અલગ અલગ બ્લેડ વાળા પંખાની આ રોચક માહિતી, તમે પણ નહી જાણતા હોવ..

મિત્રો આજે અમે એવી રોચક વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને લગભગ તમે આશ્વર્ય પામશો. કેમ કે અમે જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના વગર આજે લગભગ કોઈ પણ વ્યક્તિને ચાલતું નથી. કેમ કે તે વસ્તુ એક સામાન્ય અને જીવન જરૂરિયાતની બાબત બની ગઈ છે. તો ચાલો જાણીએ કે કંઈ છે વસ્તુ અને શું જણાવવામાં આવ્યું છે તેના વિશે આ લેખમાં.

મિત્રો આજે અમે તમને પંખા વિશે થોડી એવી માહિતી જણાવશું જે લગભગ તમે ક્યારેય નહી જાણી હોય. કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા બધાના ઘરમાં સીલિંગફેનમાં ત્રણ પાંખ જ હોય છે. તો તેની પાછળનું સાચું કારણ શું છે અને કેમ તેમાં ત્રણ જ પાંખ રાખવામાં આવે છે તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો આજે તમને તેના વિશેની ખુબ જ રોચક અને મહત્વની જાણકારી જણાવશું. તો ચાલો જાણીએ કે શા માટે પંખામાં માત્ર ત્રણ જ પાંખ હોય છે. પરંતુ પહેલા આપણે પંખાના મહત્વ વિશે જાણી લઈએ. મિત્રો પંખો માત્ર હવામાં બહાવ લાવે છે. પરંતુ ઘણા લોકોની એવી ખોટી ધારણા હોય છે પંખો હવાને ઠંડી કરે છે. પરંતુ તેવું નથી હોતું. પંખો માત્રને માત્ર હવાને ધક્કો મારે છે. જ્યારે હવા આપણા શરીર સાથે ટકરાય છે ત્યારે આપણા શરીર માંથી જે પરસેવો નીકળતો હોય તે હવાને ટચ થાય છે જેના કારણે આપણને ઠંડી હવાનો અનુભવ થાય છે.

તો હવે જાણીએ પંખાના પાંખ વિશે.

મિત્રો અમે જે ઉપર જણાવ્યું તેમ પંખાનું મુખ્ય કામ હોય હવાના પ્રવાહને ધક્કો મારવો. પંખામાં જેટલા વધારે પાંખ હશે એટલો હવાનો પ્રવાહ વધારે આવે છે. પરંતુ તેની સાથે સાથે હવાના કારણે પ્રતિરોધ પણ વધે છે. એટલે કે હવાનો પ્રવાહ વધે પરંતુ તેમાં અવરોધ પણ આવે છે. જો પંખામાં વધારે બ્લેડની સંખ્યા હોય તો હવા ઓછી આવે છે. તેનો પ્રવાહ વધારે હોય છે પરંતુ હવામાં અવરોધ પણ ઉભો થાય છે.

જો પંખામાં ત્રણ કરતા ઓછી બ્લેડ હોય તો તેનો અવાજ વધારે આવે છે. એક બ્લેડનો પણ પંખો ચાલી શકે પરંતુ તેમાં હવાનો પ્રવાહ ઓછો આવે અને આવાજ ખુબ જ વધારે કરે છે. તેવું જ બે બ્લેડના પાંખમાં પણ અબને છે. મિત્રો પંખાની બરોબર મધ્યમાં આપણે ઉભા હોઈએ તો ત્યાં ખુબ જ ઓછી હવાનો પ્રવાહ આવે છે. પરંતુ પછી આપણે જેમ જેમ બહાર નીકળીએ છીએ તેમ તેમ હવાનો પ્રવાહ વધારે હોય છે. પરંતુ પંખાની બ્લેડ હોય તેની નીચે સૌથી વધારે હવા આવતી હોય છે. પંખામાં હવાનો પ્રવાહ બ્લેડના એંગલ પર પણ નિર્ભર કરે છે. લગભગ મોટાભાગની પંખાની બ્લેડ 45 ડીગ્રીથી 55 ના એંગલની વચ્ચે સૌથી ઉત્તમ હવા આપે છે.

તો હવે જાણીએ કે કંઈ બ્લેડનો પંખો વધારે કાર્યક્ષમ હોય છે.  આના પર શોધ કરવામાં આવી છે એ પ્રમાણે અસલમાં ચાર બ્લેડ વાળો પંખો ઓછી વીજળીથી વધારે હવા આપી શકે છે. તો મિત્રો હવે આપણને એ સવાલ થાય કે લગભગ બધી જ જગ્યાએ ત્રણ બ્લેડ વાળા પંખા શા માટે હોય છે.

અસલમાં ભારત અને ગરમ દેશોમાં જ ત્રણ બ્લેડ વાળા પંખા વધારે જોવા મળે છે. જો એનર્જી એફીશીયંશી અને ટાર્કના હિસાબથી જોઈએ ચાર બ્લેડ વાળા પંખા વધારે સારા હોય છે. પરંતુ તે પંખાની બ્લેડના એંગલ પર પણ નિર્ભર કરે છે. જો બ્લેડનું એંગલ 40 ડીગ્રી અથવા 45 ડીગ્રી હોય તો ત્રણ બ્લેડ વાળો પંખો ખુબ જ સારો હવામાં રહે છે. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો ભારતમાં ત્રણ બ્લેડ વાળો ફેન એક ટ્રેન્ડ બની ગયો છે. ત્રણ બ્લેડ વાળો પંખો બનાવમાં થોડો સસ્તો હોય અને હવાનો પ્રવાહ વધારે આપે છે. પરંતુ થોડો આવાજ વધારે કરે છે પરંતુ તેમ છતાં ત્રણ બ્લેડ વાળા પંખા વધારે પ્રચલિત છે. લોકો વધારે ત્રણ પાંખ વાળા પંખા વધારે પસંદ કરે છે.

બે બ્લેડ વાળો પંખો લગભગ ખુબ જ સસ્તો આવે છે. પરંતુ તેનો ગેરફાયદો એ છે કે તેનો આવાજ ખુબ જ વધારે આવે છે. જોવામાં પણ ખુબ જ ફિક્કો લાગે છે તેની હવા પણ એટલી દમદાર નથી આવતી.

ત્રણ બ્લેડ વાળો પંખો બે બ્લેડ કરતા વધારે પ્રમાણમાં હવા ફેંકે છે. પરંતુ બે બ્લેડ વાળા પંખા કરતા ત્રણ બ્લેડ વાળો પંખો અવાજ પણ ઓછો કરે છે. આની સેમ પોઝીશન ચાર બ્લેડ વાળા પાંખમાં જોવા મળે છે તે ત્રણ બ્લેડ વાળા પંખા કરતા ઓછો અવાજ કરે છે અને દેખાવમાં તે ખુબ જ સારો છે. જેનો અવાજ પણ ત્રણ બ્લેડ વાળા પંખા કરતા ઓછો આવે છે.

પરંતુ મિત્રો હજુ પાંચ બ્લેડ વાળો પણ પંખો આવે છે. જેની હવા ચાર બ્લેડ વાળા પંખા કરતા ઓછી આવે છે. પરંતુ તે દેખાવમાં ખુબ જ સારો લાગે છે. જે ચાર બ્લેડ વાળા પંખા કરતા અવાજ પણ ઓછો કરે છે. પરંતુ ચાર બ્લેડ કરતા હવા ઓછી કાઢે છે. પરંતુ ઉપર જણાવ્યું એ પ્રમાણે ભારતમાં અને બીજા ગરમ દેશોમાં વધારે ત્રણ બ્લેડ વાળા પંખા જોવા મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment