ભગવાન શિવાજી પણ ખુદ કરે છે આ વસ્તુનું ધ્યાન…. જાણો કંઈ છે એ વસ્તુ જેનું ધ્યાન મહાદેવે પણ કરવું પડે છે…..

ભગવાન શિવાજી પણ ખુદ કરે છે આ વસ્તુનું ધ્યાન…. જાણો કંઈ છે એ વસ્તુ જેનું ધ્યાન મહાદેવે પણ કરવું પડે છે…..
મિત્રો ભગવાન શિવજી એટલે કે જેનો કોઈ અંત નથી કે નથી કોઈ આરંભ. ભગવાન શિવજી અર્થાત એવું તત્વ કે જે નિરંતર સમાધિ અવસ્થામાં છે. ભગવાન શિવજી, શંકર, ભોળાનાથ, મહાદેવ, ઉમાપતિ, પર્વતીપતિ, દેવોના દેવ મહાદેવનું આપણે સૌ કોઈ ધ્યાન ધરીએ છીએ, પુજા કરીએ છીએ, જળાભિષેક, દૂધથી અભિષેક કરીએ છીએ. ભગવાન શિવજીનું ધ્યાન, તેનું જપ-તપ, માળા ઈત્યાદી ઘણા ભક્તો કરતા હોય છે. પુજા અર્ચના કરી આપણે ભગવાન શિવજી પાસે દુઃખ નિવારણની કામના તો કરીએ જ છીએ અને ભગવાન શિવજી પણ પોતાની મહિમાથી પોતાના ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે. પરંતુ મિત્રો ક્યારેય એવો પ્રશ્ન થયો કે ભગવાન શિવજી પણ ધ્યાન ધરતા હોય છે, એ કોનું ધ્યાન ધરે છે ? તે કોની પુજા કરે છે ? ખુબ જ ઓછા લોકોને આ વિશે જાણ હશે. કારણ કે આ રહસ્ય લોકો પણ ક્યારેય જાહેર નથી કરતાં જેની પુજા ભગવાન શિવજી કરે છે. ચાલો તો આજે અમે તમને આ અદ્દભુત રહસ્યની વાત કરીશું. જાણો ભગવાન શિવજી કોનું ધરે છે ધ્યાન.  

ભગવાન શિવજી એટલા ભોળા છે કે તમારે તેમને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કે લાંબી ભક્તિ કરવાની જરૂર નથી. એ તો થોડીક ભક્તિમાં જ ખુશ થઈ જાય છે. ભગવાન શિવશંકર શવની રાખ પોતાના પર ચડાવે છે, શમશાનમાં નિવાસ કરે છે, તેમના જીવનમાં વૈરાગ્ય છે, ત્યાગ છે, આથી જ ભગવાન શિવજી પૂજામાં કોઈ શુંગારિક વસ્તુઓનો પ્રયોગ નથી થતો. તે બધી જ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે જેને સામાન્ય રૂપે પસંદ નથી કરવામાં આવતી.

શિવ પુરાણમાં આવતી કથા અનુસાર એવું કહેવામા આવે છે કે ભગવાન શિવજીના પત્ની સતીની સાથે પોતાના સસરા દક્ષરાજાના ઘરે એક યજ્ઞમાં ગયા હતા. દક્ષરાજા દ્રારા આયોજિત આ યજ્ઞમાં ભગવાન શિવજીએ પોતાના સસરા પક્ષમાં કોઈને પણ પ્રણામ ન કર્યા. આ વાત દક્ષરાજાને પસંદ ન આવી. દક્ષરાજાને ભગવાન શિવજી પર ગુસ્સો આવ્યો, આથી યજ્ઞના અંતમાં દક્ષરાજાએ ભગવાન શિવજીને બોલાવ્યા અને કહ્યું કે, ‘તમે ભગવાન છો, એ માન્યું પણ એક જમાઈના સંબંધથી મને પ્રણામ કરી શકો છો.’ પણ વાત ખુબ આગળ વધી ત્યારે દક્ષરાજાએ ભગવાન શિવજીને શ્રાપ આપ્યો કે તમને ક્યારેય કોઈ કોઈપણ યજ્ઞમાં સમાવિષ્ટ નહીં કરે. ત્યારે ભગવાન શિવજીએ ખુબ જ પ્રેમથી આ શ્રાપને સ્વીકારી લીધો.

ભગવાન શિવજીને આ શ્રાપ મળવાથી નંદીને ક્રોધ આવ્યો અને તેને દક્ષરાજાને શ્રાપ આપી દીધો કે તમારું બકરા જેવુ શરીર થઈ જાય અને આખી જિંદગી કામી-અભિમાની બનીને રહો. આ સિવાય નંદીએ યજ્ઞમાં આવેલ બ્રાહ્મણને પણ શ્રાપ આપ્યો. એ સમયે બ્રાહ્મણને શ્રાપ મળવાથી ક્રોધિત થયેલ ભૃગુ ઋષિએ પણ ભગવાન શિવજીને શ્રાપ આપ્યો કે તમારા ભક્તો ધર્મ-કર્મ અને શાસ્ત્રોથી અલગ આચરણ કરશે અને તેઓ જટા ધારણ કરશે , ઉપરાંત તેઓ ભસ્મનો શૃંગાર પણ કરશે.

આ સમયે ભગવાન શિવજીએ બંને શ્રાપ સ્વીકારી લીધા. પરંતુ બીજો શ્રાપ ખુબ જ અઘરો હતો. તેમાં ભગવાન શિવજીએ ખૂબ તપસ્યા કરવાની હતી, રહેવા માટે શમશાનમાં જવું પડે, માથા પર જટા ધારણ કરવાની હતી, તેમજ ભસ્મને શરીર પર લગાવવાની હતી. આવી કઠિન સ્થિતિ થવાથી ભગવાન શિવજીએ પોતાના ભક્તોને ‘અઘોરી’ એવું નામ આપ્યું. અને તેમને વરદાન આપ્યું કે અઘોરી લોકો ત્યાં સુધી ધરતી પર રહેશે જ્યાં સુધી ધરતી પર પ્રલય ન આવે. આ અઘોરી લોકો ખુબ જ શક્તિશાળી હશે. ઉપરાંત અઘોરીની તપસ્યા દેવતાઓને બરાબર હશે. આમ ભગવાન શિવજી પણ આ અઘોરી લોકોનું ધ્યાન ધરે છે. ભગવાન શિવજી અઘોરી લોકોનું ધ્યાન એટલા માટે ધરે છે કારણ કે આ લોકો ખૂબ જ ખતરનાક હોય છે, તેનો ગુસ્સો ઘાતક છે. આમ સંસારના કલ્યાણ માટે ભગવાન શિવજી અઘોરી લોકોની પુજા કરે છે.

મિત્રો ભગવાન શિવજી ૐ ધ્યાન પણ ધરે છે. કેમ કે કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડમાં કંઈ ન હતું ત્યારે માત્ર ૐ નાદ હતો. એટલા માટે ભગવાન ૐનું પણ સ્મરણ કરતા હોય છે. અને નાસાના વિજ્ઞાનિકોએ પણ માન્યું છે કે બ્રહ્માંડમાંથી કોઈ ઓમ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે. આ ઓમ ધ્વની ક્યાંથી આવે છે તે હજુ સુધી શોધાયું નથી. જાણે બ્રમ્હાડ માં કોઈ ધ્યાન કરી રહ્યું હોય તેમ અવિરત આ ધ્વની સંભળાતો રહે છે.

તમે યોગ કે ધ્યાન કરો છો? રોજ કેટલો સમય યોગ કે ધ્યાન કરો છો તે કોમેન્ટમાં લખો..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment