આટલી દિશામાં માથું રાખીને સૂવાથી થાય છે આવા ગંભીર નુકસાન… તમે કઈ દિશામાં માથું રાખીને સુવો છો ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🙇‍♀️ આ દિશામાં મસ્તિષ્ક રાખો ક્યારેય દુઃખી નહિ થાવ…. 🙇‍♀️

🙇‍♀️ આપણે એ વાતને જાણીએ છીએ કે વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ છે . દરેક કાર્યનું વાસ્તુ અનુસાર વાસ્તુશાસ્ત્રમાં તેનું સ્થાન બતાવવામાં આવ્યું છે. આજે આપણે આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ કંઈ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવામાં આવે તો થાય છે અનેક લાભ અને કંઈ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવામાં આવે તો કરવો પડે છે જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો.

🙇‍♀️ મિત્રો ઊંઘ કરવી આપણા જીવનનું એક દૈનિક કાર્ય અને દિનચર્યા છે. દરેક વ્યક્તિ આખો દિવસ મહેનત કર્યા પછી રાત્રે ખુબ જ સુકુનથી સુવા માંગતો હોય છે. પરંતુ ઘણા લોકોને સુતા સમયે કંઈ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ તેની જાણકારી નથી હોતી. રાત્રીના સમયે બરાબર ઊંઘ ન આવવી, ખરાબ સપના આવવા, બેચેની અનુભવવી તેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ બધી સમસ્યા તો જોવા મળે  છે. પરંતુ ખોટી દિશામાં મસ્તિષ્ક અને પગ રાખીને સુવાથી વ્યક્તિના જીવનમાં ઘણી બધી પરેશાની જોવા મળે છે. જેમ કે માનસિક તણાવ, પ્રગતિમાં રૂકાવટ, બીમારીઓનો શરીરમાં પ્રવેશ થવો, દાંપત્યજીવનમાં સુખની કમી, ધનની કમી વગેરે. તો ચાલો જાણીએ કે કંઈ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ.અને થાય છે તેનાથી શું લાભ ?

🙇‍♀️ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વદિશામાં મસ્તિષ્ક રાખીને સુવાનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂર્વદિશામાં મસ્તિષ્કને રાખીને સુવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. આ દિશામાં મસ્તિષ્ક રાખીને દરેક વ્યક્તિ સુવે તો ઊંઘ પણ ખુબ જ સારી આવે છે અને ખરાબ સપનાઓ પણ નથી આવતા.  જેનાથી તમે ઊર્જાવાન અને શક્તિશાળી હોવ તેવું મહેસુસ કરી શકો છો. પૂર્વદિશા દિશાને કુબેરની દિશા પણ માનવામાં આવે છે. આ દિશામાં મસ્તિષ્કને રાખીને સુવામાં આવે તો ભગવાન કુબેરના આશીર્વાદ મળે છે.

જો તમે પોતાનો બિઝનેસ કરતા હોવ અથવા નોકરી કરતા હોવ તો તમારે હંમેશા પૂર્વદિશામાં જ મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ. આ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવાથી મળે છે કરિયરમાં પ્રગતિ. જો તમે વિદ્યાર્થી છો તો તમારે પૂર્વદિશામાં જ મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ. આ દિશમાં મસ્તિષ્ક રાખીને સુવાથી મગજની એકગ્રતા વધે છે અને વિદ્યાક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ મુકામ પ્રાપ્ત થાય છે.

🙇‍♀️ હવે વાત કરીએ પશ્વિમ દિશાની. આ દિશા ઊંઘ માટે લાભદાયક નથી દર્શાવતી. આ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવાથી બરાબર ઊંઘ નથી આવતી. પશ્વિમ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવાથી રોજ નકારાત્મક વિચાર આવ્યા જ રાખે છે. આ દિશામાં મસ્તિષ્ક રાખીને સુતા વ્યક્તિની ઊંઘ હંમેશા અધુરી જ હોય છે. શરીર હંમેશા થાકેલું જ રહે છે અને તેના અંગોમાં પણ અલગ અલગ જગ્યા પર દુઃખાવાનો પ્રશ્ન રહે છે. જો તમારું મસ્તિષ્ક પશ્વિમ દિશામાં રાખેલું હોય તો આપણા પગ પૂર્વ દિશામાં થઇ જાય છે. જો સૂર્યોદય થયા પહેલા આપણા પગ ભગવાન સૂર્યદેવ તરફ હોય તો તેનું ભાગ્ય વ્યક્તિનો સાથ છોડી દે છે. એટલા માટે  પશ્વિમ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવું ન જોઈએ.

🙇‍♀️ હવે આવે છે ઉત્તર દિશા. મિત્રો ઉત્તર દિશામાં પણ મસ્તિષ્ક રાખીને ક્યારેય પણ ન સુવું જોઈએ. ઉત્તર દિશામાં ચુંબકીય ક્ષેત્ર ખુબ જ વધારે હોય છે અને તીવ્ર પણ હોય છે. એટલા માટે આપણા વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશામાં મસ્તિષ્ક રાખીને સુવાની ના કહેવામાં આવી છે. સાથે સાથે એક પ્રમુખ કારણ એ પણ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો તેનું મસ્તિષ્ક ઉત્તર દિશા તરફ રાખીને અગ્નિદાહ દેવામાં આવે છે. એટલા માટે આ સ્થિતિને શ્રેષ્ઠ રાત્રી શયન અવસ્થા નથી માનવામાં આવતી. બીજી અવસ્થા ઉત્તર દિશામાંથી નીકળતું ચુંબકીય આકર્ષણ શરીરમાં થઈને પગ તરફ નીકળી જાય છે. આ દિશામાં મસ્તિષ્ક રાખીને સુતા વ્યક્તિમાં માનસિક તણાવ અને જીવનમાં આર્થિક તંગી જોવા મળે છે.

🙇‍♀️ હવે આપણે છેલ્લી દક્ષીણ દિશાની વાત કરીએ. શાસ્ત્ર મત અનુસાર સારી ઊંઘ માટે દક્ષીણ દિશાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારા કાર્ય પૂર્ણ થતા થતા અટકી જતા હોય તો અને ઘણા સમયથી કાર્યો પૂર્ણ ન થતા હોય તો તમારે દક્ષીણ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ. કાર્ય પૂર્તિની સાથે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. સવારે વ્યક્તિ પ્રસન્નતા સાથે ઉઠે છે. જે લોકોના લગ્ન થઇ ગયા હોય તે લોકોએ  હંમેશા દક્ષીણ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ. આ દિશામાં મસ્તિષ્ક રાખીને જે દંપતિઓ સુતા હોય તેના જીવનમાં હંમેશા મધુરતા બનેલી રહે છે. ઉત્તર દિશામાંથી નીકળતી ઉર્જા પગથી પ્રવેશે છે અને આપણા મસ્તિષ્કમાં જમા થાય છે. જેનાથી વ્યક્તિ કામ કરે ત્યારે વ્યક્તિ ઉર્જાને અનુભવે છે અને એકાગ્રતા સાથે તે કામ કરી શકે છે.

તો મિત્રો જો તમારે પણ આ બધા લાભો ઉઠાવવા હોય તો હંમેશા પૂર્વ અને દક્ષીણ દિશામાં જ મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ.    (૨) હેલ્પ ફૂલ     (૩) ગુડ          (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “આટલી દિશામાં માથું રાખીને સૂવાથી થાય છે આવા ગંભીર નુકસાન… તમે કઈ દિશામાં માથું રાખીને સુવો છો ?”

Leave a Comment