મિત્રો આપણે ત્યાં એવું કહેવાય છે કે બાળક એ સાક્ષાત ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ જ્યારે બાળક નાનું હોય ત્યારે તેને કોઈ નાની એવી તકલીફના કારણે રડવું આવી જતું હોય છે તો આપણે ઘણી વાર સમજી નથી શકતા કે બાળક શા માટે રડે. ઘણી વાર બાળકના રડવાથી આપણે પરેશાન થઇ જતા હોઈએ, પરંતુ બાળકના રડવાનું કારણ આપણે જાણી શકતા નથી. પરંતુ આજે અમે તમને એક એવી વૈજ્ઞાનિક ટેકનીક જણાવશું જેનાથી તમે જાણી શકશો.
સામાન્ય રીતે આપણે જ્યારે બાળકના રડવાનો અવાજ સાંભળીએ ત્યારે એવું કહેતા હોઈએ છીએ કે તેને ભૂખ લાગી હશે, તે ભૂખ્યું હશે અથવા તો એમ કહીએ છીએ કે તેને કંઈક શારીરિક તકલીફનો અનુભવ થયો હશે. આમ અનેક અનુમાન કરીને આપણે બાળકને શાંત કરીએ છીએ. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનિક વિકસાવી છે કે, જેના દ્રારા આપણે બાળકની આ સમસ્યાનું સમાધાન કરી શકીશું.
આ એક એવી ટેકનીક છે, જેમાં માત્ર બાળકના અવાજ પરથી આપણે જાણી શકીશું કે બાળક ભૂખ્યું છે કે નહીં. અથવા તો બાળકને કોઈ તકલીફ હોય, જેમ કે કંઈક દુઃખાવો થતો હોય તો એ પણ જાણી શકાશે. આ માટે વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ એક એવી કમ્પ્યૂટર સિસ્ટમ વિકસાવી છે, જે બાળકનાં રડવાનું કારણ શોધવામાં સક્ષમ છે. આ ટેકનીક અમેરિકાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ અને ચીની ઓટોમેશન અસોસિએશન દ્વારા ભેગા મળીને તૈયાર કરેલ છે.
તમે જાણો કે દરેક બાળક જુદી-જુદી રીતે રડતું હોય છે. એટલે કે દરેક બાળકનો રડવાનો અવાજ જુદો-જુદો હોય છે. તેવું સંશોધકોનું કહેવું છે. પરંતુ આગળ સંશોધકો જણાવે છે કે, બાળકના રડવાનો અવાજ ભલે અલગ હોય છે, પણ તેના કારણો સરખા જ હોય છે. આથી તેનું સાચું કારણ જાણવા માટે વૈજ્ઞાનિકોએ અલગોરિધમ પર આધારિત એક સિસ્ટમ વિકસાવી છે. જે બાળકોનો રડતો અવાજ ઓળખે છે અને તેનું કારણ શોધે છે. વિકસિત કરેલી આ લેન્ગવેજ રેકગ્નાઇઝેશન અલગોરિધમ ખાસ રીતે કામ કરે છે. તે ઘોંઘાટવાળા વાતાવરણમાં પણ સામાન્ય અને અસામાન્ય રડવાના અવાજને ઓળખવામાં સક્ષમ છે. ચાલો તો જાણીએ આ સિસ્ટમ કંઈ રીતે કામ કરે છે.
આ સિસ્ટમમાં પહેલા બાળકના રડવાના અવાજને પકડે છે, એટલે કે આ અવાજના સિગ્નલ સમજે છે. ત્યાર બાદ સિસ્ટમમાં રહેલ પ્રોગ્રામિંગમાં તે સિગ્નલનું મેળાપ કરે છે. એટલે બાળક અને સિસ્ટમના અવાજને માપે છે, ત્યારબાદ તેનાં રડવાનું કારણ જાણવા પ્રયત્ન કરે છે. સંશોધકોનું કહેવું છે કે ઈમરજન્સીના સમયમાં આ સિસ્ટમ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
આ ઉપરાંત લિચુઆન લિયુ નામના સંશોધકનું છે કે, રડવું પણ એક પ્રકારની વિશિષ્ટ ભાષા જ છે. કારણ કે તેમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા અવાજો રહેલા છે. આ ટેકનીકનો મૂળ ઉદ્દેશ એ છે કે, બાળકો સ્વસ્થ રહે અને માતા-પિતા પર તેમની સાર-સંભાળની જવાબદારી ઓછી રહે. આ સિસ્ટમને હજુ વધારે અસરકારક બનાવવા માટે હોસ્પિટલ્સ અને મેડિકલ રિસર્ચ સેન્ટરમાંથી ડેટા ભેગો કરવામાં આવશે અને પછી તેની પ્રમાણભૂત માહિતી આપી શકશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google