10 લાખની કમાણી હોય તો પણ નહિ ભરવો પડે ઇન્કમ ટેક્સ. કરો આવું પ્લાનિંગ, બચી જશે ટેક્સના બધા જ પૈસા…

જેમ જેમ આપણી કમાણી વધે છે તેમ તેમ આપણો ટેક્સ પણ વધતો જાય છે. પણ જો થોડી સાવચેતી સાથે ટેક્સ પ્લાનિંગ કરવામાં આવે તો ટેક્સ ભરવામાં ઘણો ફાયદો થઈ શકે છે. એટલે સુધી કે તમારે ઝીરો ટેક્સ પણ થઈ શકે છે.

જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયા કરતા પણ વધુ છે, અને તમારી આવકનો એક મોટો ભાગ સરકારને ટેક્સના રૂપમાં ભરવો પડે છે, અને જો તમે એવું વિચારી રહ્યા છો કે, તમારી પાસે ટેક્સથી બચવાનો કોઈ રસ્તો નથી અને તમારે ટેક્સ ભરવો જ પડશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. જો તમારી વાર્ષિક આવક 10.5 લાખ રૂપિયા છે, તો પણ તમારે ટેક્સના રૂપમાં 1 રૂપિયો પણ નહિ ભરવો પડે.

આ માટે તમારે સેવિંગ અને ખર્ચનો આ રીતે હિસાબ રાખવો પડશે, જેથી કરીને તમે તેના પર મળી રહેલા ટેક્સ છૂટનો પુરેપુરો ફાયદો લઈ શકો. અમે તમને ખુબ જ સરળ ભાષામાં આ ટેક્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જે તમને ટેક્સ ભરવા બાબતે ઝીરો કરી શકે છે. ચાલો તો તેના વિશે સમજી લઈએ.

માની લો કે, તમારી વાર્ષિક આવક 10 લાખ 50 હજાર રૂપિયા છે. તેમજ તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે, એટલે કે તમે 30 પરસેંટ સ્લેબમાં આવશો. તો સૌથી પહેલા તમે સ્ટેડર્ડ ડીડકશનના રૂપમાં 50,000 રૂપિયા ઘટાડી દો. 10,50,0000 – 50,000 = 10,00,000 રૂપિયા.

ત્યાર પછી 80 C અંદર તમે 1.5 લાખ રૂપિયા બચાવી શકો છો. તેમાં EPF, PPF, ELSS, NSC માં રોકાણ અને બે બાળકોના ટ્યુશન ફ્રી ના રૂપમાં તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર ઇન્કમ ટેક્સમાં છૂટનો લાભ લઈ શકો છો. જેમાં 10,00,000 – 1,50,000 = 8,50,000 રૂપિયા થઈ જશે.

જો તમે પોતાની તરફથી નેશનલ પેન્શન સિસ્ટમ અથવા એનપીએસમાં વાર્ષિક 50,000 રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો ઇનકેમ ટેક્સ કાનુનના સેક્શન 80CCD (1B) ની નીચે તમને અલગથી income tax બચાવવામાં મદદ મળે છે. જેમાં  8,50,000 – 50,000 = 8,00,000 રૂપિયા થઈ જશે.

જો તમે હોમ લોન લીધેલી છે તો ઇન્કમ ટેક્સના સેક્શન 24B ની નીચે તમે 2 લાખના વ્યાજ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો. જેમાં તમારા 8,00,000 – 2,00,000 = 6,00,000 રૂપિયા થઈ જશે.

ઇન્કમ ટેક્સના સેશન 80D ની નીચે જીવનસાથી, બાળકો અને પોતાના માટે પ્રીવેટીવ હેલ્થકેર ચેક-અપની કોસ્ટ સહિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માટે 25,000 રૂપિયા સુધી ડીડકશન ક્લેમ કરી શકો છો. આ સિવાય માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદો છો, તો 50,000 રૂપિયા સુધી વધુ ડીડકશન મેળવી શકો છો. શરત એ છે કે માતા-પિતા સીનીયર સિટીઝન હોય. જેમાં 6,00,000 – 75,000 =  5,25,000 રૂપિયા થઈ જશે.

ઇન્કમ ટેક્સના સેક્શન 80G ની નીચે તમે સંસ્થાઓને દાનના રૂપમાં અથવા હપ્તાના રૂપમાં આપવામાં આવેલ રકમ આર ટેક્સ ડીડકશન ક્લેમ કરી શકો છો. માની લો કે, તમે 25,000 રૂપિયાનું દાન આપ્યું છે તો તેના પર ટેક્સ છૂટ લઈ શકો છો. જો કે દાન સત્ય સાબિત કરવા માટે તમારે દસ્તાવેજ જમા કરાવવા પડે છે. જે સંસ્થાનને દાન આપો છો તેના તરફથી પાકી રસીદ મળવી જોઈએ. દાનનો આ જ પુરાવો હશે જેને ટેક્સ ડીડકશન સમયે જમા કરાવવો પડશે. 5,25,000 – 25,000 = 5,00,000 રૂપિયા થઈ જશે.

તો હવે તમારે 5 લાખની આવક પર જ ટેક્સ ભરવાનો રહે છે અને તમારી ટેક્સની રકમ 12,500 રૂપિયા (2.5 લાખના 5%) થશે. પણ જો છૂટ 12,500 રૂપિયાની છે. આથી તેણે 5 લાખ વાળા સ્લેબમાં શૂન્ય ટેક્સ ભરવો પડશે. કુલ ટેક્સ ડીડકશન  = 5,00,000. નેટ ઇન્કમ = 5,00,000.  ટોટલ ટેક્સ = 0 રૂપિયા. તો આવી રીતે ટેક્સથી છુટકારો મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment