સૂર્યગ્રહણ બદલશે ગ્રહોની ગતિ ! તમારી રાશિ પર થશે જબરદસ્ત અસર, જાણો શું થાય છે લાભ.

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હવે કારતક મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને થોડા દિવસોમાં અમાસ આવી જશે. અને જેમ તમે જાણો છો તેમ અમાસના રોજ સૂર્યગ્રહણ હોય છે. આમ 2020 ના વર્ષનું આ અંતિમ સૂર્યગ્રહણ છે અને જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેનો પ્રભાવ દરેક લોકોની રાશિ પર પડે છે. ચાલો તો આ અંગે વધુ જાણી લઈએ.

2020 નું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ આવી રહ્યું છે. જ્યારે આ ગ્રહણ 14 ડિસેમ્બર છે. સૂર્યગ્રહણ એક એવી ઘટના છે જ્યારે પૃથ્વી અને સુર્યની વચ્ચે આંશિક રૂપે અથવા પૂર્ણ રીતે આવી જાય. આ સૂર્યગ્રહણને લગતી ઘણી આવશ્યક જાણકારી આજે અમે તમને જણાવશું. 2020 માં કુલ 6 ગ્રહણ થયા છે. જ્યારે સૂર્યગ્રહણ જુને મહિનાની 21 જુને થયું હતું. હિંદુ ધર્મ અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહણ થાય છે ત્યારે તેનો પ્રભાવ રાશિ પર પડે છે.

મેષ રાશિ : મંગલ ગ્રહના સ્વામિત્વ વાળી મેષ રાશિ પર આ સૂર્યગ્રહણ અષ્ટમ ભાવે થશે. આ સમય દરમિયાન તમારે પોતાના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. આ સમયે વાહન વગેરે પણ ખુબ સંભાળીને ચલાવવું. મનને સંતુલિત કરવા માટે આ સમયે ધ્યાન ધરવું જોઈએ.વૃષભ રાશિ : આ રાશિમાં સપ્તમ ભાવે સૂર્યગ્રહણ થશે. જેના કારણે તમારા દાંપત્ય જીવન પર પરેશાની થઈ શકે છે. જીવન સાથી સાથે વાતચીત કરવામાં શબ્દો પ્રયોગ કરવામાં અધ્યન રાખવું. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરતા હો તો પાર્ટનરની ગતિવિધિ પર ધ્યાન રાખવું. કોઈ પણ નવા નિર્ણય કરતા પહેલા અનુભવીની સલાહ લેવી.

મિથુન રાશિ : આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ છઠ્ઠા ભાવે થશે, તેથી તમારે કારણ વગર ચિંતા થઈ શકે છે. આ સમય દરમિયાન તમારામાં આત્મવિશ્વાસની કમી થઈ શકે છે. કાનૂની કામ આ સમયે ન કરવું. જો તમે ઋણ લીધું હશે તો લેણદાર આ સમયે તમારી પડે માંગી શકે છે.

કર્ક રાશિ : કર્ક રાશિમાં સૂર્યગ્રહણ પાંચમા ભાવે થશે. જેને કારણે આ જાતકોને શિક્ષા સંબંધી પરેશાની થઈ શકે છે. જે ઉચ્ચ અભ્યાસ કરનાર લોકો માટે આ સમય ખુબ શુભ સાબિત થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

સિંહ રાશિ : સૂર્ય તમારી રાશિનો સ્વામી છે. આ રાશિમાં સૂર્યગ્રહણ ચતુર્થ ભાવે થશે. તેથી તમારા સુખમાં કમી આવી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આ સિવાય વાહન ચલાવતા ધ્યાન રાખવું.કન્યા રાશિ : કન્યા રાશિમાં સૂર્યગ્રહણ ત્રીજા ભાવે થશે. જેને કારણે તમારા સાહસ અને પરાક્રમમાં કમી આવશે. તમે થોડા આળસુ થઈ શકો છો. નાના ભાઈ બહેનો સાથે મન મોટાવ થઈ શકે છે. ગળા કે કણ સંબંધી કોઈ સ્વાસ્થ્ય પરેશાની થઈ શકે છે.

તુલા રાશિ : સૂર્યગ્રહણ દરમિયાન આ રાશિના જાતકો એ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. સામાજિક સ્ટાર પર સમજી વિચારીને કામ કરવું જોઈએ. આ સિવાય ધનને સંબંધી કોઈ લેણદેણ ન કરવી.

વૃશ્ચિક રાશી : તમારે લગ્ન ભાવે સૂર્યગ્રહણ થશે. તેથી તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મનમાં કારણ વગરના વિચારો ન કરવા. તમારા સ્વભાવમાં અનિશ્ચિતા આવી શકે છે. એક વાતને લઈને તમે અલગ અલગ રીએક્શન આપી શકો છો.

ધન રાશિ : આ રાશિમાં દસમાં ભાવે સૂર્યગ્રહણ થશે. તેથી તમારા મનમાં આધ્યાત્મિક વિચાર આવી શકે છે. મોક્ષ પ્રાપ્તિની કામના તમારા મનમાં આવી શકે છે. સ્વાસ્થ્યનું આ સમય દરમિયાન ધ્યાન રાખવું. અત્યાધિક ખર્ચને કારણે માનસિક તણાવ આવી શકે છે.મકર રાશિ : આ રાશિમાં સૂર્યગ્રહણ એકાદશ ભાવે થશે. સરકારી ક્ષેત્રથી આ રાશિના ઘણા જાતકોને ધન લાભ થઈ શકે છે. મોટા ભાઈ બહેન સહયોગ આપશે. આ સમયે તમારા કોઈ નવું કામ શરૂ કરતા પહેલા ધ્યાન રાખવું.

કુંભ રાશિ : આ રાશિમાં દસમાં ભાવે સૂર્યગ્રહણ થશે. જેના કારણે ઘણા જાતકોને પરેશાનીનો સામનો કરવો પડશે. જે લોકો પોતાનો ધંધો કરતા હશે તેને લાભ મળી શકે છે. પિતાની સાથે સંબંધો સામાન્ય રાખવાનો પ્રયાસ કરવો.

મીન રાશિ : આ રાશિમાં સૂર્યગ્રહણ નવમાં ભાવે થશે, તેથી તમારા ધાર્મિક તેમજ આધ્યાત્મિક વાતો જાણવાની ઉત્સુકતા જોવા મળશે. વિદ્યાર્થીઓને ગુરુજનો પાસેથી જરૂરી સલાહ મળી શકે છે. જીવનસાથી સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment