શું તમે પણ ધનવાન બનવાની ઈચ્છા ધરાવો છો….. તો માત્ર નાની એવી આ પાંચ બાબત કેળવી લો…

શું તમે પણ ધનવાન બનવાની ઈચ્છા ધરાવો છો….. તો માત્ર નાની એવી આ પાંચ બાબત કેળવી લો…

લગભગ લોકોની એક ઈચ્છા ધનવાન બનવાની હોય જ છે. પરંતુ દરેક લોકો ધનવાન નથી બની શકતા. અમુક લોકો ખુબ જ ધનવાન બની જાય છે અને દેશના સૌથી ધની લોકોના લીસ્ટમાં તેમનું નામ બનાવી જાય છે. જ્યારે અમુક લોકો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ તેઓને તેમની ઈચ્છા અનુસાર ધન પ્રાપ્તિ નથી થતી. તો મિત્રો આજે અમે તમને જણાવશું ધનવાન કંઈ રીતે બની શકાય અને જો તમે પણ આ પાંચ બાબતો તમારામાં કેળવશો તો તમને ધનવાન બનતા કોઈ નહિ અટકાવી શકે અને એક દિવસ તમારી ગણતરી પણ સૌથી ધનવાન લોકોમાં થવા લાગશે.

તો ચાલો જાણીએ સફળતા મેળવવા અને ધનવાન બનવા માટેનાં ખાસ જરૂરી એ પાંચ નિયમો. આ વાત નેપોલિયન હિલ દ્વારા કહેવાયેલી છે અને તેમણે ઘણા સફળ અને ધનવાન લોકોની જિંદગીનો અભ્યાસ કરીને આ અમુલ્ય વાતો જણાવી છે. જેનું અનુસરણ કરીને તમને સમાજમાં ધન, માન સમ્માન મેળવી શકો છો. તો આ સોના જેવી કિંમતી પાંચ વાતો અવશ્ય વાંચો.

સૌથી પહેલી બાબત છે પ્રબળ ઈચ્છા. જો મીત્રો તમારામાં ધનવાન બનવાની પ્રબળ ઈચ્છા હોવી ખુબ જરૂરી અને આવશ્યક છે. એવી ઈચ્છા કે જે તમારા દિલ અને દિમાગમાં અસ્થાયી રૂપે કાયમને માટે હોય. નાની મોટી મુશ્કેલી આવતા ઈચ્છા બદલી નથી નાખવાની, પરંતુ તેને કાયમ જ રાખવાની છે. કોઈ પણ વસ્તુ ચાહવાથી નથી મળી. તેને પામવાની પ્રબળ ઈચ્છા આપણા હોવી પણ ખુબ જ જરૂરી છે. માટે તમારે ધનવાન બનવા માટેની પ્રબળ ઈચ્છા રાખીને તેની પાછળ દીવાના થઇ જવાનું છે. જે તમને એક દિવસ અવશ્ય સફળ બનાવશે અને પૈસાદાર પણ બનાવશે.

બીજું છે પોતાના પર આસ્થા અને  વિશ્વાસ રાખવો. તમે તમારી ઈચ્છાને જેટલી પ્રબળ બનાવશો એટલો તમને તમારી જાત પર વિશ્વાસ આવવા લાગશે. તમે જેટલો તમારી જાત પર વિશ્વાસ અને ભરોસો રાખશો એટલું તમે મેળવી શકશો. કારણ કે જ્યારે તમારી ઈચ્છા પ્રબળ હોય અને તમારી જાત પર વિશ્વાસ હોય તો બ્રહ્માંડની બધી જ શક્તિઓ તે વસ્તુને તમારી તરફ આકર્ષિત કરવા લાગશે. તમે તમારા સપનાઓ પ્રત્યે જેવું વિચારશો બ્રહ્માંડની શક્તિઓ તેને હકીકતમાં પરિવર્તિત કરશે પરંતુ પોતાના પર વિશ્વાસ હોવો ખુબ જ જરૂરી છે. માટે પોતાના પર વિશ્વાસ રાખવો કે તમે કરી શકો છો અને તેના પ્રત્યે સકારાત્મક વિચારો રાખવા જોઈએ. જે તમને દરેક કાર્યમાં સફળ બનાવશે અને ધનિક બનવા તરફ આગળ વધશો.

ત્રીજું છે લગન. જો તમારું સપનું પૈસા કમાવવાનું છે તો તમારા પર તેની લગન સવાર હોવી જોઈએ. હર હંમેશ કંઈકને કંઈક કરીને તેને પ્રાપ્ત કરવાની લગન તમારામાં હોવી ખુબ જરૂરી છે. જો તમારું મગજ પોતાની લગનથી પૈસાને આકર્ષિત કરવા માટે તૈયાર હોવ તો જે રીતે પાણી સમુદ્ર તરફ ખેંચાઈ છે તે જ રીતે ધન પણ ખેંચાઈને તમારી પાસે આવશે. ભલે તમને તમારા પ્રયત્નોમાં અસફળતા મળે તેમ છતાં પણ તમારે તમારા પ્રયત્નો કરવાની લગન ઘટાડવાની નથી પરંતુ વધારવાની છે. જે તમને બીજી વાર સફળતા અવશ્ય અપાવશે.

ચોથું છે કામભાવના પર નિયંત્રણ રાખવું. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સેક્સ અને ઉત્તેજનાના ભાવ આવતા હોય તે સામાન્ય છે.  સ્ત્રી હોય કે પુરુષ લગભગને આવા ભાવો આવતા હોય છે. પરંતુ જો તેના પર અંકુશ ન રાખવામાં આવે તો તે વિનાશકારી સાબિત થાય છે. જો  કોઈ વ્યક્તિ કામભાવના પર નિયંત્રણ રાખી તે ભાવનાને એક ઉર્જામાં રૂપાંતરિત કરીને તેને અન્ય દિશા તરફ દોરે તો તે વસ્તુ વ્યક્તિને સૌથી શક્તિશાળી બનાવે છે. જે આપણી સક્ષમતાને વધારે અને જીત અપાવે છે.

પાંચમી બાબત છે નિર્ણય અને એક્શન. તમારે તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈ નિર્ણય લેવાનો છે અને તરત જ તેના પર કામ કરવાનું શરૂ કરી દેવાનું છે. કારણ કે કંઈ કર્યા વગર કંઈ પ્રાપ્ત નથી થવાનું અને સૌથી મહત્વની વાત કે તમારે તમારા લીધેલા નિર્ણય પર અડગ રહેવાનું છે. નિર્ણયો વારંવાર બદલવાના નથી.

જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો  આજથી જ તેની પ્રબળ ઈચ્છા જાગૃત કરો, તમારા પર ભરોસો રાખો, તેના માટે કોઈ નિર્ણય લો અને પૂરી લગનથી તે નિર્ણય પર કામ કરો. પછી તમને કોઈ ધનવાન બનતા નહિ અટકાવી શકે.

આ પાંચ બાબત જો કેળવવામાં આવે તો વ્યક્તિને ધનવાન બનવા માટે કોઈ રોકી નથી શકતું. તો મિત્રો આમાંથી તમને કંઈ બાબતમાં વધારે મજા આવી તે કોમેન્ટ કરીને જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Leave a Comment