કાળી અને ખરાબ થયેલી ગળણી ફક્ત 1 મિનિટમાં જ ચમકીને થઈ જશે સાફ, ઘરે કરો આ મફત ઉપાય…

ચાની ગરણી તો દરેક ઘરમાં હોય જ છે. કેમ કે તે રોજિંદા ઉપયોગમાં લેવાતી એક સામાન્ય અને મહત્વની વસ્તુ છે. પરંતુ દરેક ઘરમાં ગરણીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ઘણી વખત તો લોકો વર્ષો સુધી એકને એક જ ગરણીનો ઉપયોગ કરતા રહે છે અને તેનાથી ગરણી ગંદી થતી જાય છે. જ્યારે ઘણી વખત ગરણીમાં થોડી ગંદકી થતા જ તેને ફેંકી દેવામાં આવે છે. જો કે તમે ચાની ગરણીનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો, પરંતુ એક વાત સાચી છે કે, ચાની ગરણી સાફ રહે તો વધુ સારું રહેશે.

ગરણી સ્ટીલની હોય કે પ્લાસ્ટિકની, એક વખત જો તેના પર ડાઘ લાગી જ જાય છે અને તેને કાઢવા પણ ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ શું તમે આ ચાની ગરણીને સાફ કરવાની રીત જાણો છો. તમે ખુબ જ સરળ રીતે ગરણીના ડાઘ દૂર કરી શકો છો. આ રીત એવી છે જેના દ્વારા તમે એક વખતમાં જ ગરણીના ડાઘ દૂર કરી શકશો. આ સિવાય તમને જણાવી દઈએ કે, તમે આ રીતથી ગરણીમાં રહેલ તેલના મુશ્કેલ ડાઘ પણ આસાનીથી સાફ કરી શકો છો.જો કે લોકો ગરણી સાફ કરવા માટે લીંબુ, વિનેગર અને બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોય છે. જો કે આ બધાથી પણ ગરણીના ડાઘ દૂર કરી શકાય છે પરંતુ હજુ એક એવી વસ્તુ છે જે ખુબ જ અસરકારક છે. તે વસ્તુ છે ઈનો. આપણે ઈનોનો ઉપયોગ ઈડલી અને ઢોકળા બનાવવામાં કરતા હોઈએ છીએ. આથી તે સરળતાથી મળી પણ જાય છે. પણ તે ચાની ગરણી સાફ કરવા માટે ખુબ જ સારો ઉપાય માનવામાં આવે છે.

સ્ટીલની ગરણી સાફ કરવા માટેની ટિપ્સ : સ્ટીલની ગરણી આમ જોઈએ તો ખુબ જ ઝડપથી સાફ થઈ જાય છે. જો તમારી ગરણી ખુબ જૂની નથી તો તમે 8-10 દિવસે તેને ગેસ પર રાખીને બાળી નાખો. આમ કરવાથી તેની અંદરના કણ પણ બળી જાય છે, અને ઠપકારવાથી તે જલ્દી નીકળી જાય છે. સ્ટીલની ગરણીને તમે સીધી ગેસના બર્નર પર રાખી શકો છો, આ ખુબ જ સરળ રીત છે.જો તમારી ગરણી ખુબ જૂની છે અને વધુ ગંદી છે તો આપનાવો આ ટિપ્સ : સૌથી પહેલા ગેસ પર રાખીને ગરણીને ગરમ કરો. ત્યાર પછી એક મોટા વાસણમાં ગરમ પાણી લો, તેમાં તરત જ ઈનો નાખીને ગરણીને તેમાં નાખી દો. અહીં એક કેમિકલ રીએક્શન થાય છે, અને ગરણી પર એક મિનીટમાં જ અસર જોવા મળશે. હવે તમે એક ટૂથબ્રશની મદદથી તેને ચારેબાજુથી સાફ કરી લો. તે ખુબ જ સરળતાથી સાફ થઈ જાય છે. તમે ઈચ્છો તો થોડો ધોવાનો પાવડર પણ લઈ શકો છો.

તો આ હતી સ્ટીલની ગરણી સાફ કરવાની રીત, પણ આ રીતે તમે પ્લાસ્ટિકની ગરણી સીધી ગેસ પર નથી મૂકી શકતા. આમ પ્લાસ્ટિકની ગરણી સાફ કરવાની ટિપ્સ પણ એક વખત જરૂર જાણી લો.પ્લાસ્ટીકની ગરણી સાફ કરવાની ટિપ્સ : તમે ગરમ પાણીમાં ઈનો નાખીને તરત જ તેમાં પ્લાસ્ટિકની ગરણી નાખી દો. આ ગરણીને આ રીતે જ સાફ કરી શકાય છે. 1 મિનીટમાં તે સાફ થવા લાગશે અને પછી તમે તેને બ્રશથી ઘસી શકો છો. તેમાં લાગેલા કાળા ડાઘ પણ જલ્દી સાફ થઈ જાય છે.

જો તમારી પાસે ઈનો નથી તો તમે તેની જગ્યાએ અડધી ચમચી બેકિંગ સોડા અને તેમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને આ રીત અપનાવી શકો છો. પણ ત્યાર પછી ગરણીને સાદા પાણીથી સાફ કરી લેવી જોઈએ. આમ તમે આ રીત આજે જ ટ્રાઈ કરી શકો છો અને પોતાની ગરણીની ગંદકી દુર કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment