણ જરૂરી છે. જો આપણે કાળજી રાખીશું તો ગાડીનું મેન્ટેનન્સ પણ ઓછું આવશે અને ગાડી પણ આપણને લાંબા સમય સુધી સાથ આપશે. ગ્લોબલ વોર્મિંગ અને વધતી ગરમીના આ યુગમાં એસી વગરની કાર વિશે વિચારવું પણ મુશ્કેલ છે. વિશેષ રૂપે ઉનાળાની ઋતુમાં તો કારમાં એસી ની ખાસ જરૂર હોય છે.

આ જ કારણ છે કે કારમાં એસીની લોકપ્રિયતા ઘણી વધી છે અને લોકોમાં તેના વિશે જાગૃતતા પણ જોવા મળી છે. જોકે તમારા કારનું એસી લાંબા સમય સુધી કામ કરતું રહે તેના માટે નીચે જણાવેલી કેટલીક ટિપ્સ છે જે તમને ખૂબ જ કામ લાગે તેવી ઉપયોગી માહિતી છે તો જરૂરથી તેની પર ધ્યાન આપશો.1) કારમાંથી ફસાયેલી ગરમીને બહાર કાઢો:- એસી ને ચલાવતા પહેલા કારને વેન્ટિલેટર કરી લેવું જોઈએ. તેના સિવાય ઇગ્નીશન ઓન કરતાં પહેલાં વિન્ડો ને ખોલવાથી કારમાં ફસાયેલી ગરમી બહાર નીકળી શકે છે. તેનાથી ગાડીનું તાપમાન નીચું આવશે અને એસી ની ઠંડક પણ તેમાં કામ કરશે અને ગાડીને જલ્દી ઠંડી કરશે.

2) છાયડામાં ગાડીને પાર્ક કરવી:- જો તમે ગાડીને ડાયરેક્ટ તડકાથી દૂર પાર્ક કરશો તો તેનાથી એસી ની ગુણવત્તા વધશે. ગાડીને છાયડામાં કે ડાયરેક્ટ તાપથી દૂર પાર્ક કરવી જોઈએ કારણ કે તેનાથી એસી ને ગાડી ઠંડી કરવામાં સરળતા રહે છે. તાપમાં ઊભેલી ગાડી ઘણી ગરમ થઈ જાય છે જેના કારણે એસીને ઠંડી કરતા ઘણો સમય લાગે છે.

3) રિસર્ક્યુલેશન મોડ ચાલુ રાખો:- કારનું એસી ચલાવવાના થોડા સમય બાદ જ્યારે ઠંડી હવા ગાડીમાંથી ફેલાવા લાગે ત્યારે રીસર્ક્યુલેશન મોડ ઓન કરી દેવો જોઈએ. આ મોડ ઓન કરવાથી એસી બહારની હોવાને ખેંચે નહીં. અને કાર કેબિનમાં હાજર હોવાનો ઉપયોગ કરે છે. આ મોડના કારણે એસી ઓછા પ્રયાસે કારને જલ્દી કુલીંગ કરવામાં સક્ષમ રહે છે.4) ગંદા ફિલ્ટર ઠંડક ઘટાડે છે:- એસીના ફિલ્ટર જો ગંદા હોય તો તેનાથી કાર ઇન્ટેકમાં અવરોધ આવી શકે છે. તેના કારણે ગાડી ઠંડી થતા ઘણો સમય લાગે છે. તેથી એસી ફિલ્ટરને ક્લીન રાખવાની કોશિશ કરવી જોઈએ અને સમય સમય પર આ ફિલ્ટરને સાફ કરવા જોઈએ. જો ફિલ્ટરમાં થોડો વધારે જ કચરો જમા થઈ ગયો હોય તો તેને બદલી પણ શકાય છે.

5) એસી ની સર્વિસ રેગ્યુલર કરાવો:- કારમાં સારી ઠંડક માટે જરૂરી છે કે કારના એસીની ટાઈમ પર સર્વિસ કરાવતા રહેવું જોઈએ. તેનાથી એ પણ સુનિશ્ચિત થઈ જાય છે કે એસી સારી કન્ડિશનમાં છે અને સારી ઠંડક આપશે. લાંબા સમય સુધી જો કારમાં એસી નો ઉપયોગ ન કરવામાં આવે તો તેનાથી એસી બંધ પણ થઈ શકે છે કે સારી ઠંડક પણ નથી આપતું. તેથી સમયાંતરે એસી ની સર્વિસ કરાવવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment