આ 8 બાબતને છોડી દો આજે જ 90 % ટેન્શન થઇ જશે હળવું…. જાણો કંઈ કંઈ છે એ આદતો…

આ બાબતને છોડી દો આજે જ 90 % ટેન્શન થઇ જશે હળવું…. જાણો કંઈ કંઈ છે એ આદતો…

મિત્રો આપણે જીવન દરમિયાન જેમ જેમ મોટા થવા લાગીએ છીએ તેમ તેમ અમુક એવી આદતોને અપનાવી લેતા હોઈએ છીએ કે જે આપણી હેલ્થ માટે ખુબ જ નુકશાન દાયક સબીત્ન થાય છે. આ આદતો આપણને ખુબ જ આમ અને સામાન્ય લાગે, પરંતુ તે આદતો આપણા શરીર પર જ નહિ પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ ખુબ જ અસર કરે છે.

મિત્રો આજે અમે તમને અમુક એવી આદતો વિશે જણાવશું જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન દાયક  સાબિત થઇ શકે છે. જે આપણને જીવનમાં ખુબ જ નુકશાન કરાવે છે અને આપણને સફળ બનતા પણ અટકાવે છે. તો ચાલો જાણીએ તે આદતો વિશે જે આપણા માનસિક સ્વાસ્થ્યને ખરાબ કરે છે.

પહેલી આદત છે સુસ્ત જીવન શૈલી. એક શોધ દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો  શારીરિક શ્રમ નથી કરતા તેનું શરીર yતો સુસ્ત બને જ છે પરંતુ તેની સાથે સાથે તે ડીપ્રેશનનો પણ શિકાર થઇ જાય છે. આ શોધમાં એ પણ વાત સામે આવી છે કે જો એક અઠવાડિયામાં માત્ર ત્રણ વાર પણ વ્યાયામ કરવામાં આવે તો ડીપ્રેશનના ખરતાથી બચી શકાય છે.

બીજું છે ખરાબ સંબંધો. માનવ માટે સંબંધોમાં અસંતોષ પણ માનસિક સ્વાસ્થ્ય પર ખરબ અસર કરે છે. આવા સંબંધો હૃદય રોગ, કેન્સર, ઉચ્ચ રક્તચાપ અને ડીપ્રેશનનું કારણ બને છે. એટલા માટે પોતાના જીવનમાં અમુક સમય ખુદ માટે પણ કાઢવો જોઈએ અને વિચાર કરવો જોઈએ કે સંબંધોને કંઈ રીતે સુધારવા જોઈએ. જો સંબંધો ન સુધરી શકે તેમ હોય તો તેનાથી દુર થઇ જવું જોઈએ. અને મન માંથી તેના વિચારોને કાઢી નાખવા જોઈએ. જો આવું કરવામાં ન આવે તો તમારા મનની ક્ષમતા ઓછી થતી જાય છે. જે તમને માનસિક બિનજરૂરી તાણ આપે છે.

ત્રીજું છે પર્યાપ્ત ઊંઘ ન લેવી. પર્યાપ્ત ઊંઘ લેવાથી આપણું સ્વાસ્થ્ય તો ખુબ જ સારું રહે છે પરંતુ કેન્દ્રીયતંત્રીનું તંત્ર અને પાચનક્રિયા પર ખુબ જ ખરાબ પ્રભાવ પડે છે. અને આ મસ્તિષ્ક સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક સાબિત થાય છે. એટલા માટે રોજ પૂરી માત્રમાં ઊંઘ કરવી જોઈએ અને સુતા પહેલા ખાસ ધ્યાન એ રાખવાનું કે કોઈ પણ પ્રકારના ઈલેકટ્રીક ઉપકરણનો ઉપોયોગ ન કરવો જોઈએ. જેમ કે મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે. કેમ કે તે તમારી ઊંઘમાં બાધા નાખે છે.

ચાર નંબર પર છે મોડું સુવું અને મોડું ઉઠવું. રાત્રે મોડું સુવું અને સવારે મોડું ઉઠવું બંને સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. તો તેવામાં સવારે શરીરમાં થકાન રહે છે અને પૂરો દિવસ આળસ ભર્યો વીતે છે. જે આપણા શરીર માટે જ નહિ પરંતુ આપણા મનની સ્થિતિ માટે પણ નુકશાનકારક સાબિત થાય છે.

પાંચમાં નંબર પર છે રાત્રે મોડે સુધી ટીવી જોવું. રાત્રીના સમયે આપણું શરીર આખા દિવસના કામથી થાકેલું હોય છે. એટલા માટે તેવામાં રાત્રે ટીવી સામે મોડે સુધી બેસવું તે માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. ક્યારેય ટીવી થોડા સમય માટે જોવું આપણા મુડને ફ્રેશ કરી શકે છે. પરંતુ તેને રોજની આદત બનાવી ન જોઈએ. માનસિક સ્વાસ્થ્ય માટે આ બાબત ખુબ જ ભયંકર સાબિત થાય છે. ટીવી જોવા કરતા સૌથી વધારે સારો કોઈ ઓપ્શન્સ હોય તો એ છે કે તેમ કોઈ મિત્ર અથવા પરિવાર સાથે સમય વિતાવો. જે તમારા મગજને વધારે શાંતિ આપે છે અને ફ્રેશ પણ થઇ શકો છો.

ધુમ્રપાન અને દારૂ. દારૂ અને ધુમ્રપાન કરતા લોકોની એવી વિચારધારા હોય છે કે આ બંને વસ્તુથી તણાવ દુર થાય છે. પરંતુ એ લોકો નથી જાણતા હોતા કે આ બંને વસ્તુથી આપણા મગજ પર વધારે ખરાબ અસર પડે છે અને આ ડીપ્રેશનનું કારણ પણ બની શકે છે.

ડીઝીટલ રેકોર્ડ રાખવાની આદત. આજકાલના બધા લોકો યાદ રાખવા જેવી વસ્તુને પોતાના મગજ જગ્યાએ સ્માર્ટ ફોનમાં રાખતા હોય છે. જે આપણા મગજની ક્ષમતા પર ખરાબ પ્રભાવ પાડે છે. ફોટા, નંબર, દિનચર્યા વગેરે લોકો મોબાઈલમાં રાખતા થયા છે.  આવું કરવાથી આપણા મગજની યાદ રાખવાની ક્ષમતા ઓછી થતી જાય છે.

સોશિયલ મીડિયા. આ મુદ્દો ખુબ જ ખાસ છે કેમ કે સોશિયલ મીડીયાએ આજકાલ લોકોને એવી રીતે ઝકડી લીધા છે કે આપણે આપમાં મિત્ર સંબંધીઓ બધાને સોશિયલ મીડિયાના મારફતે જ મળીએ છીએ. બધા સાથે સંબંધો હોવા છતાં પણ સમય રહેતા આપણું મન એકલું હય તેવું લાગવા લાગે છે. જે ડીપ્રેશનનું કારણ બને છે. એટલા માટે સોશિયલ મીડિયામાં સમય પસાર કરવા કરતા સારું છે કે તમે તમારા મિત્રોને રૂબરૂ મળો.

તો મિત્રો આ ખરાબ આદતો માંથી જો તમારે કોઈ આદત હોય તો આજે જ છોડી દો અને અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment