લાશનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો, અને વરસી સમયે જીવિત સામે આવ્યો વ્યક્તિ, જાણો અજીબ ઘટના.

મિત્રો આ ઘટનાની સત્યતા જાણીને તમારા હોશ ઉડી જશે. એક માણસની બધી અંતિમવિધિ થઈ ગઈ છે, પરિવાર દ્વારા લાશની અંતિમ ઉત્તરક્રિયા પણ કરી નાખી હતી. પરંતુ અજીબ ઘટના એ છે કે એ માણસ એક વર્ષ વરસીની વિધિની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યારે જોવા મળ્યો હતો. પરંતુ મિત્રો આવી ખબર વાંચીને કદાચ કોઈ પણ વ્યક્તિને વિશ્વાસ ન આવે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય અને તેના એક વર્ષ બાદ ફરી તે જીવિત કેવી રીતે નીકળે. તો સમગ્ર જાણકારી માટે આ રસપ્રદ લેખને અવશ્ય વાંચો.

જાણવા મળતી માહિતી અનુસાર આ માણસનો પરિવાર મૃત વ્યક્તિની વરસીની વિધી કરવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં અચાનક એક વર્ષથી ગૂમ થયેલ ફતેસિંહ જીવતો જાગતો ઘરે પાછો ફરે છે. ફતેસિંહ પરમાર ડેસર તાલુકાના બૈડપના મુવાડા ગામના રહેવાસી છે અને ફતેસિંહ પરમારનો જ આ અજીબોગરીબ કિસ્સો છે. જેણે બધાને દંગ રાખી દીધા હતા. આ ફતેસિંહ પરમાર એક વર્ષ અગાઉ કોઈને પણ કહ્યા વિના ગૃહત્યાગ કર્યો હતો. લગભગ 9-10 મહિના સુધી ફતેસિંહનો કોઈ પતો ન હતો. ઘણી શોધ કરી પણ ફતેસિંહ વિશે કોઈ જાણકારી ન મળી. ત્યારે અચાનક અઢી મહિના પહેલાં અજાણી લાશ ફતેસિંહની છે એમ માનીને પરિવારજનોએ તેની અંતિમક્રિયા કરી નાખી હતી. આમ અઢી મહિના પછી હવે વરસીની વિધિ કરવા માટે પરિવારજનો તૈયારી કરી રહ્યા હતાં, ત્યાં જ ફતેસિંહ જીવતો છે તેવી પરિવારજનોને જાણ થઈ હતી.

કહેવાય છે કે મુવાડા ગામના 55 વર્ષિય ફતેસિંહ ભગાભાઈ પરમાર ઉર્ફે ભગત ઘણા સમયથી માનસિક બિમારીથી પીડાતા હતા. ફતેસિંહના લગ્ન થયા ન હતા અને તેઓ નાનાભાઈ કાંતિભાઈની સાથે  ખેતરમાં મજૂરીનું કામ કરતાં હતાં. આમ ફતેસિંહ અગાઉ પણ ઘણીવાર ઘરમાં કોઈને કહ્યા વિના જતાં રહેતા અને બે – ચાર મહિને પાછા આવી જતાં હતાં.

આગળ જાણવા મળતી માહિતી મુજબ એક વર્ષ અગાઉ ફતેસિંહ જ્યારે ઘર છોડીને ગયા અને 9 મહિના સુધી આવ્યા નહીં. આથી પરિવારજનો ખુબ ચિંતા કરતાં હતા. આ સમયગાળામાં 21 જૂન 2019 ના રોજ ગોધરાના ટીમ્બા પાસેના રેલ્વે બ્રિજની બાજુમાં એક મૃતદેહ મળ્યો. ગોઠડા ગામે ફતેસિંહના મામાની દિકરી તખાબહેને રહેતી હતી. તેણે ફતેસિંહના પરિવારને આ અંગે જાણ કરી, પરિવારજનોએ ગોઠડાના દવાખાનામાં જઈ ઓળખ કરી હતી અને એ મૃતદેહ ફતેસિંહનો છે એમ માનીને અંતિમ સંસ્કાર સહિતની બધી ઉત્તરક્રિયાઓ કરી હતી. આમ પરિવારજનો ફતેસિંહની વરસીની વિધી કરવાની તૈયારી કરતાં હતાં ત્યારે અંબાજી પગપાળા જઈ રહેલાં ફતેસિંહના સંબંધી સુરેશ પરમારે લુણાવાડા પાસેની મેસરી નદીના કિનારે ફતેસિંહ જોયા હતાં. સુરેશભાઈને ખાતરી થતાં તેમણે ફતેસિંહ અંગે આ જાણકારી તાત્કાલિક બૈડપ રહેતાં પરિવારજનોને આપી હતી.

ફતેસિંહના નાનાભાઈ અને ભત્રીજો મુકેશ લુણાવાડા જઈ ફતેસિંહને પાછા લઈ આવ્યા. અઢી મહિના પહેલાં જ જેમનું બારમું – તેરમું થઈ ગયું છે એ ભગત જીવતાં પાછા આવ્યા છે એવી વાત પ્રસરતાં જ ગામમાં ટોળાં જામ્યા હતાં.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment