મિત્રો, જીવનમાં સમસ્યાઓ કોને નથી આવતી, દરેકને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણે ઈતિહાસ જોઈએ તો મોટા મોટા સમ્રાટના જીવનમાં પણ એવી ઘણી મુશ્કેલીઓ આવી છે, જેમાં તેમણે પોતાનો જીવ જોખમમાં મુકીને પોતાનું લક્ષ્ય મેળવ્યું છે. પરંતુ જો હાર માનીને બેસી રહીએ તો શું થાય ? તો ક્યારેય તેમનો ઈતિહાસ ન લખાય. તો આજે અમે તમને એક એક્ટર વિશે જણાવશું. તેઓ પણ એક સામાન્ય માણસની જેમ જીવન જીવીને કંઈક ખોવાઈ ગયા હોત. પરંતુ તેઓએ હિંમત રાખીને મુશ્કેલી સામે લડવાનું વિચાર્યું હતું. તો ચાલો જાણીએ કોણ છે એ એક્ટર.
આજે શા માટે લોકો મુશ્કેલીઓથી ભાગે છે ? શા માટે તેઓ મુસીબતોનો સામનો નથી કરી શકતા ? તેના મનમાં એવા તે ક્યાં વિચારો આકાર લઈ રહ્યા હોય છે કે તેઓ જીવનના અંતિમ ચરણ પર પહોંચી જાય છે. તેના જીવનમાં શા માટે એટલી નિરાશા વ્યાપી જાય છે કે, તેનો અંત તેમને માત્રને માત્ર આત્મહત્યા જ દેખાઈ છે ? કદાચ આ સવાલોના જવાબ તેઓ પોતે જ આપી શકે છે. પરંતુ આપણે અહી વાત કરીશું એક એવા ફિલ્મ એક્ટર કે જેણે ફિલ્મી દુનિયામાં પોતાનું એક અલગ વ્યક્તિત્વ ઉભું કર્યું છે. તો આજે અમે તમને વાત જણાવશું મનોજ બાજપાઈની, જેણે એક ખુબ જ મોટો ખુલાસો કર્યો છે.
એક ઈન્ટરવ્યૂમાં મનોજ બાજપાઈએ પોતાની મુશ્કેલી ભરી જિંદગી વિશે વાત કરી છે. તેઓ એ જણાવ્યું હતું કે, તેણે પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં તેણે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ત્યાં સુધી કે તેણે આત્મહત્યા કરવાનો વિચાર પણ આવી ચુક્યો હતો. તેથી તેના મિત્રો તેને એકલો છોડતા ન હતા. તેમણે પોતાના સફરની વાત કરતા જણાવ્યું કે, તે કંઈ રીતે બિહારથી દિલ્હી અને ત્યાંથી પછી મુંબઈ આવ્યો અને તેમાં કેટકેટલી મુશ્કેલીઓ આવી છે.
આ ઉપરાંત પોતાની વાત કરતા મનોજ બાજપાઈએ જણાવ્યું કે, ‘મે માત્ર 9 વર્ષની ઉંમરે જ માની લીધું હતું કે એક્ટિંગ જ મારું લક્ષ્ય છે. જ્યારે હું 17 વર્ષની ઉંમરે દિલ્હી આવી ચુક્યો હતો, ત્યાં મે એનએસડીમાં અપ્લાય કર્યું હતું. પરંતુ હું તેમાં 3 વખત રીજેક્ટ થયો. જ્યારે મારા ગામના લોકોએ મને નક્કામો જાહેર કરી દીધો હતો. હું આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. પણ મારા મિત્રો, હંમેશા મારી સાથે રહેતા, મને એકલો મુકતા ન હતા. તેઓ હંમેશા મને મોટીવેટ કરતા રહેતા.’
મનોજ પોતાની વાતને આગળ વધારતા જણાવે છે કે હું એક ચાની દુકાન પર હતો. ત્યારે તે સમયે તિગ્માંશુ પોતાના સ્કુટર પર આવ્યા. શેખર કપૂર મને બેડિંગ ક્વીનમાં લેવા માંગતા હતા. બસ ત્યાર પછી હું મુંબઈ આવી ગયો. પરંતુ શરૂઆતમાં ખુબ જ મુશ્કેલીઓ આવી. હું એક ચૌલમાં મારા 5 મિત્રો સાથે રહેતો હતો. હું સતત કામની શોધ કરતો રહેતો. પણ મને કોઈ કામ મળતું ન હતું. એક વખત એવું પણ બન્યું કે એક આસિસટન્ટ ડાયરેક્ટરે મારી સામે જ મારો ફોટો ફાડી નાખ્યો. મે એક દિવસમાં 3 પ્રોજેક્ટ ગુમાવ્યા હતા. મારા પહેલાં શોટ બાદ મને એમ કહેવામાં આવ્યું હતું કે તમે અહીંથી નીકળી જાવ. આ વાક્ય ખુબ જ પરેશાન કરતું હતું.
આ સિવાય પોતાના સંઘર્ષની કહાની કહેતા તેઓ જણાવે છે કે, હું ઘરનું ભાડું ભરવા માટે કામ શોધતો હતો. જ્યારે ઘણીવાર તો મને વડાપાઉં પણ ખુબ મોઘું લાગતું. આમ સતત 4 વર્ષ સુધી મે સંઘર્ષ કર્યો. અંતે મહેશની એક ટીવી સીરીયલમાં મને એક રોલ મળ્યો. જ્યાં મને એક એપિસોડના 1500 રૂપિયા આપવામાં આવતા હતા. આ મારો સ્થાયી પગાર હતો. પણ ત્યાર પછી મારા કામને ઓળખ મળી અને મને સત્યામાં કામ મળ્યું. ત્યાર પછી મને એવોર્ડ પણ મળ્યા. મે મારું પહેલું ઘર ખરીદ્યું.
આમ મનોજ બાજપાયઈએ પોતાની કહાની કહી અને પોતાના સંઘર્ષ દ્વારા બીજાને પણ પ્રેરણા આપી છે. હાલમાં કરેલ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ દુનિયામાં ડિપ્રેશન તેમજ નેપોટીઝમ પણ ઘણી વાતો થઈ રહી છે, તેવા સમયે મનોજ બાજપાઈએ પોતાના સંઘર્ષની વાત કહી છે.