આ છે ભારતના બીજા નરેન્દ્ર મોદી…… તેને કર્યુ છે આવું કામ, જાણીને તમે પણ કહેશો એને બીજા મોદી.

આ છે ભારતના બીજા નરેન્દ્ર મોદી…… તેને કર્યુ છે આવું કામ, જાણીને તમે પણ કહેશો એને બીજા મોદી.

મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આખા વિશ્વમાં બધા જ લોકો ઓળખતા થયા છે. જે ભારત અને ગુજરાત માટે એક ગર્વની વાત છે. પરંતુ આજે અમે એક એવા પુરુષ વિશે જણાવશું જેને ભારતના બીજા નરેન્દ્ર મોદી માનવામાં આવે છે. કેમ કે આજે આપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી તેની સરળતા અને સામાન્ય જીવનશૈલીના કારણે ખુબ જ ફેમસ છે. આ બાબતમાં નરેન્દ્ર મોદી દરેક વ્યક્તિ માટે એક આદર્શ બની જાય છે.

તો મિત્રો આજે અમે જે વ્યક્તિ વિશે તમને જણાવશું તેનું વ્યક્તિ પણ નરેન્દ્ર મોદીથી કંઈ ઓછું નથી. તે વ્યક્તિ પોતાની સાદગી અને સામાન્ય જીવનશૈલીથી ઓળખાય છે. લોકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે ભારતના બીજા નરેન્દ્ર મોદી જો કોઈ હોય તો આ વ્યક્તિ છે. તે તેમના વ્યવહાર અને સામાન્ય માણસો અને ગરીબ લોકોની સાથે જીવન પસાર કરે છે. ઘણી વાર તો તે વિધાયક પણ બની ગયા છે. પરંતુ હજુ તેવો કોઈ પણ જગ્યાએ જાય તો સાઈકલ લઈને જાય છે. તો ચાલો જાણીએ ભારતના બીજા નરેન્દ્ર મોદી કહેવાતા વ્યક્તિ વિશે.

બીજા મોદી તરીકે ઓળખાતા વ્યક્તિનું નામ છે પ્રતાપ ચંદ્ર સારંગી. પ્રતાપચંદ્ર એક નિર્ધન પરિવારથી છે. તેમનો જન્મ નીલગીરીના ગોપીનાથપુરમાં થયો હતો. હાલમાં જ તેમણે બાલાસોર લોકસભા સીટમાં ઓડીસાથી રવીન્દ્ર કુમાર જેનાને, જે બીજુ જનતા દળથ હતા તેને લગભગ 13000 મતથી હરાવ્યા છે. તેની પાસે ન ધન હતું કે ન તો શોહરત હતી. પરંતુ આજે તે પોતાના વ્યક્તિત્વના કારણે ખુબ જ આગળ છે.

પ્રતાપચંદ્રનો જન્મ 4 જાન્યુઆરી 1955 માં થયો હતો. તેમણે ત્યાની સ્થાનીય કોલેજ ફકીર મોહન કોલેજમાં જ પૂતાનું ગ્રેજ્યુએશન કર્યું અને ડીગ્રી મેળવી હતી. પ્રતાપ સારંગી બાળપણથી ખુબ જ આધ્યાત્મિક વિચારો ધરાવતા હતા અને પોતાનું જીવન પણ આધ્યાત્મિક રૂપે જીવતા હતા. તે રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા ઈચ્છતા હતા. જેમ નરેન્દ્ર મોદી પણ એક સમયે સંન્યાસ લેવા ઈચ્છતા હતા. તે સાધુ બનવા માટે વારંવાર તે મઠમાં પણ જતા હતા. પરંતુ જ્યારે મઠના લોકોને અને ત્યાંના મહંતને ખબર પડી કે પ્રતાપ સારંગીની માતા વિધવા છે. તો મઠના લોકોએ પ્રતાપ સારંગીને માતાની સેવા કરવાનો સુજાવ આપ્યો.

ત્યાર બાદ તેમણે સાધુ બનાવાનો વિકલ્પ છોડી દીધો અને માતાની ખુબ જ સેવા કરી. પરંતુ ત્યાર બાદ હમણાં જ તેની માતાનું ગયા વર્ષે નિધન થયું.  પરંતુ મિત્રો ખુબ જ સરળ, સાધારણ વ્યક્તિત્વને ત્યાંના લોકો દ્વારા ઓડીસાના નરેન્દ્ર મોદી પણ કહે છે. તેમણે જનજાતિના બાળકો માટે એટલે કે પછાત વર્ગના બાળકો માટે ઘણી બધી સ્કૂલો પણ ખોલી છે. જેમાં બાળકો ભણી શકે અને પોતાના કરિયરને બનાવી શકે. તે સ્કુલમાં શિક્ષણ પણ ફ્રીમાં જ મળે છે.

પ્રતાપ સારંગી લગાતાર એક સંન્યાસીના જીવન જેવું અવિરત જીવન જીવી રહ્યા છે. પરંતુ તેની પાસે ધનની ખુબ જ કમી છે, પરંતુ ત્યાંના લોકો દ્વારા પ્રતાપ સારંગીનું ખુબ જ મહત્વ રહ્યું છે. જેના કારણે લોકો દ્વારા હંમેશા આર્થિક રીતે સમર્થન મળતું રહે છે. તેમનો એક ગુણ ખુબ જ વખણાય છે આજના સમયમાં લોકો વાહનો પર મુસાફરી કર્તા થયા છે. પરંતુ આજે પણ પ્રતાપ સારંગી પોતાની મુસાફરી માટે સાઇકલનો જ ઉપયોગ કરે છે.

પ્રતાપ સારંગી ઘણી વાર વિધાયક રહી ચુક્યા છે અને હાલમાં લોકસભાની ચુંટણીમાં તેમણે જીત મેળવી અને ભારતની શોભા વધારી એવું કહેવામાં આવે છે. હાલમાં ત્યાંના લોકો દ્વારા આવતા સમયના ઓડીસાના મુખ્યમંત્રી પણ માનવા લાગ્યા છે. ત્યાંના લોકોમાં આજે આ વ્યક્તિ ખુબ જ ચહિતા છે.

મિત્રો એટલા માટે આજ આ દેશને આવા નિખાલસ અને નિઃસ્વાર્થ નેતાઓની જરૂર છે. કેમ કે બાકી બધાને તો પોતાના ખિસ્સા ભરવામાં જ લીન હોય છે. પરંતુ આજે પણ આ દેશમાં અમુક લોકો એક મિસાલ બની જતા હોય છે. અને એટલા માટે જ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

તો મિત્રો તમારું શું કહેવું છે કારમાં ફરતા ધારાસભ્ય વધારે લોકોની પરિસ્થિતિ સમજી શકે કે પછી પ્રતાપ સારંગી જેવા લોકો, જે માત્ર જનતાની વચ્ચે જ પોતાના જીવનને જીવી રહ્યા છે. તો મિત્રો કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment