શું ખતમ થઇ જશે 14 એપ્રિલ બાદ સંપૂર્ણ લોકડાઉન…. આછે મોદી સરકારનો પ્લાન

મિત્રો એક બાજુ કોરોના સામે લડવા માટે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. તો હવે લોકડાઉન પોતાના અંતિમ પડાવ તરફ પણ આગળ વધી રહ્યું છે. પરંતુ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, દરેક નવા દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. જે ખુબ જ ચિંતાનો વિષય બનતો જાય છે. કેમ કે પ્રતિદિન મૃત્યુનો આંકડો પણ ઉચો થઇ રહ્યો છે. લોકડાઉન બધાની સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. 

પરંતુ બધાને હાલ એ પ્રશ્ન થઇ રહ્યો છે કે શું 14 એપ્રિલ બાદ સંપૂર્ણ લોકડાઉન પિરીયડ પૂરો થઇ જશે ત્યાર બાદ શું થશે ? શું લોકડાઉન યથાવત રહેશે કે પછી લોકો બહાર નીકળી શકશે ? કે પછી આવા જ લોકડાઉનના માહોલમાં હજુ રહેવું પડશે. તો મુદ્દાને લઈને લોકો ખુબ જ પરેશાન છે. દરેક વ્યક્તિને 14 તારીખ પછી શું થશે તેની ચિંતા સાથે પ્રશ્નો થઇ રહ્યા છે. 

દેશવાસીઓની સાથે સાથે હાલ આ બધા જ સવાલો સામે દેશની સરકાર પણ વિચારોનું મંથન કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી ચુક્યા છે. મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં એવું કહેવામાં આવ્યું કે, જીલ્લા પ્રસાશનના રીપોર્ટના આધાર પર લોકડાઉન પર પ્લાન મોકલવામાં આવ્યો છે. આ પ્રકારની બધી જ જાણકારીઓનું મૂલ્યાંકન કર્યા બાદ કેન્દ્ર સરકાર ચોક્કસપણે એક બ્લુપ્રિન્ટ બનાવવાની તૈયારીમાં છે કે હવે લોકડાઉન પર આગળ શું કરવું જોઈએ. 

આ મુદ્દે સરકારના સુત્રો અનુસાર ખાસ એક્સક્લુઝિવ જાણકારી મળી છે, મળેલી જ્નાકરી અનુસાર કેન્દ્ર સરકાર લોકડાઉનના રીઝલ્ટથી સંતુષ્ટ છે અને બધા જ પહેલુઓ પર વિચાર કરીને આગળના યોગ્ય નિર્ણય અને બની શકે એવા કદમ ઉઠાવવામાં આવશે. જેમાં સરકાર દેશવાસીઓ વિશે પણ વિચારી રહી છે અને લોકડાઉન માટે શું કરવું અને કોરોના વિશે પણ યોગ્ય વિચાર થઇ રહ્યા છે. જે યોગ્ય હશે તે સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. 

શું લોકડાઉન હટાવવામાં આવશે : સરકારનો પ્લાન એવો છે કે લોકડાઉન અલગ અલગ તબક્કામાં હટાવવામાં આવે. એટલે કે 24 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા દેશને એક સાથે 21 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યું હતું, તે અનુસાર 14 એપ્રિલ બાદ આખા દેશમાં એક સાથે લોકડાઉન ખતમ થાય તેવી સંભાવના નથી. ધીમે ધીમે અલગ અલગ તબક્કામાં લોકડાઉન પૂર્ણ થાય તેવું જાણવામાં આવી રહ્યું છે. કેમ કે આ મુદ્દે સરકાર પણ ખુબ જ ચિંતામાં છે. 

Leave a Comment