સડક પર હવામાં 100,200 અને 500 ની નોટો ઉડાવી ભાગ્યો કાર સવાર.

શું હતો ઈરાદો ? મિત્રો દેશમાં હાલ કોરોના વાયરસના કારણે દિવસે દિવસે સમસ્યા ખુબ જ વધવા લાગી છે. એક તરફ નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ અમુક એવા તત્વો છે, જે કોરોના વાયરસને ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. માનવામાં ન આવે કે કોરોના વાયરસને ફેલાવવામાં પણ આવી રહ્યો છે, પરંતુ તમને જણાવી દઈએ મિત્રો કે કોરોના વાયરસને ફેલાવવામાં આવી રહ્યો છે, તેની કોશિશો પણ કરવામાં આવે છે. 

તેના સંબંધિત દંગ કરી નાખે તેવી એક ઘટના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું. એક શખ્સ દ્વારા જે કરતુત કરવામાં આવ્યું તે કોઈ પણ વ્યક્તિને આશ્વર્યમાં મૂકી દે તેવું છે. તો આ લેખમાં જણાવશું કે અમુક તત્વો દ્વારા કોરોના ફેલાવવા માટે કેવા કરતુત કરવામાં આવી રહ્યા છે. 

આપણા દેશના અમુક શહેરોમાં મેડિકલ ટીમ પર થૂંકવાના, પથ્થર મારો કરવાના, પોલીસને મારવા બાદ હવે વાયરસ ફેલાવવા માટે પૈસાની નોટ ઉડાવીને ભાગવાનો કેસ સામે આવ્યો છે. એક અજાણ વ્યક્તિએ ગુરુવારના રોજ બપોરે ખાતીપુરા મેન રોડ આવેલ ધર્મશાળાની સામેની ગલીમાં પૈસાની નોટો ઉડાવી હતી. ત્યાર બાદ તે વ્યક્તિ ત્યાંથી ભાગી નીકળ્યો હતો. સુચનાથી નિગમ ટીમ અને પોલીસ બંને મૌકાના સ્થાન પર પહોંચી ગઈ, નોટને સેનિટાઈઝર કરીને જપ્ત કરી હતી. હાલ પોલીસ એ કેસની તપાસમાં જોડાઈ છે. કોરોનાના કારણે ક્ષેત્ર વાસીઓમાં આ ઘટનાથી દહેશત ફેલાય ગઈ હતી. 

જોનલ અધિકારી નરેન્દ્ર કુરીલ દ્વારા સેટ પર સુચના આપવામાં આવી કે જોન-17 ના વોર્ડ ક્રમાંક-20 માં ખાતીપુરા મેં રોડ સ્થિત ખાતીપુરા સમાજની ધર્મશાળાની સામેની ગલીમાં કોઈ અજાણ વ્યક્તિએ 100, 200 અને 500 ની 20 થી 25 ફેંકીને નાસી છુટ્યો હતો. આ જાણકરી રજનીશ કસેરાએ તરત જ નિગમ આયુક્ત આશિષ સિંહને આપી હતી. 

આ ઘટનાની જાણકારી હિરાનગર પોલીસને આપવામાં આવી. વિસ્તારની આસપાસના CAI ને પણ ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા. બધાને પહેલા જ જણાવી દેવામાં આવ્યું કે, નોટોને સેનિટાઈઝર લગાવ્યા વગર સ્પર્શ ન કરવો. ત્યાં કર્મચારીઓ દ્વારા પહેલા દવાનો છટકાવ કરવામાં આવ્યો અને ત્યાર બાદ તેને સેનિટાઈઝર કરવામાં આવ્યું. ત્યાં હાજર પોલીસ જવાનોએ તેના ડંડા વડે નોટોને એક પોલિથીનમાં ભરી અને પોલીસ સ્ટેશન માટે લઈ ગયા. CAI એ જણાવ્યું કે કોઈ વ્યક્તિ કારમાંથી નોટો ઉડાવીને ભાગી ગયો છે. તેને લઈને હિરાનગર પોલીસ તેની તપાસ કરી રહી છે. 

નોંધ : હાલ કોઈ પણ વ્યક્તિ કોઈ જગ્યાએ લાલચમાં આવીને રસ્તામાં પડેલી અથવા તો કોઈ પણ જગ્યાએ પડેલી વસ્તુને હાથમાં ન લેવી અથવા તો સ્પર્શ ન કરવો. તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ દરેક નાગરિકની ફરજમાં આવે છે. ઘરમાં રહો, સુરક્ષિત રહો. 

Leave a Comment