કિન્નરો પણ કરે છે ધામધૂમથી લગ્ન, પરંતુ એક જ રાતમાં થઈ જાય છે વિધવા… જાણો કિન્નરોમાં આવતી આ રહસ્મય પરંપરા અને લગ્નની ચોંકાવનારી હકીકત….

કિન્નરોની દુનિયા ખુબ જ વિચિત્ર હોય છે. તેના રીવાજો અને પ્રથાઓ પણ વિચિત્ર હોય છે. અમુક પ્રથાઓ તો પૌરાણિક સમયથી ચાલી આવતી હોય છે. ચાલો તો આજે આપણે આ લેખમાં કિન્નરોના લગ્ન અંગેની એક પ્રથા અંગે જાણીએ. 

ભારત દેશનો ઇતિહાસ અને અહીંના રીતરિવાજો એકબીજાથી જોડાયેલા છે. દરેક તહેવારની પાછળ તેનો ઇતિહાસ અને સાચી ઘટનાની કહાની છુપાયેલી હોય છે. આપણા દેશમાં ઘણી પરંપરા વર્ષોથી ચાલતી આવી રહી છે, આ જ પરંપરાઓમાં એક એવી પરંપરા કિન્નરો સંબંધિત છે. આ પરંપરાને એક રીત અને તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે, જે તમને નવાઈ પમાડશે. આ પરંપરા આજે પણ જાળવી રાખવામા આવી છે, જે આજથી હજારો વર્ષો પહેલા મહાભારત કાળમાં શરૂ થઈ હતી અને મહાભારત કાળમાં શરૂ થયેલી આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.આપણી વચ્ચે સ્ત્રી અને પુરુષ સિવાય પણ એક જેંડર છે, જેને કિન્નર કહેવામાં આવે છે. તમે લોકોએ તેમને સામાન્ય રીતે લગ્નપ્રસંગે, બાળકોના જન્મ વગેરેના સમયે ઘરે આવતા અને રીત રિવાજો કરતાં જોયા હશે, પણ શું એ જાણો છો કે કિન્નરોના પણ લગ્ન થાય છે. હા, તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કિન્નર પણ લગ્ન કરે છે. પરંતુ માત્ર એક રાત્રિ માટે જ આ લગ્ન થાય છે. આ એક રાત્રિના લગ્ન પછી તેઓ વિધવા થઈ જાય છે. વાસ્તવમાં, એક પરંપરા મુજબ, કિન્નર માત્ર એક રાત્રિ માટે તેમના ભગવાન સાથે લગ્ન કરે છે. તેના બીજા જ દિવસે તેઓ પોતાને વિધવા બનાવી લે છે. તેમના આ ભગવાન છે અર્જુન અને નાગકન્યા ઉલૂપીની સંતાન ઈરાવન જેને ભગવાન અરાવનના નામથી પણ ઓળખવામાં આવે છે. 

કિન્નરોના આ લગ્ન એક વિવાહોત્સવની જેમ ઉજવવામાં આવે છે અને તેને જોવા માટે તમારે તામિલનાડું જવું પડશે. તામિલનાડુમાં તામિલ નવા વર્ષની પહેલી પૂનમે કિન્નરોના વિવાહનો આ તહેવાર શરૂ થાય છે, જે 18 દિવસ સુધી ચાલે છે. 17માં દિવસે તેઓ પોતાના ભગવાન અરાવન સાથે લગ્ન કરે છે અને બીજા દિવસે બધો શૃંગાર ઉતારીને વિધવાની જેમ વિલાપ કરે છે.આ દિવસોમાં કિન્નરોના ભગવાન સાથે વિવાહ પછી ઉત્સવ ઉજવવામાં આવે છે અને ત્યારબાદ તેમના ભગવાન ઈરાવનને આખા શહેરમાં ફેરવવામાં આવે છે. પછી ભગવાનની મુર્તિને તોડી નાખવામાં આવે છે. પછી કિન્નર પોતાનો શૃંગાર ઉતારીને વિધવાની જેમ વિલાપ કરે છે. આ પરંપરા દર વર્ષે આ પ્રકારે જ થાય છે. અહીં આખા દેશના કિન્નરો આવે છે. આપણા દેશ ભારતના તામિલનાડું રાજયમાં દેવતા અરાવનની પુજા કરવામાં આવે છે. અરાવન, કિન્નરોના દેવતા છે માટે દક્ષિણ ભારતમાં કિન્નરોને આરાવની કહેવામા આવે છે. 

તેની પાછળ એક વાર્તા છે. જે મહાભારત કાળની એક ઘટનાથી જોડાયેલ છે. મહાભારતની એક કથામાં જણાવવામાં આવ્યું હતું કે, અર્જુનને દ્રૌપદી સાથે લગ્નની એક શરતના ઉલ્લંઘનના કારણે ઇન્દ્રપ્રસ્થથી નીસ્કાસિત કરીને એક વર્ષની તીર્થ યાત્રા પર મોકલવામાં આવે છે. ત્યાંથી ગયા બાદ અર્જુન, ઉત્તર પૂર્વ ભારતમાં જાય છે જ્યાં તેમની મુલાકાત એક વિધવા નાગ રાજકુમારી ઉલૂપી સાથે થાય છે. બંનેને એકબીજાથી પ્રેમ થઈ જાય છે અને બંને વિવાહ કરી લે છે. 

વિવાહ ના થોડા સમય પછી ઉલૂપી એક પુત્ર ને જન્મ આપે છે, જેનું નામ અરાવન રાખવામા આવે છે. પુત્ર જન્મના થોડા સમય પછી અર્જુન, તે બંનેને ત્યાં જ છોડીને પોતાની આગળની યાત્રા પર નીકળી જાય છે. અરાવન નાગલોકમાં પોતાની માં સાથે જ રહે છે. યુવાન થાય ત્યારે તેઓ નાગલોક છોડીને પોતાના પિતા પાસે જાય છે. તે સમયે કુરુક્ષેત્રમાં મહાભારત નું યુદ્ધ ચાલી રહ્યું હોય છે. એવામાં પિતા અર્જુન પોતાના પુત્ર અરાવનને યુદ્ધ કરવા માટે તૈયાર કરી લે છે.

મહાભારતના યુદ્ધમાં વિજય મેળવવાના ઇરાદાથી પાંડવોએ માં કાલીની પુજા કરી અને પુજા પછી તેમને એક રાજકુમારનું બલી આપવાની હતી. બલી માટે કોઈ પણ રાજકુમાર તૈયાર ન થયો. એવામાં પોતાની બલી આપવા અરાવન તૈયાર થયો, પરંતુ તેની એક શરત હતી કે તે લગ્ન કર્યા વગર બલી નહીં આપે. તે અવિવાહિત મરશે નહીં. 

એક બીજી સમસ્યા આવી કે, એવા રાજકુમાર સાથે કોણ લગ્ન કરશે જેને બીજા દિવસે જ પોતાની બલી આપીને મારવાનું છે. તો ભગવાન ક્રુષ્ણએ તે સમસ્યાનું સમાધાન કાઢ્યું અને શ્રી ક્રુષ્ણ પોતે મોહિની રૂપ ધારણ કરીને આવ્યા અને તેમણે ઈરાવન સાથે લગ્ન કરી લીધા. બીજા દિવસે સવારે ઈરાવનની બલી આપવામાં આવી અને શ્રી ક્રુષ્ણએ વિધવાની જેમ વિલાપ કર્યો. આજે પણ મહાભારતની આ ઘટનાને યાદ કરીને કિન્નર એક દિવસ માટે લગ્ન કરે છે અને બીજા દિવસે વિધવા થઈ જાય છે અને વિધવાની જેમ વિલાપ કરે છે. આમ મહાભારત કાલથી કિન્નરો ના લગ્નની આ પ્રથા ચાલતી આવી રહી છે. 

આજે પણ આ પરંપરા ચાલી આવી રહી છે. જેને કિન્નર સમાજે જીવંત રાખી છે. તમને જણાવી દઈએ કે, કિન્નર સમાજના લોકો શ્રી ક્રુષ્ણના ખૂબ મોટા ભક્ત છે. મહાભારત માં અમુક ઘટનાઓ કિન્નરના કિરદાર સાથે પણ જોડાયેલી છે, અને મહાભારત ના ભીષ્મ પિતામહના મૃત્યુનું કારણ પણ એક કિન્નર જ બની હતી. એવામાં અમુક ઘટનાઓ કિન્નર સમાજ માટે બહુ ખાસ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment