જો મુસાફરી દરમિયાન કારની અંદર કીડી હોય, તો તમને તે હેરાન કરી શકે છે. તેથી જ કારમાંથી કીડીઓથી પૂરી રીતે છૂટકારો મેળવવો એ ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ તેના થોડા ઉપાયો વિશે, જેને તમે ફોલો કરીને કારમાં થવા વાળી કીડીઓથી છુટકારો મેળવી શકો છો.
કીડીઓ કારની અંદર શું કામ આવે છે : લગભગ એવું હોય છે કે, કીડીઓ મોટાભાગે ત્યાં જ થાય છે, જ્યાં ભોજન હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારી કાર કોઈ પણ પ્રકારના કીડીના પાયા (અડ્ડા) પાસે પાર્ક કરી છે, તો તે તમારી કારમાં પ્રવેશ કરવા માટે ખુબ જ ઓછો સમય લે છે. બચેલા ખોરાકની ગંધ કીડીઓને પોતાની તરફ આકર્ષે છે અને આજ કારણ છે કે, કીડીઓ કારની અંદર આવે છે. જો તમે તમારા ફ્રેન્ડ અથવા ફેમેલી સાથે કોઈ પણ જગ્યા પર ફરવા જઈ રહ્યા છો અથવા તમારી કારમાં બાળકો હોય, તો મુસાફરી દરમિયાન તમારી કારની અંદર નાસ્તાની મજા માણવાનું કામ કીડીઓ કરે છે, કાર્પેટની નીચે અને તમારી કારની અંદર ખૂણાઑમાં ફસાયેલા ખોરાકના ટુકડા કીડીઓને આકર્ષિત કરે છે. એટલા માટે કારમાં કીડીઓ આવી જાય છે.
કારની અંદરથી કીડીઓને કંઈ રીતે દૂર કરી શકાય છે : કારની અંદર : પાણીની બોટલ, પ્લાસ્ટિકના કપ, ખાદ્ય દાર્થો અને વાપરેલાં મસાલાના પાઉચ જેવા તમામ પ્રકારના કચરાને કારમાંથી દૂર કરી દો. કારમાં રહેલ કાર્પેટ અને સીટ કવરને હટાવીને તેને ધોઈ લો. કારની સાવણી અને ડસ્ટ પેનનો ઉપયોગ કરીને બચેલા ખોરાકના ટુકડા, ગંદકી અને સંભવ કીડીઓ અને તેના ઈંડાને સાફ કરો. તમારી કારના સેન્ટર કન્સોલ અને કપ ધારકને સારી રીતે સાફ કરો અને ગ્લોવ બોક્સ ડબ્બો સાફ કરો. કાર વેક્યુમ ક્લીનરની મદદથી, તમારી કારના ઇંટિરિયલના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ બચેલ ભોજનના ટુકડાને અને માટીને દૂર કરવામાં મદદ કરે છે, જે સાવણી દ્વારા સાફ નથી થતાં. કારના આંતરિક ભાગના ખૂણાઓને વધુ અસરકારક રીતે સાફ કરે છે.
તમારી કાર અને તેના વ્હીલ : તમારી કારના બહારના ભાગને સારી રીતે સાફ કરો. ખાસ કરીને ટાયરને સારી રીતે સાફ કરો. તમારે તમારી કારના વ્હીલ પર ખુબ જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે કીડીઓ વિલ દ્વારા કારની અંદર આવી જાય છે. બ્રેક પેડ સિવાય તમારી કારના વ્હીલ અને મૈગ પર રસાયણિક જંતુનાશક દવાઓનો છંટકાવ કરો તેનાથી કીડીઓનો નાશ થશે અને અન્ય કીડીઓને કારમાં પ્રવેશતા અટકાવશે.
ડિશ સાબુ : હોમમેડ એન્ટ કિલર બનાવવા માટે, માત્ર 2 કપ પાણી લો, 3 કપ ડિશવોશ લિકવિડ અને 3 મોટી ચમચી ટેબલ સોલ્ટ મિક્સ કરો. વધુ ફીણ ન થાય તે માટે તેને ધીમે હલાવો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો. પછી કીડી ઉપર સ્પ્રે કરો અને કારના ઇંટિરિયરને પણ આ સ્પ્રેથી સાફ કરો. આ સિવાય તમે સંતરાના તેલનો ઉપયોગ કરીને પણ કીડીઓને દૂર કરી શકો છો. સંતરાનું તેલ ભારે કેન્દ્રિત માત્રામાં આવે છે, જેમાં ડી-લીમોનેન હોય છે. ડીલેમોનેન કીડી સહિત અનેક પ્રકારના જંતુઓને દૂર કરવા માટે જાણીતું છે. સાથે જ, આ એક વિકર્ષક પણ છે અને તેમાં તીવ્ર ગંધ હોય છે, જે તેને છાંટયા પછી પણ તેની ગંધ રહે છે. જેના કારણે તે કીડીઓને દૂર કરવાનું કામ કરે છે.
એંસેશિયલ ઓઇલ સ્પ્રે : લીંબુ તેલ, પીપરમિંટ તેલ, લવિંગ તેલ અને ચાના વૃક્ષનું તેલ જેવા તેલ કીડીઓ પર અસરકારક છે. નારંગી તેલની જેમ લીંબુ તેલમાં ડીલેમોનેન હોય છે, જે કીડીઓ માટે ઝેરી છે. આ તમામ તેલનો બે રીતે ઉપયોગ કરી શકાય છે. તમે રૂ માં તેલ લઈ શકો છો અને તમે તેને તમારી કારમાં રાખી શકો છો. તમે એક ધોળ પણ તૈયાર કરી શકો છો, તેને તમે કારમાં અને કીડીઓ ઉપર પણ સ્પ્રે કરી શકો છો.
તમારું પોતાનું DIY આવશ્કય તેલ કીડી સ્પ્રે બનાવવા માટે, 1 કપ ઊકળતા પાણીમાં અડધી ચમચી લિકવિડ ડિશ ડીટર્જંન્ટ મિક્સ કરો. પછી તેમાં ટી ટ્રી ઓઇલના 4 થી 5 ટીપાં ઉમેરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો. આ સ્પ્રે વડે કારમાં સ્પ્રે કરીને કારને સારી રીતે સાફ કરો. ખુબ જ ઝડપથી કીડીઓ દૂર થઈ જશે.
ઉપર્યુક્ત ટિપ્સને ફોલો કરીને તમે કીડીઓને કાર માંથી દૂર કરી શકો છો અને નવી કીડીઓને કારમાં પ્રવેશ કરતાં અટકાવી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી