મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ખેડૂત મીશ્રીલાલ રાજપૂત હાલ એક ખાસ પ્રકારના ભીંડાની ખેતીને કારણે ખુબ જ ચર્ચામાં છે. કારણ કે માર્કેટમાં તેના ભીંડાની કિંમત સામાન્ય ભીંડા કરતા ખુબ જ વધારે છે. અને લાલ ભીંડાની ખેતીએ તેને માલામાલ કરી દીધા છે. હવે ખુબ જ દુરથી આવતા ખેડૂતો પણ મીશ્રીલાલ રાજપૂત પાસે લાલ ભીંડાની ખેતી વિશે જાણકારી મેળવી રહ્યા છે. અને તેની ખેતી કરવાની રીત જાણી રહ્યા છે.
માર્કેટમાં 800 રૂપિયા પ્રતિ કિલો ભીંડાની કિંમત : આશ્ચર્યની વાત એ છે કે આ લાલ ભીંડાની કિંમત માર્કેટમાં 300 થી 400 રૂપિયા પ્રતિ 250 ગ્રામ અને 500 ગ્રામ છે. આમ સાફ છે કે મીશ્રીલાલ રાજપૂતને બજારમાં લાલ ભીંડાનો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પણ મળી રહ્યા છે.
બનારસથી ટ્રેનીંગ લઈને આવ્યા હતા મીશ્રીલાલ : ભોપાલના ખેડૂત મીશ્રીલાલ રાજપૂત લાલ ભીંડાની ખેતી કરવા માટે ટ્રેનીંગ લેવા માટે બનારસ ગયા હતા. ત્યાં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેજીટેબલ રીસર્ચ સેન્ટરમાં લાલ ભીંડાની ખેતી વિશે જાણકારી મેળવી હતી. તમને જણાવી દઈએ કે પહેલા આ પ્રકારની ભીંડાની ખેતી યુરોપિયન દેશોમાં થતી હતી અને ભારતીય બજારમાં તેની આયાત કરવામાં આવતી હતી.
કેટલું ઉત્પાદન થાય છે અને કેટલો ખર્ચ થાય છે? : આ ખેતીની પ્રક્રિયા વિશે મીશ્રીલાલ રાજપૂત જણાવે છે કે કૃષિ અનુસંધાન સંસ્થાન પાસેથી તેઓ 1 કિલો બીજ લઈને આવ્યા હતા. જેની કિંમત 2400 રૂપિયા આસપાસ હતી. તેમણે જણાવ્યું કે ‘બનારસથી પાછા આવ્યા પછી તેણે પોતાના બગીચામાં ભીંડાની ખેતી કરવાનું વિચાર્યું. મે જુલાઈના પહેલા અઠવાડિયામાં બીજનું રોપણ કર્યું, અને લગભગ 40 દિવસોમાં ભીંડાનું ઉત્પાદન થવા લાગ્યું.
આ સિવાય તેમણે જણાવ્યું છે કે ‘એક એકર જમીન પર ઓછામાં ઓછા 40-50 ક્રીટલ અને વધુમાં વધુ 70-80 ક્રીટલ ઉત્પાદન કરી શકાય છે. આની ખાસ વાત એ છે કે તેમાં કૃમિ અને બીજી જીવાત જલ્દી નથી થતી, તેનો પાક સામાન્ય ભીંડાની તુલનામાં વધુ ઝડપથી થઈ જાય છે. મે લાલ ભીંડાની ખેતી દરમિયાન કોઈપણ હાનિકારક કીટનાશકનો ઉપયોગ નથી કર્યો.
શા માટે આટલો મોંઘો હોય છે લાલ ભીંડો, શું છે તેની વિશેષતા : માર્કેટમાં લાલ ભીંડાની કિંમત વધુ છે, કારણ કે લોકો તેને ખુબ જ પસંદ કરે છે. લોકોનું કહેવું છે કે તેનો સ્વાદ ખુબ જ સારો હોય છે. મીશ્રીલાલા રાજપૂતે જણાવ્યું છે કે આ લીલા ભીંડાની તુલનામાં લાલ ભીંડો વધુ ફાયદાકારક અને પૌષ્ટિક હોય છે.
આ એ લોકો માટે ફાયદાકારક છે જે હૃદય રોગ, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. લાલ ભીંડામાં એન્ટી ઓક્સીડેન્ટ, આયરન અને કેલ્શિયમ સહીત ઘણા અન્ય પોષક તત્વો રહેલા છે, જે હેલ્થ માટે ખુબ જ સારા છે.
આ સિવાય તેમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ પણ રહેલા છે, જે હૃદય માટે પણ ખુબ સારા છે. આમ તમે લાલ ભીંડા નું સેવન કરીને પોતાની તંદુરસ્તી જાળવી શકો છો. તેમજ તેનાથી તમને અનેક પોષક તત્વો પણ મળે છે. જે તમને તંદુરસ્ત રાખે છે. આથી જ લાલ ભીંડાની માંગ વધુ હોય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી