રસોઈની આ 10 સમસ્યાનું નિવારણ થઈ જશે ચપટી વગાડતા જ, ઉમેરીદો એમાં આ એક વસ્તુ.. જાણીલો આ સરળ ટિપ્સ

મિત્રો ઘણી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ કે આપણે બહાર કોઈ ચીજ કે વસ્તુને ખાતા હોઈએ તો તેનો સ્વાદ કંઈક અલગ આવતો હોય છે. પરંતુ જો તેને ઘરે જ બનાવવામાં આવે તો આપણાથી એવું ખાવાનું બનતું નથી હોતું. આવું ગૃહિણીઓ સાથે ઘણી વાર બનતું હોય છે. કેમ કે લગભગ ઘરોમાં ગૃહિણીઓ નવી નવી વસ્તુઓ ટ્રાય કરતી હોય છે. પરંતુ બજારમાં મળતી વસ્તુઓ જેવું બનતું નથી. તો આજે અમે તમને અમુક એવી ટીપ્સ જણાવશું જેના ઉપયોગથી તમે અમુક રોજીંદા ખાવાની વસ્તુમાં કંઈક અલગ જ ફેરફાર મેળવશો. તો ચાલો જાણીએ તેના વિશે.

મિત્રો આપણે ત્યાં લગભગ બધા જ ઘરોમાં રોજ રોટલી બનતી હોય છે. તો તેવામાં ઘણા ઘરોમાં રોટલી જાડી બનતી હોય છે. પરંતુ જો રોટલીને સ્વાદિષ્ટ અને પાતળી બનાવવી હોય તો આ પદ્ધતિ અપનાવવી જોઈએ. જ્યારે તમે રોટલીનો લોટ બાંધો એ સમયે તેમાં બે ચમચી દૂધ, મલાઈ અથવા ધી નાખવું જોઈએ. તેનાથી રોટલી સોફ્ટ અને પાતળી બનશે.

->. મિત્રો ઘણા લોકોને ભીંડાનું શાક ખુબ જ પસંદ હોય છે. પરંતુ જ્યારે મહિલાઓ ભીંડાનું શાક બનાવતી હોય છે ત્યારે શાકમાં ચિકાસ રહી જતી હોય છે. પરંતુ તેમાં જો એક ચમચી દહીં નાખવામાં આવે તો, ભીંડાના શાકની ચિકાસ ઓછી થઇ જાય છે અને શાક પણ સ્વાદિષ્ટ બની જાય છે.

->. લગભગ આપણે જોઈએ છીએ કે કોઈ પણ શાકભાજી હોય તેનું શાક બનાવવામાં આવે ત્યાર બાદ શાકભાજીનો રંગ બદલી જતો હોય છે. પરંતુ આજે અમે તમને જણાવશું ફુલાવરના શક વિશે. ફુલાવરના શાકમાં જો બનતા સમયે બે ચમચી દુધની તેમાં ઉમેરી દેવામાં આવે તો શાક ચડી ગયા બાદ પણ ફુલાવર સફેદ રહે છે.

->. મિત્રો આપણે લગભગ ઘરોમાં પૂરીનો લોટ પાણીથી બાંધવામાં આવતો હોય છે. પરંતુ તેના બદલે જો વધારે પૂરીને સ્વાદિષ્ટ અને મજેદાર બનાવવી હોય તો પુરીના લોટને દહીંથી બાંધવો જોઈએ. તેનાથી પૂરી ખુબ જ પોચી થશે અને સસ્વાદિષ્ટ પણ બનશે.

->. ત્યાર બાદ છે ગળ્યા ચક્કરપારા. ગળ્યા ચક્કરપારા સ્વાદમાં ખુબ જ મજેદાર હોય છે તેમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર આપણને લાગે નહિ. પરંતુ ગળ્યા ચક્કરપારા બનાવતી વખતે જો તેમાં મેંદામાં થોડું મીઠું મિક્સ કરવામાં આવે તો ગળ્યા ચક્કરપારા ખુબ જ વધારે સ્વાદિષ્ટ બને છે.

->.. લગભગ બિસ્કીટ બધાને ખાવા પસંદ હોય છે. પરંતુ કોઈ પણ બિસ્કીટને વધારે મજેદાર બનાવવા હોય તો પણ બને છે. કોઈ પણ બિસ્કીટ હોય તેના પર દૂધ લગાવી દો, ત્યાર બાદ તેને ધીમા તાપ પર ઓવનમાં મૂકી દો. થોડી વાર બાદ બહાર કાઢીને ખાશો તો તાજા બિસ્કીટ જેવો અહેસાસ થશે અને સાથે સાથે કડક અને કરકરા પણ બની જશે.

->.વેફર. વેફર બનાવતા સમયે ઘણી વાર એવું બને કે તળવા સમયે વેફર ચોંટી જતી હોય છે. પરંતુ જો વેફરને તળતા પહેલા તેની કતરી પર પાણીનો છંટકાવ કરવામાં આવે અને પછી તળવામાં આવે તો વેફર છૂટી છૂટી રહે છે. ->. દાળ ઢોકળી બનવતા સમયે દાળમાં ઘણી વાર ઢોકળી ચોંટી જતી હોય છે. પરંતુ જો ઢોકળીને અડધી કાચી અને અડધી પાકી એ રીતે શેકવામાં આવે અને પછી તેને દાળમાં નાખવામાં આવે તો એ ચોંટતી નથી.

->. મિત્રો પાણીપુરી લગભગ લોકોને ખુબ જ પસંદ હોય છે. પરંતુ તેની પૂરી ઘર પર બનાવવામાં આવે તો આપણાથી એ ફૂલતી નથી. તો તેના માટે આપણે જ્યારે પાણીપુરીની પૂરી બનાવવા માટેનો લોટ બાંધીએ ત્યારે ઝીણા રવા સાથે પીવાની સાદી સોડાનો ઉપયોગ કરવો જોઈએ. પાણીપુરીનો લોટ પાણીની જગ્યાએ સોડાથી બાંધવામાં આવે તો પૂરી ફૂલે છે.

તો મિત્રો આ હતી સામાન્ય ટીપ્સ, પરંતુ રસોઈમાં નાનો બદલવા પણ રસોઈને ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકે છે. આવી બીજી ટિપ્સ મેળવવા કોમેન્ટ કરો part 2.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈ કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment