અનોખા પર્વતો, તળાવો, ગુફાઓ અને વોટર ફોલ આ રાજ્ય છે ખુબજ અદ્દભુત

મિત્રો આજના સમયમાં લોકોમાં હરવાફરવાના ખુબ જ શોખીન હોય છે. કેમ કે દરેક લોકો પોતાના જીવનને સુવિધા સાથે અને મોજશોખથી પસાર કરવા માંગે છે. માટે આજે અમે તમને ભારતના એક એવા રાજ્ય વિશે જણાવશું, જ્યાંની હરિયાળી જોઇને કોઈ પણ મોહિત થઇ જાય. ત્યાંની કુદરતી સુંદરતા જોઇને તમે પણ મોહિત થઇ જશો. તો ચાલો જાણીએ ક્યું છે એ રાજ્ય અને ત્યાંના સૌથી ફેમસ પ્રાકૃતિક સ્થળ. માટે આ લેખને અંત સુધી વાંચો. 

મિત્રો તે રાજ્ય છે મેઘાલય. મિત્રો મેઘાલયની આબાદી લગભગ 36 લાખ જેટલી છે અને તેનું ક્ષેત્રફળ 22720 વર્ગ મીટર છે. તે સમુદ્ર તટથી 4900 ફીટ ઊંચું છે. ત્યાં મોટાભાગે ખાસી, ગારો, અસમિયા, અંગ્રેજી અને હિન્દી ભાષા બોલવામાં આવે છે. મેઘાલયની રાજધાની શિલોંગ છે. ગુવાહાટીથી 120 કિલોમીટર જેટલી યાત્રા કરવામાં આવે ત્યાર બાદ પ્રાકૃતિનું એ બધું જ સૌંદર્ય એક એક બાદ આવવા લાગે છે અને મોહિત કરવા લાગે છે. ત્યાં ઊંચા ઊંચા પહાડો અને તેમાં વહેતા ઝરણાં અને નાના મોટા તળાવનું રંગીન પાણી તેમાં નાના સુંદર છોડ, જાણે કુદરતે બધી જ સુંદરતા ફેલાવી દીધી હોય તેનો નજારો જોવા મળે છે. આ કારણે તેને સ્કોટલૅન્ડ ઓફ ઇસ્ટ પણ કહેવામાં આવે છે. તો આ રાજ્યમાં ખુબ જ નયનરમ્ય નજારા આંખોને જોવા મળે છે. તો ચાલો જાણીએ સૌથી મહત્વના સ્થળ વિશે.


લિવિંગ રૂટ બ્રીજ : આ સ્થળ ચેરાપુંજીથી લગભગ 12 કિલોમીટરની દુરી પર એક અદ્દભુત સેતુ છે. જેને લિવિંગ રૂટ બ્રીજ તરીકે ઓળખવામાં આવે છે. ઝરણાંની બંને બાજુ ઉભા વૃક્ષના મૂળને અંદરોઅંદર ગુંથીને બનાવવામાં આવ્યું છે. ટાયરનાગ્રામમાં તો આ પ્રકારનો ડબલ ડેકર સેતુ બનેલો છે. જેનો ઉપયોગ નિરંતર છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. તે દુનિયાભરમાં આપણો એક માત્ર એવો સેતુ છે જે આપણા દેશના આ અનોખા રાજ્યના નિવાસીઓના કૌશલ્યનો પરિચય આપે છે. 

સેવન સિસ્ટર ફોલ્સ : આ ખાસી હિલ્સ જીલ્લામાં માવસાઈ ગામના સ્થિતિ એક સાત ખંડ વાળા ઝરણાં છે. જે 1033 ફૂટની ઉંચાઈ પરથી નીચે પડે છે. તેની સરેરાશ પહોળાઈ 230 ફૂટ એટલે કે 70 મીટર છે. આ ફોલને જો સાંજના સમયે સૂર્ય આથમતો હોય ત્યારે જોવામાં આવે તો ખુબ જ સુંદર દેખાય છે. ત્યારે એવું દ્રશ્ય ઉભું થાય છે જાણે ઇન્દ્રધનુષના સાત રંગો તેમાં સમાય ગયા હોય. ત્યાં સ્થાનીય લોકોમાં એવી માન્યતા છે કે સાત ખંડોમાં વિભાજીત સાત ધારાને નોર્થ ઇસ્ટના સાત રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. 

ઉમિયમ ઝીલ : ગુવાહાટીથી મેઘાલયના મધ્યમાં પડતી ઉમિયન ઝીલને બરાપાની ઝીલના નામથી ઓળખવામાં આવે છે. તે ઝીલ માનવ નિર્મિત હોવાની હોવાની સાથે સાથે અમેરિકાના બરમુડા ઝીલથી પણ મોટી છે. આ ઝીલને જોવાથી તેની સુંદરતા અને ભવ્યતાની સાથે માનવનો પ્રાકૃતિક પ્રેમ, સાહસ અને નિષ્ઠાનો પણ એક અનોખો પરિચય થાય છે. 

ચેરાપુંજીની પાસે નોહ્કલિકાઈ પ્રપાતને ભારતના સૌથી ઊંચું જળ પ્રપાતનો દરરજો આપવામાં આવ્યો છે. તેની માત્ર એક જ ધારા જે લગભગ 75 ફૂટ પહોળી છે. તેનું પાણી સીધું 1115 ફૂટ એટલે કે 340 મીટર ઉંચેથી નીચે પડે છે. તે નજરો જોવો ખુબ જ અદ્દભુત લહાવો છે

Leave a Comment