અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
આ રીતે બચાવો તમારી પચાસ ટકા વીજળી અને બચાવો પૈસા.. 💡
💡 મિત્રો તમે જોતા હશો કે ઘણા લોકોને દિવસે દિવસે વીજળીનું બીલ વધુને વધુ આવતું જાય છે. બે મહિના થયા નથી કે મોટું બીલ આવ્યું નથી. જો આપણે એક વર્ષની ગણતરી કરીએ તો ઘણા બધા પૈસા આપણે વીજળીનું બીલ ભરવામાં વાપરી નાખતા હોઈએ છીએ. ૧૫૦૦ રૂપિયાની આસપાસ તો લગભગ લોકોનું બીલ આવતું હોય છે જો ઘરમાં tv, ફ્રીઝ વગેરે જેવા સાધનો હોય, અને લગભગ બધા ઘરોમાં આ ઉપકરણો હોય જ છે. એટલે બીલ પણ આવતું જ હશે. પરંતુ મિત્રો તમારી અમૂક આદતો જ તમારું વીજળીનું બીલ વધારે છે.Image Source :
💡 પરંતુ આજે અમે તેનું સોલ્યુશન લાવ્યા છીએ. એટલે કે અમે આજે એવું સોલ્યુશન લાવ્યા છીએ કે જેમાં તમારે પંખો બંધ રાખીને ગરમીમાં બફાઈને બીલ નથી ઘટાડવાનું પણ અમૂક એવી વસ્તુ કે જેનાથી તમે અજાણ છો. તમે જે રીતે વસ્તુનો ઉપયોગ કરો છો તેમજ કરવાનો છે પરંતુ તમારે અમૂક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેનાથી તમારું વીજળીનું બીલ ઓછું આવશે. ઘણા ઓછા લોકોને ખબર હોય છે આ બાબતો.
💡 આ સરળ પાંચ ટીપ્સથી તમે તમારા વીજળીના બીલને કરી શકો છો અડધું: 💡
💡 ઘણી વાર આપણું ફ્રીઝ ખાલી રહેવાથી વધારે વીજળીના પોઈન્ટ્સ અથવા યુનિટ બળતા હોય છે. માટે હંમેશા ફ્રીઝમાં શાકભાજી અને ફળો રાખવાના આ સાથે હંમેશા તમારા ફ્રીઝના ટેમ્પરેચરને ઋતુ પ્રમાણે સેટ કરો. આવું કરવાથી તમારા વીજળીના બીલમાં ઘટાડો થશે.
💡 મિત્રો ઘણી વાર આપણે સમયના અભાવને કારણે અથવા તો બીજી વાર મશીન ન ચલાવવું પડે તે હેતુથી વોશિંગ મશીનમાં તેની અપેક્ષાથી વધારે કપડા નાખીને કપડા ધોતા હોઈએ છીએ. આવું કરવાથી મશીન પર વધારે લોડ આવે છે અને વીજળીનો વપરાશ પણ વધુ થાય છે. માટે ક્યારેય પણ તમારે વોશિંગ મશીનની અપેક્ષા કરતા વધારે કપડા તેમાં ન ધોવા જોઈએ.
💡 વીજળીનો વપરાશ અટકાવવા માટે તમારે લાઈટ બંધ કરવાની જરૂર નથી પરંતુ તમારે શું કરવાનું છે કે માત્ર બલ્બ બદલવાના છે. તેના માટે તમારે સામાન્ય બલ્બ કરતા C.F.L. બલ્બનો ઉપયોગ કરવો. કારણ કે C.F.L. બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે તેથી તમે ભારેખમ વીજળીના બિલથી બચી શકો છો.
💡 હંમેશા મેઈન સ્વીચ બંધ કરવી. મિત્રો આ સૌથી મહત્વની ટીપ્સ છે અને ઘણા બધા લોકો આવી ભૂલો કરતા તમે જોયા પણ હશે જે પોતાની આળસના કારણે મેઈન સ્વીચ તો બંધ જ ન કરે. હા મિત્રો ઘણી વાર આપણે રિમોટથી જ tv બંધ કરી દેતા હોઈએ છીએ પરંતુ ઉભા થઈને tv ની સ્વીચ બંધ કરવાની આળસ આવતી હોય છે. તો મિત્રો આજથી જ આ આળસ કાઢી નાખો કારણ કે આ આળસના કારણે જ તમારું વીજળીનું બીલ વધારે આવે છે.
💡 જ્યારે તમે રિમોટથી tv બંધ કરો પરંતુ સ્વીચથી ન કરો ત્યારે તમે જોયું હશે કે tv નું પાવર બટન ચાલુ હશે તેનો મતલબ છે કે tv કોઈ જોતું નથી, tv ચાલુ નથી તેમ છતાં પણ તે વીજળી વાપરે છે. ખાસ કરીને રાત્રીના સમયે આવું જ થતું હોય છે કે રાત્રે માત્ર રિમોટથી tv બંધ કરીને લોકો સુઈ જાય છે પરંતુ તમને અંદાજો નથી હોતો કે આખી રાત tv તો વીજળીના પોઈન્ટ વધારશે. તો આ રીતે તમારું વીજળીનું બીલ વધે છે માટે હંમેશા ક્યારેય પણ tv બંધ કરો તો સાથે સાથે સ્વીચ પણ બંધ કરી દેવી જેથી વીજળીનો ફાલતું વપરાશ ઓછો થાય અને બીલ પણ ઓછું આવે.
💡 આ ઉપરાંત આજના યુગમાં સોલાર પેનલ પણ વીજળીની બચત કરવા માટે સારું યોગદાન આપે છે. માટે જો શક્ય હોય તો ઘરમાં સોલાર પેનલનો ઉપયોગ કરવો જેથી તમારા ઘણા કામો જે વીજળીની મદદથી થતા હતા તે વિના મૂલ્યે સૌરઉર્જાથી થાય અને વીજળીની બચત થાય. પરિણામે તમારે વીજળીનું બીલ પણ ઓછું આવશે.
💡 આ ઉપરાંત ક્યારેય પણ જરૂરીયાત વગર કોઈ વસ્તુ ચાલુ ન રાખવી કે ચાલુ રાખીને જતું રહેવું, બંધ કરતા ભૂલી જવું આવી આદતોને પણ દૂર કરવી જેથી વીજળીના બીલમાં થોડી રાહત રહે.
💡 તો આ રીતે તમે વીજળીનું પચાસ ટકા બીલ ઓછું કરી શકો છો ઉપર આપેલી બાબતોનું યોગ્ય પાલન કરો તો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે .
Bhai tame CFL no upyog karva Kahyu chhe atyare LED bulb tube, tena karta power ochho le chhe.
As well T5 or T7 tube na vaprash thi power ochho and Ajvalu vadhare male chhe.
Good tips and i like your all articls thanks
Bhai anything different hoi to kaho
such a very nice informations …..👍👍👍👍
Very careful