મહિલાઓની આજના સમયની સૌથી મોટી કમજોરી આ છે, મહિલાઓએ ખુદ સ્વીકારી છે આ વાતને.

કોઈ પણ વ્યક્તિ હોય તેની કોઈને કોઈ કમજોરી અવશ્ય હોય છે. કેમ કે કોઈ વ્યક્તિ ક્યારેય પણ સંપૂર્ણ નથી હોતું. તેના સારા ગુણો પણ હોય અને ખરાબ ગુણો પણ હોય છે. માણસને સારા ગુણો સફળતા તરફ લઈ જાય છે અને ખરાબ ગુણો જીવનને બરબાદી તરફ લઈ જાય છે. તો આજે અમે તમને મહિલાઓની અમુક વિશેષ કમજોરીઓ વિશે જણાવશું.

આમ તો મહિલાઓ ખુબ જ દ્રઢ નિશ્વયી અને ખુબ જ મહેનતી સ્વભાવની હોય છે. જે કાર્યને કરવા માટે નિર્ણય કરે તેને હાંસિલ કરી લે છે. સ્ત્રીઓ સામાન્ય રીતે ખુબ જ કુશળ પ્રબંધક હોય છે. પરંતુ મહિલાઓ પોતાની અમુક વાતો અને કમજોરીઓથી ખુબ જ પરેશાન હોય છે. તો ચાલો જાણીએ આ લેખમાં એ કમજોરીઓ વિશે.

સ્ત્રીઓ ખુબ જ ભાવુક હોય છે : આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓ પુરુષના પ્રમાણમાં વધારે ભાવુક હોય છે. અને આ કારણે સ્ત્રીઓ ઘણી વાર મોટી સમસ્યાઓમાં પણ પડી જાય છે. કેમ કે લોકો તેની ભાવનાઓને સમજી ન શકે અને તેનો ફાયદો ઉઠાવે છે. તેનાથી મહિલાઓને ઘણી વાર આપસી નુકશાન અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ખરીદી કરવી અને નવી વસ્તુઓ તેની કમજોરી હોય છે : સ્ત્રીઓને નવા કપડાં અને તેના શણગારની વસ્તુઓ ખુબ જ પસંદ હોય છે. તેના આ શોખના કારણે ઘણી વાર બિનજરૂરી ખર્ચ થઇ જતો હોય છે. જે ઘરની અર્થ વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. આ સમસ્યા પણ ઘણી વાર મહિલાને પરેશાન કરી નાખે છે.

વધારે બોલવાનું આદત : આમ જોઈએ તો બધા લોકો માટે આ આદત ખુબ જ ખરાબ છે. ઘણા પુરુષોને પણ વધારે બોલવાની આદત હોય છે. પરંતુ તેના પ્રમાણમાં મહિલાઓને આ આદત વધારે હોય છે. આ આદતથી મહિલાઓ ખુબ જ પરેશાન થાય છે. આ આદતથી તેનું મન વિચલિત થઈ જાય છે અને ગુસ્સો પણ વધે છે. જેના કારણે મન અશાંત થાય છે. પરિણામે ઘણી વાર મોટી મુશ્કેલીઓ પણ આવી જતી હોય છે.

સોશિયલ મીડિયા : સોશિયલ મીડિયા મહિલાઓની કમજોરી બની ગયું છે. કેમ કે આજકાલ ઘણી બધી મહિલાઓ અને યુવતીઓ પોતાનો મોટાભાગનો સમય ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં વધારે સમય પસાર કરે છે. તેનાથી તેનો સમય ખુબ જ બગડી રહ્યો છે. સ્ત્રીઓ પોતાનો સમય વધારે મોબાઈલમાં પસાર કરતી હોવાથી તેમાં માથાના દુઃખાવા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. સ્ત્રીઓએ પોતાના પરિવાર સાથે ખુશ અને પોતાને પણ ખુશ રાખવા હોય તો સોશિયલ મીડિયાથી દુર રહેવું જોઈએ.ઊંઘ અને આળસ : આમ તો ઘણા લોકો આળસુ હોય છે, પરંતુ મહિલાઓ ઊંઘની સમસ્યાના કારણે ખુબ જ પરેશાન હોય છે. મહિલાઓ ઘણી વાર ઊંઘ સાથે કોમ્પ્રોમાઈઝ ન કરી શકે. કેમ કે તેને ખુબ જ તીવ્ર ઊંઘ આવતી હોય છે, અને આ સમસ્યાના કારણે તેને ઘણી વાર આલોચનાનો પણ સામનો કરવો પડે છે.

મિત્રો ઉપર જણાવેલ કોઈ આલોચના નથી, પરંતુ મહિલાઓ ખુદ જ પોતાની આ સમસ્યાથી પરેશાન હોય છે. માટે મહિલાઓનું સમ્માન કરવું એ આપણો ધર્મ છે. માટે આખા વિશ્વની દરેક મહિલાઓ માતા અને બહેન સમાન છે. જેનું સમ્માન કરવું જોઈએ.

Leave a Comment