મિત્રો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સુખી થવું હોય અને સફળ બનવું હોય છે. પરંતુ આજના સમયમાં આ હરીફાઈમાં બધા જ એક સાથે દોડ લગાવી રહ્યા છે. તેમાંથી સફળ બનવું ખુબ જ મુશ્કેલી વાળું છે. પરંતુ મિત્રો આપણા હિંદુ શાસ્ત્રોમાં બધા ગ્રંથોમાં સફળતા કેમ મેળવવી અને કેવી રીતે સફળ બનવું તેના ઉપાય જણાવવામાં આવ્યા છે. જેના અનુચરણથી આપણે સફળતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આજે અમે તમને જણાવશું સુંદરકાંડ દ્વારા જણાવવામાં આવેલા અમુક એવા તથ્યો જે તમને સફળતા તરફ લઇ જશે. તો ચાલો જાણીએ કેવી રીતે બની શકાય સફળ.
મિત્રો આપણા ધર્મગ્રંથોમાં દૈનિક જીવનની પરેશાનીઓથી બચવા માટે ઘણા સુત્રો જણાવ્યા છે. જેમાંથી એક છે શ્રી રામચરિત માનસ. જેમાં આપણા જીવનના બધા જ કઠીન અને સમસ્યા યુક્ત પરિસ્થિતિના ઉપાયો જણાવ્યા છે અને તેની સાથે સાથે તેના ઉપાયો પણ જણાવ્યા છે. જેમાંથી ઘણા પ્રસંગમાં આપણને ઘણી બધી શીખ મળે છે. તો ચાલો જાણીએ સફળતાના સુત્રો વિશે.
તેમાં સૌથી પહેલું સૂત્ર છે બાધાને પાર કરવી અને આગળ વધવું : આપણે આ બાબત સુંદરકાંડના આધાર પર જોઈએ. મિત્રો હનુમાનજી સીતાજીને શોધવા માટે સમુદ્ર ઉપર પસાર કરી રહ્યા હતા. એ સમયે હનુમાનજીને ઘણી બધી સમસ્યાનો સામનો કર્યો હતો. જેમાં હનુમાનજીને સુરસા અને સિહીકા નામની બે રાક્ષસીઓ વચ્ચે બાધા રુપ બની હતી. જેમણે હનુમાનજીને રોકવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ આ રાક્ષસીઓ દ્વારા હનુમાનજીને ઘણી બાધાઓ ઉભી કરી હોવા છતાં પણ લંકા સુધી પહોંચી ગયા હતા. તો તેવી જ રીતે આપણા રોજીંદા જીવનમાં પણ અનેક બાધાઓ અને સમસ્યાઓ આવતી હોય છે. જેનો આપણે સામનો પણ કરવો પડે છે.
તો આ વાત પરથી આપણને એવું સમજાવવામાં આવે છે કે કોઈ પણ સમસ્યા હોય તેનો સામનો નીડરતાથી કરવો જોઈએ અને ક્યારેય અટકવું ન જોઈએ. બને ત્યાં સુધી અટક્યા વગર આગળ જ વધવું જોઈએ. જે એક દિવસ આપણને સફળ થવા માટે સક્ષમ બનાવી નાખે છે અને આપણે જરૂર સફળતા મેળવીએ છીએ. પરંતુ આપણા જીવન માર્ગમાં એકલા અટક્યા વગર વ્હાલતું રહેવું જોઈએ.
ત્યાર બાદ બીજો બોધ છે બુદ્ધિથી કામ લેવું જોઈએ: તો ઉપર જણાવ્યું એ જ પ્રસંગમાં આપણે સુરસાનું કિસ્સો જોઈએ. મિત્રો હનુમાનજીને જ્યારે સુરસા વિધ્ન સ્વરૂપે વચ્ચે આવી ત્યારે બુદ્ધિ સાથે કામ લીધું હતું. કેમ કે એ સમયે હનુમાનજીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. જ્યારે સુરસા વચ્ચે આવી ત્યારે હનુમાનજી તેની સાથે યુદ્ધ કરીને પણ આગળ નીકળી શકતા હતા. પરંતુ હનુમાનજીને યુદ્ધ કરવું યોગ્ય ન લાગ્યું.
ત્યારે હનુમાનજીએ માત્ર પોતાના શરીરના સ્વરૂપને મોટું કરી નાખ્યું. પરંતુ સુરસા હનુમાનજીને ખાવા માંગતી હતી, માટે હનુમાનજીનો આકાર જોઇને સુરસા પોતાના મુખને વધારે મોટું કરી નાખ્યું. ત્યાર બાદ હનુમાનજીએ પોતાનું સ્વરૂપ નાનું કરી નાખ્યું અને સુરસાના મુખમાં પ્રવેશી ગયા. પરંતુ તે તરત જ પાછા પણ આવી ગયા. તો હનુમાનજી દ્વારા કરવામાં આવેલા આ પરાક્રમથી સુરસા પ્રસન્ન થઇ અને હનુમાનજીના માર્ગમાંથી હટી ગઈ.
તો આ બાબત પરથી આપણને એવું જાણવા મળે છે કે આપણે કોઈ પણ ખોટી જગ્યાઓ પર સમય બરબાદ ન કરવો જોઈએ. તેવા સમયે થોડું વિચારીને બુદ્ધિમતાથી કામ લેવું જોઈએ. તેમાંથી અવશ્ય કોઈ રસ્તો મળી આવે છે અને બધી જ બાધાથી દુર થઇ જાવ છો. ત્રીજું સૂત્ર છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંયમિત જીવન જીવો.
બધાને ખબર છે કે હનુમાનજી બળ બ્રમ્હ્ચારી હતા, અને સંયમિત રહેવાને લીધે જ તે ખુબ તાકાતવર હતા. આજકાલ બધા લોકોની મોર્ડન લાઈફના લીધે બધું અસંયમિત થઇ ગયું છે. તો સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહેતું નથી આજકાલ. તેમાં પણ વિદ્યાર્થીઓએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાની અંદરની શક્તિને ઓળખીને તેને વ્યર્થમાં ગુમાવવાને બદલે સંયમરૂપી જીવન જીવી તેને યોગ્ય દિશામાં વાળવી જોઈએ.
મતલબ કે નાની ઉંમરમાં સ્ત્રીની પાછળ સમય ના બગાડીને અભ્યાસમાં ધ્યાન રાખવાથી સફળતાના શિખરો જલ્દીથી સર કરી શકાય છે. આ વાત છોકરીઓએ પણ સમજવી જોઈએ કે યુવાનીમાં ધ્યાનને અન્યત્ર ભટકવા ના દેવું જોઈએ અને એકાગ્ર થઈને અભ્યાસમાં ધ્યાન લગાવવું જોઈએ.
જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કોઈ પબ વ્યક્તિ ક્યારેય પણ દુઃખી ન બને. તેનાથી સામેના વ્યક્તિનું પણ મહત્વ સાચવી લેવામાં આવે અને આપણું કામ પણ બની જાય. જો જીવન સતત આવા રસ્તા પર ચાલે તો આપણી સફળતા આપણા હાથમાં આવી જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google