ન્યુઝ પેપરમાં શા માટે આ ચાર રંગના ટપકા હોય છે? આ રહસ્ય વિશે તમને કોઈએ કહ્યું નહિ હોય…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

📰 સમાચાર પત્ર એટલે કે ન્યુઝ પેપરમાં શા માટે આ ચાર રંગના ટપકા હોય છે? 📰

📰 મિત્રો લગભગ બધા લોકોને ન્યુઝ પેપર વાંચતા  જોય હશેઅથવા તો તમે પણ વાંચતા હશો. તમે જોયું હશે કે ઘણા લોકો તો એવા પણ હોય છે જે ન્યુઝ પેપરને વાંચ્યા વગર તેમનો દિવસ ઉગતો નથી. ઉઠતાની સાથે ન્યુઝ પેપર વાંચવાની ટેવ હોય છે. જે એક ખુબ જ સારી આદત છે કારણ કે, તેનાથી આપણને દેશ અને દુનિયાની ખબર રહે છે તેમજ તે આપણું સામાન્ય જ્ઞાન પણ વધારે છે એટલે કે જનરલ નોલેજ પણ વધે છે. પરંતુ આજનો અમારો આ આર્ટીકલ તમારું એવું સામાન્ય જ્ઞાન વધારશે કે જે ન્યુઝ પેપર વાંચવાથી લગભગ નહિ વધે.Image Source :

📖 મિત્રો તમે ન્યુઝ પેપર વાંચતા હોવ તો તેમાં તમે ન્યુઝ પેપર તો ખુબ સારી રીતે વાંચતા હોવ છો ખુબ જ ધ્યાન પૂર્વક અને એકાગ્રતાથી, જેથી કોઈ પણ મહત્વના સમાચાર છૂટી ન જાય. પરંતુ ન્યુઝ પેપર વાંચતી વખતે ક્યારેક તમારું ધ્યાન પેપરમાં નીચેની બાજુમાં ગયું હોય તો તમે જોયું હશે કે ત્યાં ચાર અલગ અલગ રંગના ટપકા આપેલા હશે. આવું દરેક ન્યુઝ પેપરમાં હોય છે. હવે તે ન્યુઝ પેપરની કોઈ ડીઝાઈન નથી પરંતુ તેનું પણ એક અલગ જ મહત્વ છે. ઘણા ઓછા લોકોને તે ટપકાનો ખ્યાલ હોય છે. તો મિત્રો આજે અમે તમને જણાવશું કે દેશ અને દુનિયાની ઘટનાઓથી માહિત ગાર કરતા તમારા ન્યુઝ પેપરની એક ખુબ જ મહત્વની જાણકારી જે તમારા જ્ઞાનમાં પણ વધારો કરશે.

Image Source :

📖 મિત્રો કોઈ પણ ન્યુઝ પેપરના દરેક પેઈજ પર નીચે આ રીતે ચાર રંગના ટપકા જોવા મળે છે. અત્યારના સમયમાં અમુક ન્યુઝ પેપરમાં તે હાર્ટશેપમાં પણ જોવા મળે છે. આ ટપકા ઘણી બધી વસ્તુ બતાવે છે. તે ટપકાનું ખુબ જ ખાસ મહત્વ છે. આ એવા ચાર રંગના ટપકા છે કે જે પ્રાથમિક કલર છે મતલબ આ કલરનો ઉપયોગ કરીને કોઈ અન્ય કલરને બનાવવામાં આવે છે. આ કલરને CMYK તરીકે ઓળખવામાં આવે છે. C નો મતલબ છે cyan એટલે કે બ્લુ કલર. Y મતલબ yellow એટલે કે પીળો. M નો મતલબ છે magenta એટલે કે લાલ રંગ જેવો રંગ અને K એટલે કે key અથવા તો black જેનો મતલબ છે કાળો કલર.

Image Source :

👩 જો મિત્રો હવે ન્યુઝ પેપરમાં આ ટપકાનું શું મહત્વ છે તે સમજીએ. આ ટપકા એવું પણ બતાવે છે કે હવે ન્યુઝ પેપર બ્લેક એન્ડ વાઈટ નથી રહ્યા પરંતુ કલરફૂલ થઇ ગયા છે. જો મિત્રો તમારા ન્યુઝ પેપરમાં જો આ કલરની સિક્વન્સ CMYK હોય તો તમારે સમજવાનું કે તે ન્યુઝ પેપરના બધા જ પિક્ચર્સ એટલે કે ફોટો એકદમ સરસ આવેલા છે. પરંતુ તેની સિક્વન્સ જો આડા અવળી થાય તો તેનો મતલબ થાય છે કે તે ન્યુઝ પેપરમાં ફોટોની પ્રિન્ટ સારી નથી નીકળી તે થોડા બ્લર આવ્યા છે.

Image Source :

📰 મિત્રો રોજે લાખોની સંખ્યામાં ન્યુઝ પેપરની પ્રિન્ટ થતી હોય છે માટે તે પ્રિન્ટીંગ ક્વોલીટીને જાળવી રાખવું થોડું અસંભવ લાગે. પરંતુ આ ટપકાની સહાયતાથી તે સમભાવ પણ લાગે કારણ કે આ ટપકાની મદદથી આપણે જાણી શકીએ છીએ કે ક્યાં છાપાની પ્રિન્ટ બરાબર નથી આવી. જો ન આવી હોય તો ટપકાની મદદથી ખબર પડી જાય છે અને ત્યાર બાદ તે પ્રિન્ટને ઠીક કરે છે.

📰 આ ઉપરાંત કોઈ ન્યુઝ પેપરમાં એકાદ ટપકું અડધું જ હોય અડધું કપાઈ ગયું હોય તેનો મતલબ તેવો થાય કે જે ટપકું અડધું આપ્યું છે તે કલરની પ્રિન્ટ ન્યુઝ પેપરમાં બ્લર આવી છે.

📰 તો મિત્રો આ રીતે ન્યુઝ પેપરની પ્રિન્ટ કરનાર લોકો માટે આ ચાર રંગના ટપકા ખુબ જ ઉપયોગી છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment