હિન્દુ ધર્મમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેમાંથી કેટલીક વસ્તુઓ તો અત્યંત સામાન્ય છે જે તમને તમારા રસોઈ ઘરમાંથી જ સરળતાથી મળી જશે. વિશેષ રૂપે મીઠું, હળદર, મરચું વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાવાળી વસ્તુઓ છે. તેની સાથે જ ફટકડી પણ દરેક ઘરમાં જરૂર મળી જાય છે, જેને જ્યોતિષશાસ્ત્રના આધારે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. વાસ્તુમાં પણ ફટકડીને મહત્વ આપવામાં આવ્યું છે.
ફટકડી ના ઉપયોગથી ઘણા બધા પ્રકારના વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ખાસ કરીને ફટકડી પોતાની અંદર નકારાત્મકતાને શોષી લે છે. નકારાત્મકતા કોઈના સ્વભાવથી, કોઈ વસ્તુ કે પછી અન્ય કારણોથી પણ પ્રસરી શકે છે. પરંતુ સૌથી વધારે જરૂરી હોય છે કે વ્યક્તિ પોતાની અંદરની નકારાત્મકતાનો નાશ કરી લે. કેટલીક વાર આ જ નકારાત્મકતાના કારણે સંબંધો પણ બગડી જાય છે. વિશેષ રૂપે લગ્ન જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓ આવે છે અને કેટલીક વાર આપણે આ મુશ્કેલીઓને જાતે સંભાળી પણ નથી શકતા. આ મુશ્કેલીઓ સ્વભાવમાં નકારાત્મકતા, સ્થાનમાં વાસ્તુદોષ કે પછી સંબંધમાં પરિપક્વતા ના અભાવ ના કારણે થાય છે.
એવામાં ફટકડીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા પર તમારા લગ્ન જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. આ વિષય પર વાસ્તુશાસ્ત્રના જાણકાર ના કહેવા પ્રમાણે માત્ર ફટકડીને તમારી પાસે રાખવા માત્રથી જ મનની અંદર સમાયેલી નકારાત્મકતા નષ્ટ થઈ જશે. એવામાં તમારા લગ્ન જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે.1) કાંડા માં ફટકડી બાંધો:- લાલ રંગના કપડામાં ફટકડીને બાંધી લો અને ત્યારબાદ શુક્રવારના દિવસે મહિલાઓએ પોતાના ડાબા હાથમાં અને પુરુષોએ પોતાના જમણા હાથમાં આ કપડાને બાંધી લેવું જોઈએ. આમ કરવાથી તમારી અંદર જો તમારા પાર્ટનરને લઈને કોઈપણ ગંદા ભાવ હોય તો તે દૂર થઈ જશે.
2) તમારા બેડરૂમમાં રાખો ફટકડી:- તમારા બેડ ની પાસે એક વાટકીમાં ફટકડીના કેટલાક ટુકડા નાખીને રાખવા જોઈએ. તમે ફટકડીનો બ્લોક પણ તમારા રૂમમાં રાખી શકો છો, પરંતુ તમારે દર 15 દિવસે તેને બદલવો જોઈએ. આમ કરવાથી રૂમની અંદરની નકારાત્મક ઉર્જા નો નાશ થશે અને તમે શાંત મનથી તમારા પાર્ટનર સાથે વાત કરી શકશો.3) ફટકડીના પાણીથી સ્નાન:- જો તમને લાગતું હોય કે તમારા પાર્ટનરથી વધારે ઝઘડા થવા લાગ્યા છે તો તમારે ફટકડીના પાણીથી દરરોજ સ્નાન કરવું જોઈએ. ફટકડીના એક બ્લોકને થોડી વાર માટે તમે નાહવા ના પાણીમાં નાખી દો અને ત્યારબાદ તે પાણીથી નાહી લો. આમ કરવાથી પણ મનમાં જે પણ નકારાત્મકતાનો ભાવ હશે તે દૂર થઈ જશે.
4) ફટકડી નો ટોટકો:- જો તમે તમારા પાર્ટનરથી અલગ થવાનું વિચારી રહ્યા હોવ પરંતુ તમે એવું નથી કરવા ઈચ્છતા તો તમે ફટકડીના કેટલાક ટુકડાને હંમેશા એક રૂમાલમાં બાંધીને પોતાની પાસે રાખી લેવા જોઈએ. વિશેષ રૂપે જો તમને લાગતું હોય કે કોઈ વ્યક્તિ તમારા સંબંધને બગાડી રહ્યું છે તો તેની નજીક જતા પહેલા તમારે તમારી પાસે ફટકડી ને જરૂર રાખવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી