મિત્રો, રાશનકાર્ડ તો તમારી પાસે હશે જ અને તમે તેનો લાભ પણ લેતા જ હશો. પરંતુ ઘણી વાર વિચાર આવે કે આ ‘વન નેશન વન રૅશનકાર્ડ’ શું છે. તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
નવી કેન્દ્ર સરકાર એટલે કે, મોદી સરકારે ફરીથી ‘વન નેશન વન રૅશનકાર્ડ’ અંગે મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ અંગે કેન્દ્રીય ઉપભોક્તાના સંદર્ભે ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાનએ ભારત સરકારની આ ‘વન નેશન વન રૅશનકાર્ડ’ યોજનાને મોદી સરકારની બીજી ઇનિંગની મહત્વપૂર્ણ ઉપલબ્ધિ બતાવી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિના સુધીમાં હજુ બીજા 3 રાજ્યો ઉત્તરાખંડ, નાગાલેંડ મણીપુરમાં પણ આ યોજના લાગુ થઈ જશે. જ્યારે જુન મહિનામાં જ અન્ય 3 રાજ્યો ઓડીશા, મિઝોરમ, અને સિક્કિમમાં પણ આ યોજના લાગુ થઈ ચુકી છે. જ્યારે માર્ચ 2021 સુધીમાં સમગ્ર ભારતમાં આ યોજના લાગુ થઈ જશે.
દેશના 20 રાજ્યોમાં લાગુ છે યોજના : અમે તમને જણાવી દઈએ કે, હાલ દેશના એવા 20 રાજ્યો છે, જ્યાં આ યોજના અમલમાં છે. ઓડીશા, સિક્કિમ, આંધપ્રદેશ, મિઝોરમ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ દીવ-દમણ માં આ યોજના શરૂ થઈ ચુકી છે. જ્યારે 1 ઓગસ્ટ સુધીમાં ઉત્તરાખંડ, નાગાલેંડ અને મણિપુરમાં પણ આ યોજના શરૂ થઈ જશે.
1 ઓગસ્ટ સુધીમાં બીજા 3 રાજ્યો જોડાશે : જેમ આગળ કહ્યું તે અનુસાર, હવે ઓગસ્ટમાં બીજા 3 રાજ્યોમાં આ યોજના શરૂ થઈ જશે. પરંતુ આ સિવાય દેશના હજુ 13 રાજ્યો તેમજ કેન્દ્ર્શાષિત પ્રદેશ બાકી રહેશે, જ્યાં આ યોજના લાગુ નથી થઈ. આ બાકીના રાજ્યોએ હજી માર્ચ 2021 સુધી રાહ જોવી પડશે. બાકી રહેલ રાજ્યોમાં લદ્દાખ, તમીલનાડુ, લક્ષદ્રીપ, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ, અંદમાન અને નિકોબાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, દિલ્હી, મેઘાલય, આસામ ચંડીગઢ, અને પોંડીચેરીનો સમાવેશ થાય છે.
આ યોજનામાં મળતા લાભ : ‘વન નેશન વન રૅશનકાર્ડ’ યોજના એ કોઈ મોબાઈલ પોર્ટેબિલિટીની જેમ જેમાં તમે તમારા જુના નંબરને રાખી શકો છો, પરંતુ સર્વિસ બીજી કોઈ ટેલીકોમ કંપનીની લઇ શકો છો. એટલે કે નંબર એનો એ જ રહેશે, પરંતુ ટેલીકોમ સર્વિસ બીજી કંપની આપશે. તેવી જ રીતે તમે દેશમાં કોઈ પણ સ્થળે રહો તો પણ તમને તમારા હિસ્સાનું રાશન ત્યાં મળી જશે. ધારો કે તમારી ફેમિલીમાં 5 મેમ્બર છે અને આ 5 મેમ્બર અલગ અલગ જગ્યા પર રહેતા હોય તો પણ દરેકને પોતાનું હિસ્સાનું રાશન જે તે રાજ્યમાં ગમે ત્યાં નજીકમાં મળી જશે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગયા વર્ષે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ નીચે લગભગ 81 કરોડ લોકોને આ યોજના નીચે રાશન મળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે આ લોકડાઉનમાં પણ લગભગ 12 કરોડ પ્રવાસી મજદૂરોને 3 મહિના સુધી ફ્રીમાં રાશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આમ ‘વન નેશન વન રૅશનકાર્ડ’ યોજના એ સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ માની એક છે. જેને મોદી સરકારે પોતાની બીજી ઈનિંગમાં મોટી સફળતા મળી છે. આમ મિત્રો, આ યોજનામાં ઘણા લોકોને આ યોજના લાભ મળશે, તેમજ તમે ભારત દેશના કોઈ પણ ખૂણે હો તો પણ પોતાનું રાશન મેળવી શકશો.