એક સલામ તો બનેજ આ માણસની નિસ્વાર્થ સેવાને, જે સગો પણ ન કરે ! ખોવાયેલા 500થી વધારે લોકો ને તેમના ઘર સુધી પહોંચાડી ચુક્યા છે

ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે ખોવાઈ જવાના કારણે કે અન્ય કોઈ રીતે પોતાના સ્વજનોથી દૂર થઈ જાય છે. તેવા બાળકો અનાથ આશ્રમમાં કે કોઈ જગ્યાએ રહીને મોટા થઈ જાય છે અને બીજી તરફ તેમનો પરિવાર સતત તેમની શોધ કરતો હોય છે. પરંતુ અહીં તો વાત એવા બાળકોની છે જે બોલી કે સાંભળી શકતા નથી. જી હાં મિત્રો, કેતુક ન તો બોલી શકે છે, ન તો સાંભળી શકે છે. ત્રણ વર્ષ પહેલાં કેતુક નામનો બાળક તેના પરિવારથી અલગ થઈ ગયો હતો. ત્યારથી કેતુક નફઝગઢ(દિલ્હી)ના આશા ચાઈલ્ડ હોમમાં રહેતો હતો. 4 જાન્યુઆરીએ કેસ સમયે સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ પંચકૂલાના ASI રાજેશ કુમાર નફઝગઢના આ ચાઈલ્ડ હોમમાં ગયા હતા.

ચાઈલ્ડ હોમની દેખરેખ કરનારા રાહુલ રાજેશને જણાવે છે કે, અમારી પાસે એક બાળક છે, જે બોલી કે સાંભળી શકતો નથી, તેને તેના પરિવાર સુધી પહોંચાડવાનો છે. રાજેશ કેતુક સાથે ઈશારા દ્વારા વાતચીત કરે છે. જેના દ્વારા થોડીક થોડીક માહિતી મળી શકે છે. પછી બાળકનું ડૂબ્લીકેટ આધારકાર્ડ અપ્લાય પણ કરવામાં આવે છે.

રાજેશ આધાર સેન્ટર પર ડૂબ્લીકેટ આધારકાર્ડ દ્વારા સર્ચ કરાવ્યું ત્યારે ખબર પડી કે બાળકનું આધાર કાર્ડ ત્રણ વખત અપડેટ કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં પરિવાર રહ્યો, ત્યાં ત્યાંનું એડ્રેસ અપડેટ કરવામાં આવ્યું છે. સૌથી છેલ્લું અપડેટ મુઝફ્ફરપુરમાં થયું હતું. પછી રાજેશે મુઝફ્ફર પોલીસનો સંપર્ક કર્યો અને બાળકની તસ્વીર મોકલી હતી. પોલીસ સ્ટેશનમાંથી જાણકારી મળી કે કેતુક મુઝ્ફ્ફરપુરથી જ ગુમ થયો હતો અને તેના ખોવાઈ જવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો અને પછી બાળક પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.રાજેશ કુમાર માટે ખોવાય ગયેલા બાળકોને તેમના પરિવાર પાસે પહોંચાડવાનો આ પહેલા કિસ્સો નથી, પરંતુ રાજેશ કુમાર છેલ્લા 7 વર્ષોમાં 500 થી વધુ બાળકો, મહિલાઓ, પુરુષોને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં છે. છૂટા પડેલા લોકોને તેમના પરિવાર સાથે મેળાપ કરાવવો એ તેમનો જુસ્સો છે. માર્ચથી શરૂ કરીને ઓગષ્ટ સુધીના લોકડાઉન સમયગાળામાં જ તે 53 લોકોને તેમના પરિવારો સુધી પહોંચાડી ચુક્યા છે. જ્યારે એક મીડિયા દ્વારા રાજેશ કુમારને પુછવામાં આવ્યું કે, તમને ગુમ થયેલા બાળકોની માહિતી કેવી રીતે મળે છે, અને કેવી રીતે તમે પરિવારને મળાવો છો ? ત્યારે જવાબમાં રાજેશે જણાવ્યું કે, હું 2013 થી પંચકૂલાના સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરી રહ્યો છું. અહીંયા હું એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલમાં કામ કરું છું.

2013 માં જ્યારે કામની શરૂઆત કરી હતી તો તેના વિશે મને કંઈ ખબર ન હતી. ત્યારે માત્ર અમારી પાસે જે કેસ આવતા હતા, તેની માહિતી ઉપર પહોંચાડતા હતા. ધીમે ધીમે મેં બાળકો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું તો મનમાં થયું કે, તેમના માટે કંઈક કરવું જોઈએ. તે કહે છે કે, અંકલ અમારે પપ્પા પાસે જાવું છે. મે રસ લીધો તો અધિકારીઓએ જણાવ્યું કે, કામ કરવું હોય તો ચાઈલ્ડ કેર સેન્ટર્સમાં જવાનું શરૂ કરો. ત્યાં ખોવાયેલા બાળકો આવે છે. તેમની કાઉન્સિલિંગ કરો અને પરિવારને મળાવો.

ત્યાર બાદ હું ચાઈલ્ડ કેર સેન્ટર્સમાં જવા લાગ્યો. ત્યાં જતો હતો બાળકોની કાઉન્સિલિંગ કરતો હતો. તેમની ડિટેલ લેતો હતો અને પછી જે માહિતી મળી હતી, તેના દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંપર્ક કરીને ગુમ થયેલા લોકોને મળાવતો હતો. 2016 માં મારી પાસે એક બાળકીનો કેસ આવ્યો હતો, જે માનસિક અસ્વસ્થ્ય (મંદબુદ્ધિ) હતી. તેને માત્ર બંગાળી ભાષા જ આવડતી હતી. પણ કાગળ પર તેને શાળાનું નામ લખ્યું. શાળાનું નામ ઈન્ટરનેટ પર સર્ચ કર્યું તો એ વિસ્તાર વિશે ખબર પડી. પછી ત્યાંની પોલીસનો સંપર્ક કર્યો તો ખબર પડી કે બાળકી પશ્વિમ બંગાળના ચાંદીપુર ગામની છે અને તેનો પરિવાર હવે ગુડગાંવ ચાલ્યો ગયો છે. પછી ગુડગાંવ પોલીસમાં સંપર્ક કરીને તેના પરિવારને શોધ્યો અને બાળકીને તેમને સોંપી દીધી.વધુમાં જણાવતા રાજેશે કહ્યું કે, હું માત્ર પંચકૂલામાં કામ કરતો નથી, પરંતુ દેશભરમાં મારું નેટવર્ક મેં બનાવ્યું છે. આ નેટવર્ક ઉભુ કરવા માટે મેં રાજ્યોના ચાઈલ્ડ કેર સેન્ટર્સના નંબર મારી પાસે છે. બધાનું મેં એક વોટ્સએપ ગ્રુપ બનાવીને રાખ્યું છે. આ ગ્રુપ દ્વારા અલગ અલગ જગ્યાઓની માહિતી મળી રહે છે, અને ગમે તે સેન્ટર પર કોલ કરું છું અને પૂછું છું કે તમારે ત્યાં કોઈ મિસિંગ કેસ છે. તેની માહિતીના આધારે સર્ચિંગ શરૂ કરી દઉં છું. વોટ્સએપ ગ્રુપ બનાવવાથી એક ફાયદો થયો કે એમાં અલગ અલગ રાજ્યના લોકો આ કાર્યમાં મારી સાથે જોડાયેલા છે તો ભાષાની તકલીફ પડતી હતી તો બાળકોનો તેમની સાથે સંપર્ક કરાવી આપતો અને માહિતી એકઠી કરતો હતો.

રાજેશને જ્યારે પુછવામાં આવ્યું કે આ તમારી નોકરી છે તો ત્યારે રાજેશે જણાવ્યું કે, બાળકોને પરિવાર સાથે મળાવવા એ મારો જુસ્સો છે, એટલા માટે જ આ કામ કરી રહ્યો છું. આ સાથે હું નોકરી પણ કરું છું. જો કે, ડિપાર્ટમેન્ટ મને પુરેપુરો સપોર્ટ કરે છે. ખોવાયેલા વ્યક્તિના પરિવારને શોધવા ગમે ત્યાં જવાનું હોય તો તેનો બધો ખર્ચ ડિપાર્ટમેન્ટ જ ઉઠાવે છે. વોટ્સએપ ગ્રુપમાં સામેલ સોશિયલ વર્કર્સ, સીસીઆઈ મેમ્બર્સ, પોલીસ યુનિટ્સના લોકોને પણ મારી સાથે જોડાયેલા છે. જેમની મદદથી ફોટો અને ડિટેલ સોશિયલ મીડિયામાં નાંખતા કોઈને કોઈ ઓળખ મળી આવે છે.

(રાજેશ મિસિંગ ચિલ્ડ્રન પંચકૂલા નામનું ફેસબુક પેજ પણ ચલાવી રહ્યા છે. તમારા પરિવારની કોઈ વ્યક્તિ પણ ગુમ થયેલ હોય તો તેમના મોબાઈલ નંબર પર 9417567221 પર ફોન કરીને મદદ લઈ શકો છો. આ ઉપરાંત ચાઈલ્ડ લાઈન પર પણ કોલ કરીને મદદ લઈ શકો છો.)

Leave a Comment