મિત્રો દરેક લોકો પોતાનું ભવિષ્ય સેવ કરવા માટે કોઈને કોઈ પ્રકારનું રોકાણ કરે છે. આ માટે તે અવારનવાર નવી નવી યોજના વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. આથી જ આજે અમે તમારા માટે એક એવી યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ જેમાં માત્ર એક વખતના રોકાણ કરવાથી તમને દર મહીને 9000 રૂપિયા મળશે.
કોરોના કાળમાં ઘણા લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોને નોકરી પણ ગુમાવવી પડી હતી. એવામાં ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા ન થાય તે માટે સેવિંગ કરવી ખૂબ જરૂરી છે. સરકાર પણ લોકોની સુવિધા માટે ઘણા પ્રકારની બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાં રોકાણ કરીને તમે તમારા માટે સારું એવું બેન્ક બેલેન્સ જમા કરી શકો છો. જો સાચી યોજનામાં રોકાણ કરવામાં આવે તો, તમને બચત પર શાનદાર રિટર્ન પણ મળે છે.સરકારી યોજનાઓમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, તેમાં લોકોના પૈસા સુરક્ષિત રહે છે. આજે અમે તમને એવી જ એક સરકારી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણ કરવાથી તમને ઘણા ફાયદાઓ મળે છે. આ યોજનામાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, તેમાં દર મહિને તમને એકઠી થતી રકમ મળે છે. એવામાં ક્યારેય કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા થાય તો આ રૂપિયા તમને ઘણા કામ લાગી શકે છે. આવો તમને જણાવી આ સરકારી યોજના વિશે.
માત્ર એક વખત રોકાણ કરવાનું હોય છે:- અમે તમને જે સરકારી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે પોસ્ટ ઓફિસની છે. પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ અકાઉન્ટમાં તમને સારું વ્યાજ મળે છે. આ યોજનામાં તમે એક વખતમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમે એક વાર કોઈ એકઠી થયેલી રકમનું રોકાણ કરીને દર મહિને વ્યાજના રૂપમાં મંથલી ઇન્કમ મેળવી શકો છો. જાન્યુઆરી-માર્ચ 2023 માટે વ્યાજનો દર 7.1 ટકા નક્કી કરવામાં આવ્યો છે. જોકે, સરકાર નિયમિત આધાર પર વ્યાજનો દર નક્કી કરે છે.
ડાકઘરની એમઆઇએસ માટે લોક-ઇન પિરિયડ 5 વર્ષનો છે. તમે મેચ્યોરિટી પછી રોકાણ કરેલી રકમને કાઢી શકો છો અથવા તેને ફરીથી રોકાણ કરી શકો છો. વિત્ત મંત્રી નિર્મલા સિતારામને પોતાના બજેટ ભાષણ 2023માં ઘોષણા કરી હતી કે આ યોજનામાં વધુમાં વધુ રોકાણની સીમા એકલ ખાતા માટે 4.5 લાખ રૂપિયાથી વધીને 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતા માટે 15 લાખ રૂપિયા કરવામાં આવશે. ડાકઘર વર્તમાનમાં પાછલી રોકાણ સીમા દેખાડે છે.આ પ્રકારે દર મહિને મળશે 9 હજાર રૂપિયા:- પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણની સીમા વધી ગયા પછી, એક સંયુક્ત ખાતામાં 15 લાખ રુપિયાનું રોકાણ કરવામાં આવે છે. 15 લાખના રોકાણ બાદ વ્યાજના રૂપમાં લગભગ 9000 (8,875 રૂપિયા)ની માસિક આવક મેળવી શકાય છે. તે મુજબ પણ સંયુક્ત ધારકોના રોકાણમાં બરાબર ભાગ હોય છે. વ્યાજનું ભૂગતાન ખુલ્યાણી તારીખથી એક મહિનો પૂરો થાય ત્યાં સુધી આ રીતે મેચ્યોરિટી સુધી કરવામાં આવશે. સિંગલ અકાઉન્ટ માટે યોજનામાં 9 લાખ રૂપિયાની માસિક આવકનું વ્યાજ 5,325 રૂપિયાની માસિક આવક થશે. જ્યારે સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયાની જમા રાશિ 8,875 રૂપિયાની માસિક આવક મળે છે.
યોજનામાં મળે છે આ ફાયદાઓ:- એમઆઇએસમાં સારી વાત એ છે કે, બે કે ત્રણ લોકો મળીને પણ જોઇન્ટ અકાઉન્ટ ખોલાવી શકે છે. આ અકાઉન્ટના બદલામાં મળતી આવકને દરેક સદસ્યને બરાબર આપવામાં આવે છે. જોઇન્ટ અકાઉન્ટને ગમે ત્યારે સિંગલ અકાઉન્ટમાં બદલી શકાય છે. સિંગલ અકાઉન્ટને પણ જોઇન્ટ અકાઉન્ટમાં બદલી શકાય છે. અકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવા માટે બધા અકાઉન્ટ મેમ્બર્સની જોઇન્ટ એપ્લિકેશન આપવાની હોય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી