ઝોમેટોમાંથી મંગાવેલ બે પિઝ્ઝા પડ્યા 60 હજાર રૂપિયામાં, થઇ શકે છે તમારી સાથે આવું, ખાસ વાંચો.

મિત્રો આજનો આધુનિક યુગ ખુબ જ આગળ વધી રહ્યો છે. જે માણસના જીવનમાં અનેકો સુવિધાથી ભરેલ છે. જેમાં માણસને અગણિત સુવિધા પ્રદાન થઇ રહી છે. જેના દ્વારા લોકોના સામાન્ય જીવનમાં ઘણા બદલાવ જોવા મળે છે. તો મિત્રો આ બદલાવ જીવનને સરળ તો બનાવી નાખે છે. પરંતુ ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકી દે છે. તો આજે અમે તમને એક એવી જ માહિતી જણાવશું. જે અમદાવાદમાં એક સત્ય બનેલી ઘટના છે.

મિત્રો જોઈએ છીએ કે ઝોમેટો અને સ્વિગી જેવી કંપની દ્વારા ગ્રાહકની સુવિધા માટે ફૂડની હોમ ડિલીવરી કરે છે. જેમાં આપણે ઘરે બેઠા જ કોઈ પણ જમવાની વસ્તુનો ઓનલાઈન ઓર્ડર કરી શકીએ છીએ તે આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ તેમાં ઘણી વાર ફરિયાદો પણ આવે છે. જેમાં ઘણી વાર ફૂડ ખરાબ આવ્યું હોય વગેરે. તો આ બાબતને લઈને અમદાવાદના એક શખ્સ સાથે છેતરપિંડી થઇ છે. જેમાં તેના 60 હજાર કરતા વધારે રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. તો જાણો આખી વિગત આ લેખમાં. તમે પણ ન બનો આ રીતે શિકાર તેનું ધ્યાન રાખવા આ લેખને અવશ્ય જાણો.આજકાલ આપણે જોઈએ છીએ કે ઓનલાઈન ફૂડનો ઓર્ડર કરવા પર ફૂડ ખરાબ આવતું હોય તેવા કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જો ખરાબ ફૂડ આવ્યું હોય તો આપણે રીફંડ પાછું મળેવી શકીએ. પરંતુ અમદાવાદમાં એક વ્યક્તિ સાથે રીફંડના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. તે વ્યક્તિએ ઝોમેટો એપની મદદથી બે પિઝ્ઝાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ ઝોમેટોમાંથી તે પિઝ્ઝા સંતોષકારક આવ્યા ન હતા. તે પિઝ્ઝા ખરાબ હતા. માટે ગ્રાહકે રીફંડ મેળવવા માટે ઝોમેટોમાં કોલ કર્યો હતો, પરંતુ ઝોમેટો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. પરંતુ ત્યાર બાદ એક શખ્સનો કોલ આવ્યો અને ઝોમેતોમાંથી બોલું છું કહીને રીફંડ માટે ગ્રાહકને એક લીંક મોકલી અને તેમાં વિગત ભરવા માટે કહ્યું. જેવી વિગતો ભરી ત્યાર બાદ ગ્રાહકના ખાતા માંથી 60 હજાર રૂપિયા કરતા વધારે ઉપાડી લેવામાં આવ્યા હતા.

આ બનાવ અમદાવાદના થલતેજમાં આવેલ સુરધારા બંગ્લોઝમાં બની હતી. જેમની સાથે બની હતી તેમનું નામ છે ઋષભ શાહ. ઋષભ શાહ અમદાવાદમાં રહે છે અને સાણંદમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવે છે. ઋષભ શાહે ઝોમેટોમાંથી ઓનલાઈન બે પિઝ્ઝા ઓર્ડર કર્યા હતા. તે પિઝ્ઝા ખરાબ આવવાના કારણે ઋષભે ઝોમેટોના હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો હતો. પરતું હેલ્પલાઇન નંબર પર કોઈએ કોલ રીસીવ કર્યો નહિ.પરંતુ એક અજાણ્યા વ્યક્તિએ ઋષભને કોલ કર્યો અને જણાવ્યું કે હું ઝોમેટોમાંથી બોલું છું. ત્યારે ઋષભ દ્વારા માની લેવામાં આવ્યું હતું કે ઝોમેટોના હેલ્પલાઇન નંબર પરથી કોલ છે. પરંતુ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઋષભને એક લીંક મોકલવામાં આવી અને ડીટેલ ભરવા કહ્યું. તે લીંક પર ઋષભ દ્વારા વિગત ભરવામાં આવી અને મેસેજ કરવામાં આવ્યો. જેવો મેસેજ કરવામાં આવ્યો તરત જ 5 હજાર રૂપિયા ઋષભના બેંક ખાતામાંથી ઉપડી ગયા હતા.

ત્યાર બાદ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઋષભને કોલ કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે, પૈસા ડેબિટ થઈ ગયા છે તો એક મેસેજ મોકલું એ ત્રણ વખત મને મોકલો. તો ઋષભ દ્વારા ત્રણ વાર મેસેજ કરવામાં આવ્યો તો અલગ અલગ 6 ટ્રાન્જેક્શન દ્વારા 60,885 રૂપિયા રોકડા ઉપડી ગયા હતા. આ મુદ્દે વસ્ત્રાપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment