ભેળસેળ વાળા લોટની રોટલી તમારા જીવ માટે છે ઝોખમી, આ રીતે ઘરે જ તપાસો લોટ નકલી છે કે..

મિત્રો તમે જાણો છો આજે મોટાભાગની વસ્તુઓમાં મિલાવટ જોવા મળે છે. ખાવાની વસ્તુથી લઈને દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. પણ આપણને તેની જાણ નથી હોતી. આથી આપણે બેફિકર રહીને તે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. પણ જો તમે એક વખત સચ્ચાઈ જાણી લેશો તો તેનો ઉપયોગ કરતા પહેલા તેની ચકાસણી જરૂર કરી લેશો. આવું જ કંઈક ઘઉંના લોટ બાબતે પણ જોવા મળે છે.

મિત્રો શું તમે જાણો છો કે, તમે જે બહારથી ઘઉંનો લોટ તૈયાર લાવો છો અને તેની રોટલી બનાવો છો તે લોટ નકલી પણ હોય શકે છે. અને તેનું જો વધુ સેવન કરવામાં આવે તો તમારી મૃત્યુ પણ થઈ શકે છે. જેમ કે તમે જાણો છો, તેમ લોટ કે મેંદામાં ફાઈબર, વિટામીન અને ન્યુટ્રિશન ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. જે આપણી તંદુરસ્તી માટે ખુબ જરૂરી છે. પણ ભેળસેળ વાળા લોટના ઉપયોગથી તેના ફાયદા નથી થતા. પણ તેનાથી નુકસાન થાય છે. ભેળસેળ વાળા લોટમાં અક્સર ચાક પાઉડર, બોરિક પાઉડર, ખડિયા માટી અને મેંદો હોય છે.

ઘઉંના લોટને વધુ સફેદ બનાવવા માટે ખરાબ ચોખાનો લોટ પણ મિક્સ કરવામાં આવે છે. આજે અમે તમને એવી સહેલી ટીપ્સ અંગે માહિતી જણાવશું જેના દ્વારા તમે પોતે ચકાસી શકશો કે લોટ અસલી છે કે નકલી.લોટ બાંધતી વખતે કરો લોટની ઓળખ : શુદ્ધ લોટની ચકાસણી લોટ બાંધતી વખતે અથવા રોટલી બનાવતી વખતે કરી શકાય છે. જ્યારે તમે શુદ્ધ લોટ બાંધો છો ત્યારે તે એકદમ નરમ હોય છે. અને તેનાથી બનેલી રોટલી સારી રીતે ફુલાઈ છે. જ્યારે બનાવટી લોટમાં પાણીની માત્રા વધુ જોઈએ છે. બનાવતી લોટની રોટલી સફેદ જરૂર હોય છે પણ તેમાં નેચરલ સ્વીટનેસ નથી હોતી. લોટ બાંધવામાં વધુ સમય લાગે છે. વણતી વખતે રોટલી મોટી નથી થતી પણ રબરની જેમ ખેંચાઈ છે.

ચુંબકથી ચકાસો લોટને : મેંદાના કે રવાના લોટમાં ઘણી વખત લોખંડ પણ મિક્સ કરવામાં આવે છે. તેની ચકાસણી માટે કોઈ એક કાચની પ્લેટમાં થોડો લોટ કે મેંદો લો. તેના પર ચુંબક ફેરવો. જો લોટ શુદ્ધ હશે તો કંઈ પણ ચોંટશે નહિ. પણ જો લોટમાં લોખંડ હશે તો જરૂર લોટ ચુંબકમાં ચોટશે.

હાઈડ્રોક્લોરિકથી ચકાસો લોટને : લોટમાં રહેલ ભેળસેળને તમે ઘરે જ વૈજ્ઞાનિક રીતે ચકાસી શકો છો. હાઇડ્રોક્લોરિક એસીડ તમે કોઈ પણ મેડિકલમાંથી મળી જશે. લોટની ચકાસણી માટે તમે એક ટેસ્ટ-ટ્યુબ લો અને તેમ થોડો લોટ મુકો. પછી તેમાં થોડી હાઇડ્રોક્લોરિક એસીડ નાખો. હાઇડ્રોક્લોરિક એસીડ નાખ્યા પછી જો લોટમાં કાળી વસ્તુ દેખાઈ તો સમજી લો કે લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.પાણીથી લોટને ચકાસો : એક કાચના ગ્લાસમાં અડધો ગ્લાસ પાણીથી ભરો અને તેમાં એક ચમચી લોટ નાખો. જો લોટમાં ભેળસેળ કરવામાં આવી હશે તો પાણીની ઉપર રેસા, ચોકર તરવા લાગશે. તેનો અર્થ એવો કે લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.

લીંબુનો રસ : લીંબુના રસથી પણ બનાવટી લોટનો ચકાસણી કરી શકાય છે. આ માટે તમે એક મોટો ચમચો લો, તેમાં લીંબુના રસના થોડા ટીપા નાખો. જો લોટમાં ફીણ થાય તો સમજી લો કે લોટમાં ચોક પાઉડર કે ખડિયા માટી મિક્સ કરવામાં આવી છે. કારણ કે ચોક પાઉડર અને ખડિયા માટીમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જે લીંબુના રસમાં રહેલ સાઇટ્રિક એસીડથી ફીણ બનાવે છે.સિંગોડા અને બિંયા સાથેનો દાણાના લોટમાં ભેળસેળની ઓળખ : નફા માટે વેપારી લોટમાં અરારોટ પાઉડર, પીસેલા ચોખા, ખરપતવારની બીજ, બાજરાને પીસીને નાખે છે. કુજ્જુંના બીજ શરીર માટે ખુબ નુકસાનકારક છે. તેના ઉપયોગથી જાન પણ જઈ શકે છે. બનાવટી લોટથી પેટમાં ઘણી સમસ્યા થઈ શકે છે. કબજિયાત થઈ શકે છે અને લીવર પણ પ્રભાવિત થાય છે. સિગોડા અને બિંયા સાથેનો દાણાના લોટ શુદ્ધ લોટ પીળો હોય છે. જ્યારે ભેળસેળ વાળો લોટ સફેદ હોય છે. તેને બાંધતી વખતે લોટ રેસાવાળો હોય છે અને તેમાંથી અજબ દુર્ગંધ આવે છે.

બેસનના લોટની ચકાસણી માટે : બેસનની સારી ક્વોલીટી માટે તેમજ ચમક માટે તેમાં મેટાનીલ યેલો રંગ મિક્સ કરવામાં આવે છે. મેટાનીલ યેલો રંગ લોટમાં ચમક લાવવા માટે મિક્સ કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે. તેનાથી તંત્રિકા તંત્રને નુકસાન થાય છે. આ સિવાય કેન્સર થવાની સંભાવના વધી જાય છે અને પેરાલીસીસ પણ થઈ શકે છે. તેની ઓળખ માટે એક નળીમાં બેસનનો લોટ એક ચમચી લો. પછી તેમાં ત્રણ મિલીલિટર અલ્કાહોલ નાખો, પછી તેને હલાવો પછી 10 ટીપા હાઇડ્રોક્લોરિક એસીડ નાખો. જો મિશ્રણનો રંગ ગુલાબી થઈ જાય તો સમજી લો કે લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.મેંદામાં કરો ભેળસેળની ઓળખ : જે રીતે તમે લોટની ભેળસેળ માટે જે ઉપાય કર્યો તેવી જ રીતે મેંદાને ચકાસવા તેનો પ્રયોગ કરો. એક ટેસ્ટ ટ્યુબમાં થોડો મેંદો નાખો, તેમાં ડાઈલ્યુટ હાઇડ્રોક્લોરિક એસીડ નાખો. જો મેંદામાં ભેળસેળ હશે તો મિશ્રણમાં ફીણ થવા લાગશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “ભેળસેળ વાળા લોટની રોટલી તમારા જીવ માટે છે ઝોખમી, આ રીતે ઘરે જ તપાસો લોટ નકલી છે કે..”

  1. Shame. When the other countries provide and insist on pure natural products, where India have not come out of their ignorance, greed and currupt attitude. It will take another 100 years … Still there is hope.

    Reply

Leave a Comment