આ 8 સરકારી યોજનામાં રોકો તમારા પૈસા, એક પણ રૂપિયો ખોટો નહિ થાય અને મળશે ડબલ ફાયદો. જાણો પૈસા રોકવાની બેસ્ટ સ્કીમો…

મિત્રો દરેક લોકો કોઈને કોઈ સારી યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. પણ પહેલો સવાલ એ આવે છે કે કઈ યોજનામાં રોકાણ કરવાથી વધુ લાભ મેળવી શકાય છે. આથી એવુ રોકાણ કરવાનો શો ફાયદો કે જેમાં રિટર્ન ટેક્સના રૂપમાં ચાલ્યું જાય. તો આવો આ 8 સરકારી યોજના વિશે જાણીએ, જેમાં રોકાણ માત્ર કરમુક્ત તો છે જ સાથે જોખમમુક્ત પણ છે, તમને આ યોજનામાં ગેરેંટી સાથે તમારા રોકાણ પર સારું વળતર મળે છે.

લગભગ દરેક લોકો એવી સ્કીમની શોધમાં રહે છે કે, જેમાં વળતર વધારે મળતું હોય અને ટેક્સ પણ ફ્રી હોય. તમે પણ આવું વિચારી રહ્યા છો અથવા આવું જ ચાહો છો, તો તમારે પણ આ સરકારી યોજના તરફ વળવું જોઇ. અને આ યોજના નિશ્ચિત પણે સારું રિટર્ન આપે છે અને આ સાથે કોઈપણ રિસ્ક પણ નથી એટલે કે જોખમ પણ નથી. તેથી આ સ્કીમ પર તમે પૈસા લગાવો છો, તો તમને જરૂરથી લાભ થશે જ.

1) સરકારી સિક્યોરિટીસ એક સારો વિકલ્પ છે : સરકારી પ્રતિભૂમિકા એટલે કે સરકારી સિક્યોરિટીસ એ એક સુરક્ષિત રોકાણ હોય છે. રિટેલ રોકાણ ટ્રેજરી બિલ (ટી-બિલ) અને સરકારી ડેટ્સ બોંટ્સમાં નિર્વેશ (રોકાણ) કરી શકે છે. તેમની પરિપક્વતા અવધિ 91 દિવસથી 40 દિવસ સુધીની હોય છે. તમે તમારા વર્તમાન ડિમેટ ખાતામાં સરકારી જામીન ગીરીઓને જ રાખી શકો છો અને આના પર મેળવેલા વ્યાજ પર કોઈપણ ટીડીએસ પણ કાપવામાં આવતો નથી.

2) સોવરેન ગોલ્ડ બોન્ડમાંથી સસ્તું સોનું મળશે : ભારતીય રિજર્વ બેન્ક દ્વારા ભારત સરકાર તરફથી સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કરવામાં આવી છે. રિજર્વ બેન્ક તરફથી ગ્રામની ગણતરીમાં ગોલ્ડ બોન્ડ જાહેર કર્યા છે. તેથી રોકાણકારો આમાં રોકાણ કરી શકે છે અને પાકતી મુદત પછી તેને રિડિમ કરી શકે છે. આ વાતની તમે ખાસ નોંધ કરો કે ગોલ્ડ બોન્ડ પર કોઈ મેકિંગ ચાર્જ નથી અને કોઈપણ શુધ્ધતા ચાર્જ પણ નથી. આ બોન્ડને તમે ડિમેટ ખાતામાં રાખી શકો છો અને સાથે જ ડીટીએસ પણ કાપવામાં આવતો નથી.

3) અટલ પેંશન યોજના ખુબજ કામની યોજના છે : આ અટલ પેંશન યોજનામાં તમે ઓછી રાશિ જમા કરાવીને, વધુ પેંશન મેળવી શકો છો. જો તમારી અકાળે મૃત્યુ થાય છે, તો તમારા પરિવાર વાળાને ફાયદો મળી શકે છે. આ અટલ પેંશન યોજનાનો લાભ લેવા માટે, તમારી ઉમર લગભગ 18 થી 40 વર્ષની હોવી જોઇ. આ યોજનામાં તમારે ખુબજ ઓછું પ્રીમિયમ દેવાનું હોય છે. જો તમે 18 વર્ષના છો, અને દર મહિને 1000 રૂપિયાનું પેંશન લેવા માંગો છો, તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયા જ જમા કરાવવા પડશે. જો તમારે 5000 રૂપિયા પેંશન જોવે છે, તો તમારે દર મહિને 210 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. આ રાશી ઉમરની સાથે વધતી જશે. તમને આમાં રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કરમુક્તિ પણ મળે છે.

4) નેશનલ પેંશન સ્કીમમાં પણ તમે પૈસા લગાવી શકો છો : રાષ્ટ્રીય પેંશન યોજનાનુ નિયમન પેંશન ફંડ રેગ્યુરેટરી એન્ડ ડેવલપમેંટ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. તમારે 60 વર્ષ સુધીની ઉમર સુધી આ યોજનાનુ રોકાણ કરવું પડશે. આ પછી તમે દર વર્ષે જમા કરાવેલ રકમમાંથી 40 ટકામાંથી જીવનવિમા કંપની પાસેથી રકમ મેળવી શકો છો, જ્યારે બાકીના ભાગને નીકાળી શકો છો. એનપીએસ મુજબ, તમે રોકાણ કરેલ રકમ પર કોઈપણ ટેક્સ લાગતો નથી. પરંતુ આમાંથી તમને વાર્ષિકી મળે છે તેનો જરૂરથી ટેક્સ લાગે છે.

5) સુકન્યા સમૃધ્ધિ યોજના દ્વારા પુત્રીનું ભવિષ્ય સુધરશે : પુત્રીનું ભવિષ્ય સારું થાય માટે સરકારે 2015માં સુકન્યા સરકારી યોજનાની અપીલ કરી હતી. આ યોજનાની અંદર 10 વર્ષથી નાની કન્યાનું ખાતું ખોલવામાં આવે છે. જે કોઈપણ બેન્ક અથવા પોસ્ટઓફિસમાં ખુલ્લી શકે છે. જો કે સ્કીમ મુજબ બે જ કન્યાનું ખાતું ખુલ્લી શકે છે. પરંતુ ઘણા સ્થાને 3 કન્યાનું પણ ખાતું ખુલ્લી શકે છે. આ યોજનામાં મિનિમમ 250 રૂપિયાથી ખાતું ખોલી શકાય છે. અને નાણાકીય વર્ષમાં મિનિમમ ડિપોઝીટ રૂપિયા 250 અને વધારે 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે.

6) પ્રધાનમંત્રી વય વંદના યોજનાના લાભ પણ જાણો : પીએમવીવીઆઇ (Pradhan Mantri Vay Vandana Scheme) નું જીવનવીમાં નિગમ (LIC) મારફતે અમલમાં મુકાયેલ છે. આમાં નાગરિક માટે એક સ્કીમ છે, જેના રહેતા માસિક પેંશન મળે છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને 10 વર્ષ માટે નિશ્ચિત દરે પેંશન મળે છે. મોદી સરકારની આ યોજના ભારતીય જીવનવિમા નિગમ દ્વારા મેળવી શકાય છે. તેમાં વાર્ષિક 7.40 ટકા દરે તમને વ્યાજ મળે છે. અને આજ મોટું કારણ છે કે અત્યાર સુધી લગભગ 6.28 લાખ લોકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. આ સ્કીમ માત્ર વરિષ્ઠ લોકો માટે જ છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉમર 60 વર્ષની હોવી જોઇ. હા આ સ્કીમમાં એ જરૂરી છે કે તમે વધારેમાં વધારે 15 લાખ રૂપિયાનું જ રોકાણ કરી શકો છો. આમાં રોકાણ કરવાવાળાને ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધારેમાં વધારે 9,250 રૂપિયાની જ પેંશન મળે છે.

7) પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાથી પણ લાભ થશે : પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજના એક ટર્મ ઇન્શ્યોરન્શ પ્લાન છે. આ રોકાણ પછી જો વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે, તો તેના પરિવારવાળા લોકોને 2 લાખ રૂપિયા મળે છે. આ યોજના મોદી સરકારે 9 મે 2015માં શરૂ કરી હતી. જો તમે ચાહો તો, તમે આમાં પૈસા લગાવીને, ટેક્સને લઈ શકો છો અને સાથે જ તમે તમારા પરિવારની પણ સંભાળ રાખી શકો છો.

8) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં પણ પૈસા લગાવી શકો છો : નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે એનએસસી એક એવો ટૂલ છે કે, જેમાં તમે રોકાણ કરીને પૈસાને વધારી શકો છો અને સાથે જ તમને ટેક્સમાં પણ લાભ થાય છે. સરકાર તરફથી એનએસસીમાં રોકાણ કરવાથી વ્યાજ પણ સારું મળે છે. આની સૌથી સારી વાત એ છે કે, આ સરકારી સ્કીમ છે, તેથી આમાં કરેલ રોકાણ સુરક્ષિત હોય છે.

આમાં રોકાણ કરવા માટે કોઈપણ પોસ્ટઓફિસમાં જઈને રોકાણ કરી શકો છો. આનો મેચ્યુરિટી સમય 5 વર્ષનો હોય છે અને આમાં રોકાણ કરવા પર 80 ટકાની ગણતરીએ 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ મળી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment