Google પર ભૂલથી પણ Search ન કરો આ 5 વસ્તુ, નહિ તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ ! મોટા ભાગના લોકો બની ચુક્યા છે આનો ભોગ..

મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો મોટાભાગની વસ્તુઓને લોકો ગુગલ પર સર્ચ કરતા હોય છે. જેમ કે કોઈ વસ્તુની ખરીદી કરવી, વેચાણ કરવું, કોઈ નામનો અર્થ જાણવો વગેરે. પણ ઘણી વખત તમારી આ આદત તમને મોંઘી પડી શકે છે. આથી કોઈ પણ અજાણી લીંક પર ક્લિક ન કરતા તેની પુરતી તપાસ કરી લેવી જરૂરી છે. નહિ તો તમે મુશ્કેલીમાં પડી શકો છો.

આજે ગૂગલ આપણી જિંદગીનો  એક ભાગ બની ગયો છે. આપણે  દરેક જાણકારી માટે બધી રીતે ગૂગલના સર્ચ એન્જીન પર આધારિત છીએ. કશું પણ જાણવું હોય તો મગજમાં પહેલા ગૂગલ આવે છે. પરંતુ કેટલીક વાર આપણે ગૂગલ સર્ચ દ્વારા કશું એવું સર્ચ કરીએ છીએ કે જેને લીધે આપણે નુકશાન ભોગવવું પડે છે. તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુ વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જેને તમે ભૂલથી પણ તમે ગૂગલ પર આ સર્ચ નહિ કરો. નહિ તો મુશ્કેલીમાં મુકાય જશો. તો આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જેને તમારે ગૂગલ પર સર્ચ કરતા સમયે ધ્યાનમાં રાખવી જોઈએ.  ચાલો તો જાણીએ કંઈ છે એ વસ્તુ.કસ્ટમર કેરનો નંબર : ગૂગલ સર્ચમાં જઈને કોઈ પણ કસ્ટમર કેરનો નંબર સર્ચ ન કરો. કોઈ પણ કંપનીનો કસ્ટમર કેર નંબર ગૂગલ પર સર્ચ કરવાથી દૂર રહેવું જોઈએ. વધારે લોકો કોઈ પણ સર્વિસ માટે કસ્ટમર કેર નંબર ગૂગલ પર શોધે છે. સાઇબર ગુનેગાર લોકોની આ આદતનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. અને નકલી કંપની બનાવીને ખોટો કસ્ટમર નંબરનો ઉપયોગ કરીને તમારી પાસે તમારી પર્સનલ જાણકારી મેળવે છે અને તમારી બેંક એકાઉન્ટની જાણકારી મેળવીને તેનો ફાયદો ઉઠાવી શકે છે.

બેંક વેબસાઈટ : આજના સમયમાં ઓનલાઈન બેંકનું ચલણ છે અને તેની માટે આપણે ગૂગલનો સહારો લઈ છીએ. જો તમે ગૂગલ સર્ચમાં જઈને બેંકની  વેબસાઈટ સર્ચ કરો છો તો સાવધાની રાખવી. એવું કરવું તમારા માટે કોઈ આફતથી ઓછું નથી. સાઇબર ક્રિમિનલ બેંકની ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છે. અને બેન્કની ઓફિશિયલ વેબસાઈટમાં મળતું યૂઆરએલ પણ હોય છે. એવામાં યુઝર મુજાઈને હેકર્સની જાળમાં ફસાઈ જાય છે. અને પોતાનું નુકશાન કરી લે છે. ઓનલાઈન બેંકિંગની સુવિધા લેવા માટે બેંકની વેબસાઈટની યૂઆરએલ ટાઈપ કરીને જાવો.એપ્સ, ફાઈલ અને સોફ્ટવેર : જો તમે તમારા ફોનમાં કોઈ એપ્સ અથવા સોફ્ટવેર જોઈએ તો હંમેશા પ્લે સ્ટોરથી જ ડાઉનલોડ કરવું જોઈએ. જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો આ એપ્સને ગૂગલ પર ડાઉનલોડ કરે છે. જે પ્લે સ્ટોર પર નથી મળતું. આપણે કોઈ પણ ફાઈલ અને સોફ્ટવેર અથવા પછી એપ્સ ડાઉનલોડ કરવા માટે ક્યારેક ગૂગલ સર્ચનો સહારો લઈએ છીએ. આવું કરવાથી ખુબ નુકશાન થઈ શકે છે. કોઈ પણ ખોટી લિંકને ઓપન કરવાથી આપણા કોમ્પ્યુટર અથવા લેપટોપને નુકશાનકારક વાયરસ અથવા મેલવેયર આવી શકે છે. આ વાયરસ આપણી પર્સનલ જાણકારી કલેક્ટ કરવા સિવાય પીસીની ફાઈલને પ્રભાવિત કરી શકે છે.

નિવેશ અને પૈસા કમાવાની રીત : દરેક  માણસ સારી લાઇફસ્ટાઇલ માટે પૈસા કમાવા માગે છે. એના માટે કેટલાક લોકો ગૂગલ પર સર્ચ કરે છે. ગૂગલ સર્ચમાં જઈને ક્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ અને પૈસા કમાવાની રીત વિશે સર્ચ ન કરો. હેકર્સ એવા લોકોને સૌથી પહેલા ટાર્ગેટ કરે છે. જે પૈસા કમાવા માગે છે. એની માટે તે નકલી કંપની અને વેબસાઈટ બનાવી તમને જાળમાં ફસાવી શકે છે.ગૂગલ પર મેડિકલ સલાહથી બચવું : કેટલાક લોકો પોતાની બીમારીનો ઈલાજ અને દવા પણ ગૂગલ પર સર્ચ કરે છે. જરૂરી નથી કે ગૂગલ પર બતાવવામાં આવેલ ઈલાજ અને દવા તમારા માટે સારી રીતે કામ કરે. ગૂગલ સર્ચમાં કોઈ પણ બીમારી અને દવા સર્ચ ન કરો. એવું કરવાથી તમે ખોટી દવા વિશે જાણકારી લઈ શકો છો અને એનું સેવન કરી શકો છો. જે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment