Swift-Creta ને પાછળ છોડીને બની છે ભારતની નંબર 1 કાર, કોઈ કારમાં ન હોય એવી છે પાંચ ખુબીઓ… લોકો ખરીદી રહ્યા છે આંખ બંધ કરીને…

મારુતિ સુઝુકીએ ગયા વર્ષે જ આ કારનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું. સાત વર્ષોમાં આ ભારતની સૌથી વધારે વેચાતી કારોની લિસ્ટ માં સામેલ રહી છે. બલેનોમાં એક નવો 1.2 લીટર નું સીરીઝ ડ્યુઅલ જેટ ડ્યુઅલ વીવીટી પેટ્રોલ એન્જિન છે.

મારુતિ સુઝુકીની પ્રીમિયમ હેંચબેક બલોનો મોટા બદલાવ કરીને ભારતની સૌથી શ્રેષ્ઠ વેચાણ કરવા વાળી કાર બની ગઈ છે. ગયા ફેબ્રુઆરી 2030 મહિનામાં બલેનો ને સૌથી વધારે 18,592 લોકોએ ખરીદી છે. ત્યારબાદ મારુતિ સ્વિફ્ટ અને ત્રીજા નંબર પર મારુતિ સુઝુકી અલ્ટો છે. મારુતિ સુઝુકી એ પાછલા વર્ષે જ આ કારનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. પહેલીવાર તેને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. સાત વર્ષથી આ ઇન્ડિયા ની સૌથી વધારે વેચાણ થતી કારોની લિસ્ટમાં સામેલ રહી છે.નવી મારુતિ સુઝુકી બલેનોના નવા મોડલમાં જૂના ની તુલના એ અનેક અપડેટ ફીચર્સ નવી ડિઝાઇન નવી સુવિધાઓ અને એક નવું એન્જિન જોવા મળે છે. આજે તમને મારુતિ સુઝુકી બલેનો ફેસલિસ્ટ ની પાંચ ખુબીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બલીનોમાં સ્પોર્ટી ડિઝાઇન વાળી ડિઝાઇન અને અંદરની તરફ ખૂબ સારી એવી સ્પેસ જોવા મળે છે.તેની ઉંચી ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને ખરાબ રસ્તાઓ પર સારી રીતે ચલાવવામાં મદદ કરે છે.

1) ઇન્ટિરિયર અને ફીચર્સ:- ફેસલિફ્ટેડ બલેનો ગિલ્સ સુધી ફીચર્સ ધરાવે છે.  તે Android Auto, Apple CarPlay અને 40+ કનેક્ટેડ કાર સુવિધાઓ સાથે એક નવી 9.0-ઇંચ સ્માર્ટપ્લે પ્રો+ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ધરાવે છે. અન્ય કેટલીક વિશેષતાઓમાં એક હેડ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી પાર્કિંગ કેમેરા, ઓલ-એલઇડી લાઇટિંગ સિસ્ટમ, ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ અને છ એરબેગ્સ, ESP, હિલ હોલ્ડ આસિસ્ટ જેવી સલામતી સુવિધાઓ આપવામાં આવી છે.2) એન્જિન અને માઇલેજ:- બલેનોમાં એક નવું 1.2 લીટર ના સીરીજ ડ્યુઅલ જેટ, ડ્યુઅલ વીવીટી પેટ્રોલ એન્જિન મળે છે જે ફ્યુઅલ એફિસીએન્સી સાથે સ્ટાર્ટ / સ્ટોપ સિસ્ટમની સાથે આવે છે.આ  88.5 hp ના પાવર અને 113 નો Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.  એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT (AGS) સાથે આવે છે.  મેન્યુઅલ વેરિઅન્ટમાં 22.35 kmpl સુધી માઈલેજ મળે છે, CNG મોડલમાં આ માઈલેજ 30 kmpl સુધી છે.

3) ડિઝાઇન અને કલર:- નવી મારુતિ સુઝુકી બલેનો ફેસલિફ્ટ માં હનીકોમ્બ પેટર્ન અને બમ્પરની સાથે પહોળી ગ્રીલ આપવામાં આવી છે. આ પ્રીમિયમ હેચબેક ની ગ્રીલ હવે ઓલ એલઇડી હેડલેમ્પ્સ અને ડીઆરએલ થી લૈસ છે અને તેમાં C-આકારના LED ટેલલેમ્પ્સ પણ મળે છે. તેના સિવાય તેને છ રંગોમાં ઓફર કરવામાં આવે છે, જેમ કે પર્લ આર્ક્ટિક વ્હાઇટ, સ્પ્લેન્ડિડ સિલ્વર, ગ્રેન્ડ્યુર ગ્રે, સેલેસ્ટિયલ બ્લુ, ઓપ્યુલન્ટ રેડ અને લક્સ બેજ આટલા વિકલ્પ છે.4) સાઈઝ અને કેપેસિટી:- બલેનોની લંબાઈ 3990 મીમી , પહોળાઈ 1745 મીમી , ઊંચાઈ 1500 મીમી , વ્હીલબેઝ 2520 મીમી , ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 મીમી., બૂટ સ્પેસ 318 લિટર અને ઇંધણ ટાંકીની ક્ષમતા 37 લિટર છે.

5) ભાવ અને હરીફો:- મારુતિ બલેનોની કિંમત 7.53 લાખ રૂપિયાથી લઈને 11.21 લાખ રૂપિયાની વચ્ચે છે.  મારુતિ સુઝુકી બલેનોને સિગ્મા, ડેલ્ટા, ડેલ્ટા સીએનજી, ઝીટા, ઝીટા સીએનજી અને આલ્ફા સહિત છ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે.  તે Hyundai i20, Honda Jazz અને Tata Altroz ​​ને ટક્કર આપે છે. 2022 ની મારુતિ બલેનોમાં પાંચ લોકોની બેસવાની ક્ષમતા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment