વાહનના ટાયરમાં સામાન્ય હવાના બદલે ભરો જો નાઈટ્રોજન એર.. તેના ફાયદાઓ વાંચો તમારી સુરક્ષા માટે…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

વાહનના ટાયરમાં જો નાઈટ્રોજન એર ભરવામાં આવે તો ખુબ જ લાભો….. તેના ફાયદાઓ વાંચો.. તમારી સુરક્ષા માટે.

પોતાની મોટરકાર અથવા બાઈકના ટાયરોમાં હવા પુરાવવાનું કાર્ય તો બધા લોકો કરતા જ હોય છે. પરંતુ તમે પંપ પર ઘણા લોકોને પોતાના ટાયરોમાં નાઈટ્રોજન એર ભરાવતા પણ જોયા હશે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિને એક્સપ્રેસ હાઈ-વે પર પોતાનું વાહન ચલાવવાનું હોય છે ત્યારે ટાયરમાં સામાન્ય હવા પુરાવવાને બદલે મોટાભાગે નાઈટ્રોજન એર ભરાવવાની સલાહો અપાતી હોય છે. તો આજે જાણીએ કે શા માટે ટાયરમાં સામાન્ય હવા પુરાવવા કરતા નાઈટ્રોજન એર ભરાવવાની સલાહ અપાય છે.

વાહનના ટાયરમાં પુરાવવામાં આવતી હવા પર પણ ટાયરનું સ્વાસ્થ્ય નક્કી કરે છે. ઘણા ઓછા લોકોને જાણ હોય છે કે સામાન્ય હવાની સાથે વધુ એક હવા ટાયરમાં ભરાવી શકાય છે. જેને નાઈટ્રોજન એર કહેવામાં આવે છે. તે હવા પુરાવવાથી ટાયરને ઘણા બધા લાભો થાય છે અને સાથે સાથે આપણી સુરક્ષા પણ નક્કી થાય છે.

નાઈટ્રોજન ગેસના લાભો.
નાઈટ્રોજન ગેસ ટાયરમાં ઉપયોગ થતા રબરના લીધે ટાયરમાં ઓછા પ્રમાણમાં વધતી હોય છે. જેના લીધે ટાયરમાં પ્રેશર બરાબર રહે છે, તેથી જ ફોર્મૂવા વન રેસિંગ કારના ટાયરોમાં નાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો ટાયરોમાં નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે તો તેનાથી ટાયરની અંદર રહેલ ઓક્સીજન ડાઈલ્યૂટ થઇ જાય છે. સાથે સાથે ઓક્સીજનમાં રહેલા પાણીનું પ્રમાણ પણ ખતમ થઇ જાય છે.

જ્યારે સામાન્ય એરમાં ભેજ ફેલાવાની સમસ્યા રહે છે. જેથી ટાયરને નુકશાન પહોંચે છે તો બીજી તરફ તેમાં રહેલ વેપર  ટાયરને વધારે દબાણ આપે છે જેનાથી ક્યારેક ટાયર ફાટવાની સંભાવના રહે છે.

તમે આ વાતથી કદાચ અજાણ હશો કે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ નાઈટ્રોજન ગરમીની ઋતુમાં ટાયરને ઠંડુ રાખી શકે છે. વિજ્ઞાન અનુસાર આ વાતને જાણીએ તો આપણી આજુબાજુ રહેલ હવામાં 78 % નાઈટ્રોજન ગેસ, 21 % ઓક્સીજન અને 1 % કાર્બન ડાયોક્સાઈડ ગેસનું પ્રમાણ રહેલું છે. આ બધા જ ગેસ ગરમીમાં પ્રસરી જાય છે અને ઠંડીમાં સંકોચાવા લાગે છે અને આ જ રીતે ટાયરની હવા સાથે પણ આ પ્રક્રિયા થાય છે. જેથી ગરમીની ઋતુમાં ટાયરમાં વધારે પ્રેશર એટલે કે દબાણ આવે છે. જેના કારણે ટાયરમાં પંચર પડવાની કે ટાયર ફાટવાની સમસ્યાઓ ઉદ્દભવે છે. પરંતુ નાઈટ્રોજન એર પુરાવવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે.

નાઈટ્રોજન એર આપણા ટાયરને ઉનાળમાં ઠંડુ રાખે છે. ઉનાળામાં નાઈટ્રોજન એર ટાયરમાં ભરાવવામાં આવે તો ટાયર ગરમ નથી થતું અને પંચર અથવા ટાયર ફાટવા જેવી સમસ્યાઓ નથી થતી. જો આ એર ભરવામાં આવે તો ગાડીમાં બેલેન્સ પણ આવે છે અને સરળતાથી રોડ પર આપણું વાહન ચાલી શકે છે.

નાઈટ્રોજન એર ભરવાથી ટાયર સંબંધી કોઈ અકસ્માત નથી થતો. એટલા માટે હંમેશા ટાયરમાં નાઈટ્રોજન એર જ ભરવો જોઈએ. જેનાથી આપણી અને આપણા પરિવારની સુરક્ષા પણ જળવાઈ રહે છે. તો મિત્રો બને ત્યાં સુધી ટાયરમાં નાઈટ્રોજન એર જ પુરવો જોઈએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment