કોલ આવવા પર માત્ર આટલી સેકેંડ જ વાગશે ફોનની રીંગ… આ કંપનીઓ કરશે આ ખાસ નિર્ણય.

મિત્રો એરટેલ અને વોડાફોન આઈડિયાએ પોતાના નેટવર્કથી બહાર જનારી કોલ પર રીંગ વાગવાના સમયનો ઘટાડો કરતા માત્ર 25 સેકન્ડ રાખ્યો છે. સામાન્ય રીતે કોલ આવે ત્યારે ફોનમાં વાગતી રીંગને વાગવામાં 40 થી 45 સેકન્ડનો સમય લાગતો હતો. પરંતુ પ્રતિદ્વંદી કંપની રિલાયન્સ જીયો સાથે પ્રતિ સ્પર્ધા કંપનીઓએ પણ તે નિર્ણય લીધો છે.

ત્યાર બાદ ICU નો ચાર્જ પણ ઓછો થશે. એરટેલ અને વોડાફોન-આઈડિયા દ્વારા લેવાયેલા આ નિર્ણયનો હેતુ કોલ સાથે જોડાયેલ રહેવાના સમય અનુસાર તેના પર લાગતા ઇન્ટરકનેક્ટ ઉપયોગ ચાર્જ એટલે કે ICU ની લાગત ઘટાડવાનો પણ છે. ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણે ઇન્ટરકનેક્ટ શુલ્ક બાબતે તેના કોઈ અધિકારીક નિર્ણય પર પહોંચતા પહેલા, પ્રતિસ્પર્ધીમાં ગુંચવાયેલ દુરસંચાર કંપનીઓને સાથે મળીને સર્વસંમતીથી કોઈ સમાધાન પર પહોંચવા માટે કહ્યું હતું. ઇન્ટરકનેક્ટ ઉપયોગ શુલ્ક કોઈ એક નેટવર્કને બીજા નેટવર્ક દ્વારા આપવામાં આવતી સેવાઓ પર આપવામાં આવે છે. આ બાબતમાં જે નેટવર્કથી કોલ જાય છે તે કોલ પહોંચાડનારા નેટવર્કને ઇન્ટરકનેક્ટ શુલ્ક ચુકવે છે. તે શુલ્ક પ્રતિ મિનીટ 6 પૈસા નક્કી કરાયેલો છે. એરટેલે આ નિર્ણયની જાણકારી આપવા માટે ટ્રાઈ ને 28 સપ્ટેમ્બરના એક પત્ર મોકલ્યો હતો.

14 ઓક્ટોબરના દિવસે TRAI આ નિર્ણય પર ચર્ચા કરશે. સુત્રો અનુસાર પ્રાપ્ત જાણકારી મુજબ વોડાફોન આઈડિયાએ પણ ફોનની રીંગ વાગવાની અવધિના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યા છે. એરટેલે કહ્યું કે તેણે ફોનની રીંગ વાગવાની અવધિનો સમય 25 સેકેંડ સીમિત કરવાનો નિર્ણય કર્યો છે.

જીયોએ કરેલા નિર્ણય બાદ આ નિર્ણય લેવાયો છે. એરટેલ બાદ હવે વોડાફોન-આઈડિયા પણ ફોનમાં આવતા કોલની રિંગ વાગવાની અવધીના સમયમાં ઘટાડો કરવા જઈ રહી છે. TRAI સાથે જોડાયેલ સુત્રોએ જણાવ્યા અનુસાર નિયામકો 14 ઓક્ટોબર રોજ “કોલ કરનાર વ્યક્તિના ફોનની રીંગ વાગવાની સમય સીમા” ના મુદ્દા પર એક ચર્ચા કરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત આ સમગ્ર IUC મુદ્દા પર પણ વાતચીત કરશે. તેના માટે એક પરિચર્ચા પત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેના પર ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment