સાઉથની આ સુંદર અભિનેત્રીએ કર્યા તેનાથી અનહદ જાડા પ્રોડ્યુસર સાથે લગ્ન, પહેર્યા છે ખાસ કપડાં અને ઘરેણાં… ફોટા જોઇને થઈ જશો દંગ…

આજકાલ સાઉથના સ્ટાર વિશેષ ચર્ચામાં છે. અને આવા સેલિબ્રિટીના લગ્ન પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. તેવા જ એક લગ્નની વાત કરીએ તો સાઉથ ઇન્ડસ્ટ્રીના ફેમસ પ્રોડ્યુસર રવિન્દ્ર ચંદ્રસેકરને ગુરુવારે સાઉથ એક્ટ્રેસ અને વીજે મહાલક્ષ્મી એ લગ્ન કરી લીધા. રવિન્દ્ર ચંદ્રસેકરન અને મહાલક્ષ્મી બંનેના આ બીજા લગ્ન છે. લગ્નમાં પરિવારના લોકો અને કેટલાક ફ્રેન્ડ્સ ઉપસ્થિત રહ્યા હતા. બંનેના ફ્રેન્ડ્સ તેમને ઘણી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. મહાલક્ષ્મી એ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ થી ફોટો શેર કરતા લખ્યું ” હું ખૂબ જ સૌભાગ્યશાળી છું જે તમે મારી જિંદગીનો ભાગ બન્યા. તમારા પ્રેમે મારા જીવનમાં અલગ રંગ ભરી દીધો છે, મારાં તરફ થી તમને ઘણો બધો પ્રેમ અને નવી શરૂઆત માટે શુભકામનાઓ.” 

રવિન્દ્ર ચંદ્રસેકરન અને મહાલક્ષ્મી ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં કેટલાક લોકો પોઝિટિવ તો કેટલાક લોકો નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો રવિન્દ્ર ચંદ્રસેકરન ના વધુ વજનને લઈને તેમને ટ્રોલ કરી રહ્યા છે. જોકે આ કપલ લગ્નથી ખૂબ જ ખુશ છે. અને તેમની ખુશી ફોટોમાં દેખાઈ રહી છે.મહાલક્ષ્મી એ લગ્નમાં જે ડ્રેસ પહેર્યો હતો તેની સોશિયલ મીડિયા પર તેની પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મહાલક્ષ્મી એ પારંપરિક વેડિંગ ડ્રેસ પહેર્યો હતો. તો આપણે આજે જાણીશું મહાલક્ષ્મી એ પોતાના લગ્નમાં જે સાડી પહેરી હતી તેની શું વિશેષતા છે.

મહાલક્ષ્મી ની સાડીની વિશેષતા:- તામિલ લગ્નમાં દુલ્હન અને દુલ્હાના ડ્રેસ ઘણા ખાસ હોય છે. તામિલ દુલ્હન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લાલ રંગની સાડી પહેરે છે. તામિલ બ્રાહ્મણ દુલ્હનને 9 ગજ લાંબી અને બ્રાહ્મણ વગરની તામિલ દુલ્હનને 6 ગજ લાંબી કાંજીવરામ સાડી પહેરાવવામાં આવે છે. સાડીમાં ચમકદાર રંગોથી કઢાઈ થાય છે. જો સંપૂર્ણ ફેમિલી હોય તો અનેક વાર સાડી પર સોનાના દોરાથી પણ કારીગરી થાય છે. માથા ની હેર સ્ટાઇલ માટે બન બનાવવામાં આવે છે અને તેને ફૂલો અને સોનાના ઘરેણા થી સજાવવામાં આવે છે. મહાલક્ષ્મી એ પોતાના વાળને લાલ ફુલ અને ગજરાથી સજાવ્યા  હતા.

મહાલક્ષ્મી એ પણ પોતાના લગ્ન માટે લાલ રંગની સાડીની સાથે લીલા રંગનો બ્લાઉઝ પહેર્યો હતો એના પર ગોલ્ડન ઝરીની કારીગરી કરેલી હતી. તેની સાથે જ તેમણે લીલા રંગની બંગડી પણ પહેરી હતી અને તેમની બંને હાથ માં સોનાના કડા પહેર્યા હતા.

દુલ્હનને પહેરવાય છે ખાસ ઘરેણા:- તામિલ દુલ્હનને સજાવવા માટે સોનાના ઘરેણા પહેરાવવામાં આવે છે. કેટલીક વાર દુલ્હનને ઘરેણાં ઘરના પણ આપવામાં આવે છે જે એક પેઢી એટલે કે માં પાસે થી બીજી પેઢી ને આપવામાં આવે છે. મહાલક્ષ્મી એ પણ લગ્નમાં ઘણા બધા ઘરેણા પહેર્યા હતા.

તામિલ દુલ્હનને વિશેષ ઘરેણા પહેરાવવામાં આવે છે મેટ્ટી જે પગની આંગળી ની વેડ હોય છે, કોલુસુ જેને એંકલેટ કહેવાય, ઓડિયનમ એટલે હિપબેલ્ટ, વાંકી એટલે આર્મલેટ, મંગા મલાઈ જે કેરીના આકારનો હાર હોય છે, નાકની વીંટી અથવા નાકની વારી, કાનની બુટ્ટી, થાલિસમેન જેને કપાળ પર પહેરાવવામાં આવે, જડનાગમ એટલે શણગારની ટોચ. મહાલક્ષ્મીએ પણ તમિલ દુલ્હનની જેમ જ્વેલરી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

મેટ્ટી એટલે કે પગની આંગળીની ચાંદીની બનાવેલી વેડ હોય છે. અને પગના અંગૂઠાથી બીજી ત્રીજી આંગળી પર પહેરી શકાય છે. કોલુસુ એટલે કે ચાંદીના પાયલ ઘુટીની ચારેય બાજુ પહેરી શકાય છે. કંદોરી કે હિપ બેલ્ટ ચાંદીના કે સોનાના બનેલા હોય છે જેને કમરમાં પહેરવામાં આવે છે. આ ન કેવળ દુલ્હનની શોભા વધારે છે પરંતુ આને નિયમિત રૂપે પહેરવામાં આવે તો પેટ અને હિપ્સ ની ચરબીથી બચવામાં મદદ મળે છે.

મંગા મલાઈ એટલે કે કેરીના આકારમાં બનેલો સોનાનો હાર જે દેખવામાં ખૂબ જ સુંદર લાગે છે. નાકની વારી એટલે કે ચુનીમાં સ્ટોન લાગેલો હોય છે. કેટલીક વાર તેમાં સાતથી આઠ નાના સ્ટોન લાગેલા હોય છે. કેટલાક પરિવારમાં દુલ્હનને વધારે હેવી નાક ની વારી પહેરાવવામાં આવે છે.થલાઈસમાન તમિલ સંસ્કૃતિનું એક વિશેષ આભૂષણ છે અને તેને કપાળ અને વાળ વચ્ચે પહેરવામાં આવે છે. આ તમામ આભૂષણો સાથેની કાંજીવરમ સિલ્ક સાડી તમિલ  દુલ્હનના રૂપને પૂર્ણ કરે છે.

આવો હોય છે તામિલ વરરાજા નો ડ્રેસ:- તામિલ વરરાજા ની વાત કરીએ તો વરરાજાનો ડ્રેસ સિમ્પલ હોય છે. સફેદ રંગના ડ્રેસમાં વરરાજા ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે. મોટાભાગના વરરાજા ને સિલ્કના સફેદ કુર્તા ધોતી પહેરાવવામાં આવે છે. રવિન્દ્ર ચંદ્રસેકરન ને પણ આ રીતનો પારંપરિક વેડિંગ ડ્રેસ પહેરાવવામાં આવ્યો હતો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment