ફક્ત 7 વર્ષ સુધી જ કરો રોકાણ અને તમારી દીકરી માટે તૈયાર કરો પુરા 50 લાખ રૂપિયા રોકડા, જાણો સ્કીમ અને રોકાણ કરવાની બેસ્ટ ટીપ્સ…

મિત્રો જયારે રોકાણ કરવાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ એવું ફંડ શોધે છે જેમાં તેને સારો એવો ફાયદો થાય. તેમજ તેમાંથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. અને વાત જયારે બાળકોની આવે છે ત્યારે આજકાલ દરેક માતા-પિતા પોતાના બાળક માટે કંઈને કંઈ એવું રોકાણ કરે છે, જેમાં તેનું ભવિષ્ય સુરક્ષિત રહે છે અણીના સમયે મદદ મળી રહે. પરંતુ વાત જયારે દીકરીની આવે છે ત્યારે આજકાલ તો સરકાર તરફથી પણ અનેક યોજનાઓ હવે બહાર પડી છે. જેમાં રોકાણ કરવાથી તમારી દીકરીનું ભવિષ્ય સુધરી શકે છે.

જો તમે પણ પોતાની દીકરીના લગ્ન ખુબ જ ધામધુમથી કરવા માંગો છો તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આજના સમયમાં ઘણી એવી સ્કીમ છે જેમાં રોકાણ કરીને તમે મોટું ફંડ તૈયાર કરી શકો છો. રોકાણ સલાહકારોનું કહેવું છે જો તમે રોકાણની શરૂઆત કરી રહ્યા છો તો તમારે કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. જયારે તમારા પૈસા વધે છે તે સમયે રોકાણ કરવાનું શરુ કરી દો.

રોકાણ કરતી વખતે અનુશાસનનું ધ્યાન જરૂર રાખો. એટલે કે તમારે સમયસર રોકાણ કરતુ રહેવું પડે છે અને તેને વધારતું રહેવું પડે છે. ચાલો તો જાણી લો ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ.

SIP માં રોકાણ કરો : જો તમને વધુ રીટર્ન જોઈએ છે તો તમારા માટે સિસ્મેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સારો વિકલ્પ છે. તમે SIP દ્વારા થોડા જ વર્ષોમાં સારું એવું રીટર્ન મેળવી શકો છો. આ માટે તમે ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ પણ દર મહીને કરી શકો છો.

1000 હજારના રોકાણ પર મળશે 20 લાખનું ફંડ : ફ્રેકલીન ટેપલટન પફ ઇન્ડિયાની વેબસાઈટ પર આપવામાં આવેલ સીપ કેલકુલેટર અનુસાર જો તમે દર મહીને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમે 20 વર્ષમાં 20 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ ગણતરી અંદાજીત 12% ના વાર્ષિક વ્યાજ પર કરવામાં આવેલ છે.

આ રીતે બનાવો 50 લાખનું ફંડ : 7 વર્ષ માં 50 લાખનું ફંડ તૈયાર કરવા માટે તમારે દર મહીને 40,000 રૂપિયાનું રોકાણ કરવાની જરૂર છે. આ ગણતરી અંદાજીત 12% સીએજીઆર રીટર્ન કરતા થાય છે. એવું જોવામાં આવ્યું છે કે ઇક્વિટી લાંબી અવધિમાં સારું રીટર્ન આપે છે.

સલાહકારનું કહેવું છે કે, જરૂરી નથી કે મોટી રકમથી જ રોકાણ કરવાનું શરૂઆત કરવી જોઈએ. જો તમે ઈચ્છો છો કે 100 રૂપિયાથી પણ રોકાણ કરી શકો છો. પણ જો SIP દ્વારા રોકાણ કરવા માંગો છો તો 500 રૂપિયાનું રોકાણ કરવું જ પડે છે. જો તમે નિયમિત રૂપે દર મહીને આટલું રોકાણ કર્યું તો 20 વર્ષમાં આ રકમ 5 લાખ રૂપિયા આસપાસ થઈ જાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment