મિત્રો તમે જાણો છો કે, હાલમાં ફિલ્મી દુનિયામાં ઘણા હીરો અને હિરોઈન વચ્ચે પ્રેમ સબંધો જોવા મળતા હોય છે. ઘણા લોકો લગ્ન પણ કરી લે છે, તેના વિશે તો આપણે જાણીએ છીએ. પણ ક્યારેક એવું પણ બને છે કે, તે લોકોમાં તકરાર થતા છૂટાછેડા જેવી ગંભીર પરિસ્થિતિ આવી જતી હોય છે. પણ તે લોકોને આ પરિસ્થિતિ સામાન્ય લાગતી હોય છે એટલે ફિલ્મી દુનિયામાં આવું અવારનવાર જોવા મળતું હોય છે. અને તેમાં પણ પૈસાના કારણે આવું વધારે બની રહ્યું છે, છૂટાછેડામાં પૈસાની માંગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે પછી છૂટાછેડા થતા હોય છે.
સૈફ અલી ખાન હાલમાં બનતી ઘણી ફિલ્મોમાં વિલનના પાત્રમાં જોવા મળી રહ્યા છે. ‘તાન્હાજી’ ફિલ્મમાં નકારાત્મક પાત્ર સાથે લોકોનું દિલ જીતનાર સૈફ હવે ફરી એકવાર આવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં દિગ્દર્શક ઓમ રાઉત સાથે ફિલ્મ ‘આદિપુરુષ’ માં લંકેશ એટલે કે રાવણની ભૂમિકા ભજવતો જોવા મળશે. પરંતુ આ ફિલ્મમાં તેના પાત્ર વિશે વાત કરતા તેણે એવી વાત કરવામાં આવી છે કે, જેના કારણે લોકો તેમની ચર્ચા કરી રહ્યા છે. એટલું જ નહિ પણ સોશિયલ મીડિયા પર લોકો તેમને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો તેમને આ ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી હતી. જો કે થોડા સમય બાદ સૈફે માફી માગી હતી. બસ આ દિવસોમાં સૈફ હિમાચલ પ્રદેશ તેની ફિલ્મ ‘ભૂત’ પોલીસનું શુટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બોલીવુડ સેલેબ્સના મોંઘા છુટાછેડા હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા હતા.
લગ્નની જેમ જ સૈફ અને અમૃતાના છૂટાછેડાનું પણ ઘણી બધી હેડલાઈન્સમાં આવી રહ્યું હતું. અમૃતા સાથે લગ્નના 13 વર્ષ પછી સૈફે તેને છૂટાછેડા આપી દીધા હતા. એક ઈન્ટરવ્યૂમાં સૈફે કહ્યું હતું કે, છૂટાછેડા પછી 5 કરોડની રકમ નક્કી કરવામાં આવી હતી, જેમાંથી તેને 2.5 કરોડ રૂપિયા આપ્યા છે. અને વળી દર મહીને અમૃતાના બાળકોને સંભાળવા માટે તે 1 લાખ રૂપિયા આપે છે.
કરિશ્મા કપૂરે લગ્નના 11 વર્ષ પછી 2016 માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા દરમિયાન કરિશ્મા અને તેના ઉદ્યોગપતિ પતિ સંજય કપૂર વચ્ચે 14 કરોડ રૂપિયાના કાગળો પર સાઈન કરી હતી. આ દરમિયાન સંજય કરિશ્માને દર મહીને 10 લાખ રૂપિયા આપે છે. આ પૈસાથી તેમના બાળકોની સંભાળ રાખવામાં આવે છે.
મલાઈકા આરોરાએ અરબાઝ ખાન પાસે છૂટાછેડાના બદલામાં 10 કરોડ રૂપિયા માગ્યા હતા અને તે આ કરતા ઓછા રૂપિયામાં સમાધાન કરવા તૈયાર ન હતી. જો કે આરાબઝે મલાઈકાને 10 કરોડની જગ્યાએ 15 કરોડ રૂપિયા આપ્યા હતા.
રિયા પિલ્લઈ સંજય દત્તની બીજી પત્ની હતી. 1998 માં તેમના લગ્ન થયા હતા અને 2005 માં તેમણે છૂટાછેડા લીધા હતા. વળતરના રૂપમાં સંજયે રિયાને કેટલી રકમ આપી તેનો સતાવાર ખુલાસો કરવામાં આવ્યો હતો. પરંતુ મીડિયાના રીપોર્ટસ અનુસાર સંજયે 4 કરોડ રૂપિયા ચૂકવ્યાના સમાચાર મળ્યા હતા, અને એક મોંઘી કાર અને ફેન્સી લક્ઝરી બંગલો પણ આપ્યો હતો.
ઋત્વિક રોશન અને સુઝાન ખાનના છુટાછેડાની કિંમત ઘણી મોંઘી દર્શાવવામાં આવી હતી. બંનેના લગ્ન 2000 માં થયા હતા. પરંતુ 2013 માં અફેર્સના કારણે બંનેમાં છૂટાછેડા થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે સુઝાને તલાકના રૂપમાં કરોડો રૂપિયાની માંગણી કરી હતી અને ઋત્વિકે મોટી રકમ ચૂકવી પડી હતી. જ્યારે બંનેના છુટાછેડા થયા ત્યારે એવી વાતો કરવામાં આવી હતી કે સુઝાને 400 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે ઋત્વિકે તેને 380 કરોડ રૂપિયા આપ્યા હતા.
આમીર ખાને તેના માતા-પિતા ની વિરુદ્ધ જઈને 1986 માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા વર્ષો પછી બંને વચ્ચે થોડી તકરાર થવાનું શરૂ થયું. 2002 માં આ દંપતીએ છૂટાછેડા લીધા હતા. આમીર ખાનને આ છુટાછેડા ઘણા મોંઘા પડ્યા હતા. રીના દત્તાને ઘણી રકમ ચુકાવવી પડી હતી.
ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપડાએ તેની પત્ની પાયલ ખાનથી છૂટાછેડા મેળવવા માટે 50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, 2001 માં આદિત્ય અને પાયલે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2009 માં બને અલગ થયા હતા.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ