24 કલાક ફ્રિજ શરુ રાખતા લોકો જાણી લ્યો આ માહિતી, નહિ તો આવશે મોટો ખર્ચો…ફ્રિજ બનાવતી કંપનીઓ પણ નથી જણાવતી આ હકીકત…

રેફ્રિજરેટરને આપણે સૌ કોઈ ફ્રિજના નામથી ઓળખીએ છીએ. આજકાલ લગભગ દરેક લોકોને ત્યાં ફ્રિજ હોય છે અને જીવન જરૂરિયાતની વસ્તુ પણ બની ગયું છે. ખાવા પીવાના લગભગ સામાનને ફ્રિજમાં મુકવામાં આવે છે. કેમ કે ફ્રિજમાં તાપમાન ઠંડું હોય છે અને તેના કારણે ખાવાના વસ્તુઓ ખરાબ થતી નથી. તેમજ અમુક વસ્તુઓ બહાર રાખીએ નોર્મલ તાપમાનમાં તો વાસ આવી જતી હોય છે, પરંતુ તેને જો ફ્રિજમાં રાખવામાં આવે તો ખરાબ થવાની શક્યતા ઘટી જાય છે.

આપણે બધા જાણીએ છીએ કે ફ્રિજ વીજળીથી ચાલતું ઉપકરણ છે. જે બધાના ઘરોમાં સતત 24 કલાક સુધી શરુ જ હોય છે. તો ઘણા લોકો એવા હોય છે જે રોજ દિવસ દરમિયાન 1 થી 2 કલાક માટે બંધ કરી દે છે. તેવામાં મહત્વનો સવાલ એ છે કે, દિવસ દરમિયાન ફ્રિજને બંધ કરવું જોઈએ કે નહિ ? તો આ પ્રશ્ન ફ્રિજની સુરક્ષા માટે ખુબ જ મહત્વનો છે. તો ચાલો જાણીએ દિવસમાં ફ્રિજ બંધ રાખવું જોઈએ કે નહિ ?

તમને જાણીને આશ્વર્ય થશે કે ફ્રિજ બનાવતી કંપનીઓ જણાવતી નથી કે ફ્રિજ કેટલીવાર ચાલુ રાખવું. પરંતુ ફ્રિજને બંધ રાખવામાં તમારો ફાયદો છે કે નુકશાન ? તો ચાલો જાણીએ ફ્રિજ વિશેની આ અગત્યની માહિતી.

ફ્રિજને 24 કલાક શરુ રાખવું કે બંધ કરવું જોઈએ ? : ફ્રિજ કુલિંગ કરનારું એક સાધન છે. જેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે સતત કેટલાક કલાકો સુધી તેને ચાલુ રાખી શકાય છે. ફ્રિજને જો સતત 24 કલાક શરુ રાખવામાં કોઈ મુશ્કેલી નથી થતી. જો આખા વર્ષ દરમિયાન પણ ફ્રિજને બંધ રાખવામાં ન આવે તો પણ ફ્રિજને કોઈ નુકશાન થતું નથી.

પરંતુ ફ્રિજમાં જો કોઈ ખરાબી આવી હોય કે સાફ સફાઈ કરવી હોય તો અવશ્ય બંધ કરવું જોઈએ. પરંતુ જો ફ્રિજને તમે એક બે કલાક દિવસ દરમિયાન બંધ કરો અથવા ચાલુ બંધ કર્યા કરો તો ફ્રિજ કુલિંગ આપતું નથી. જેના કારણે અંદર રાખેલો સામાન ખરાબ થઈ શકે છે. તો ફ્રિજને 24 કલાક સુધી ચાલુ રાખવું જોઈએ.

ફ્રિજને ક્યારે બંધ કરવું ? : જો તમે લાંબા સમય સુધી ઘરથી બહાર જવાના હો તો ફ્રિજને બંધ કરીને જઈ શકો છો. પરંતુ દિવસમાં એક કે બે કલાક ફ્રિજને બંધ કરતા હો તો આ કોઈ સમજદારી ભર્યું કામ નથી. કેમ કે તેનાથી ફ્રિજ ખરાબ થાવની શક્યતા રહે છે. તેમજ તમેં બે કે ત્રણ દિવસ સુધી પણ ઘરથી બહાર જવાના હો તો ફ્રિજને બંધ ન કરવું જોઈએ. મહિના કરતા વધુ સમય માટે બહાર જવાના હો તો ફ્રિજને બંધ કરી શકો છો, અને એ પણ ફ્રિજ અંદર રહેલી બધી વસ્તુને બહાર કાઢીને.

આજકાલના અત્યંત આધુનિક ફ્રિજમાં પાવર સેવિંગ માટે એક ઓટોમેટિક ઓફ કે ઓટોકટ જેવું ફીચર આપવામાં આવી રહ્યું છે. તેનાથી ફ્રિજ એક નિશ્વિત તાપમાન સુધી ઠંડુ થયા બાદ આપમેળે જ બંધ થઈ જાય છે. ફ્રિજ જો ઓટોકટ હોય તો તેનાથી કમ્પ્રેસર આપમેળે જ બંધ થઈ જાય છે. તેના દ્વારા વીજળીનો બચાવ થાય છે. ફરી પાછું જ્યારે ફ્રિજને કુલિંગની જરૂર પડે ત્યારે કમ્પ્રેસર શરુ થઈ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment