TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…

ટાટા ગ્રુપની એક કંપનીના શેરમાં શુક્રવારના રોજ બજાર ખુલતાની જ સાથે જ ખુબ જ જબરદસ્ત તેજી આવી હતી. ટાટા ગ્રુપની આ કંપનીનું નામ છે ટાઈટન. ટાઈટનના શેરોમાં આવેલ ઉછાળાથી થોડી જ મિનીટોમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાને લગભગ 500 કરોડ રૂપિયાનો ફાયદો થઈ ગયો.

રેખા ઝુનઝુનવાલા ની પાસે ટાઈટનની 5.29% ની ભાગીદારી છે. શેર બજાર ખુલતાની સાથે થોડા સમય બાદ જ BSE પર ટાઈટનના શેર આજે 3.39% ઉછળીએ પોતાના 52-વિક હાઈ પર પહોંચી ગયો છે. તેની સાથે જ કંપનીનું માર્કેટ કેપિટલાઈજેશન 2,85,077 કરોડ રૂપિયાના રેકોર્ડ તોડ ઉપરી સ્તર પર પહોંચી ગયો છે.

જો કે શરુમાં શેરોમાં આવેલ ઉછાળો કાયમ ન રહી શક્યો. સમાચાર લખવામાં આવ્યા ત્યાં સુધીમાં ટાઈટનનો શેર 1.90% ની તેજી સાથે 3,164.85 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. કારોબારી વર્ષ 2024 ના પહેલા ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જુન ત્રિમાસમાં કંપનીના બધા સેગમેન્ટના કારોબારમાં 10% થી વધુ ગ્રોથ દર્જ કરવામાં આવ્યો છે. બ્રોકરેજ હાઉસ મોર્ગેન સ્ટેનલી અને ગોલ્ડનમેં સેસને પણ રોકાણકારોને ટાઈટનના શેરમાં પૈસા લગાવવાની સલાહ આપી છે.

રેખા ઝુનઝુનવાલાને થયો આટલા કરોડનો ફાયદો : ગુરુવારના રોજ બજાર બંધ થયા બાદ ટાઈટનનું માર્કેટ કેપિટલાઈજેશન 2,75,720 કરોડ રૂપિયા હતું. આજે ઇન્ટ્રાડેમાં તે વધીને 285,077 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ રીતે તેમાં 9,357 કરોડ રૂપિયાનો વધારો થયો. આ પ્રકારે ટાઈટનમાં 5.29% ભાગીદારી હોવાના કારણે રેખા ઝુનઝુનવાલા ના રોકાણનું મુલ્ય વધીને 494.98 કરોડ રૂપિયા થઈ ગયું છે. નોંધપાત્ર છે કે, સ્વર્ગીય રાકેશ ઝુનઝુનવાલાને ટાઈટનનો સ્ટોક ફેવરીટ હતો.

બ્રોકરેજ ફર્મ્સ પણ બુલિશ : એક રિપોર્ટ પ્રમાણે બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી એ ટાઈટનના શેરને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. બ્રોકરેજે આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 3,207 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી. તેમજ ગોલ્ડમેન સેસે પણ ટાઈટન શેરને ખરીદવાની સલાહ રોકાણકારોને આપી હતી. બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઈઝ 3,175 રૂપિયા નક્કી કરી હતી. મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, જ્વેલરી સેગમેન્ટમાં સૌથી વધુ ગ્રોથ રહ્યો છે.

અક્ષય તૃતીય અને લગ્નની સિઝનમાં ખરીદારીના કારણે કંપનીના પરફોર્મન્સમાં વધારો જોવા મળ્યો હતો. તેમજ ગોલ્ડમેન સેસે જણાવ્યું કે પહેલા ત્રિમાસિકમાં જ્વેલરી વેચાણ ગ્રોથ ઉમ્મીદથી વધુ મજબુત રહ્યો છે.  તેની સાથે જ 4 વર્ષનો CAGR ગ્રોથ સુધારીને 23% પર પહોંચી ગયો છે. વોચ અને વિયરેબલ્સ સેગમેન્ટમાં સારો ગ્રોથ રહ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment