તમારા બાળક પાસે ડરાવ્યા કે ધમકાવ્યા વગર જ કરાવો હોમવર્ક… અજમાવો આ ખાસ તરીકો… ફટાફટ કરી નાખશે બધું જ હોમવર્ક…

હોમવર્કનું નામ લેતા જ બાળકના મગજમાં અનેક બહાનાઓ પેદા થવા લાગે છે. એ બસ એવું જ વિચારે છે કે કોઈપણ રીતે હોમવર્ક કરવાથી બચી જવાય. જી હા કેટલાક બાળકો ને હોમવર્ક કરવું મુશ્કેલી સમાન લાગે છે અને તે એવી જ કોશિશ કરે છે કે કોઈપણ રીતે આને ટાળી દેવાય. જોકે હોમવર્ક એટલા માટે આપવામાં આવે છે કે સ્કૂલમાં ભણાઈ ગયેલી વસ્તુઓનું પુનરાવર્તન થઈ શકે. પરંતુ કેટલાક બાળકો હોમવર્ક થી ભાગવા લાગે છે.

જો તમારું બાળક પણ હોમવર્ક કરવાનું પસંદ ન કરતું હોય તો તમને એનામાં કેટલાક આવા સંકેતો જોવા મળશે, ખરાબ લેખન, 15 મિનિટનું એસાઈમેન્ટને પૂરું કરવામાં બે કલાક લાગે, અભ્યાસ કે તૈયારી કર્યા છતાં ખરાબ ગ્રેડ મળે છે, પોતાના કામમાં શોર્ટકટ લે છે, હોમવર્કના નામ પર બોડી લેંગ્વેજ બગાડે છે. જો તમારું બાળક પણ હોમવર્ક કરતા કચકાય છે તો અહીંયા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેની મદદથી તમે તેને આ કામ કરવામાં એની મદદ કરી શકશો, કારણ કે કોઈપણ પાસા થી હોમવર્ક કરવાથી બચવું એ યોગ્ય નથી.1) પેરેન્ટ્સ નો સપોર્ટ:- હોમવર્કના સમયે તમે તમારા બાળકની પાસે જ બેસો અને અભ્યાસમાં તેની મદદ કરો. હોમવર્ક પૂરું કરવા માટેની કોઈ ડિમાન્ડ ન રાખવી અને  બાળક ને કોઈ પણ પ્રકારનું દબાણ પણ ન આપવું 

2) આત્મવિશ્વાસ વધારો:- તમારે તમારી વાતોથી તમારા બાળકનો આત્મવિશ્વાસ વધારવો પડશે. હોમવર્ક કરતી વખતે કહેવું ‘બસ હવે કામ પૂરું જ થવાનું છે કે  તું હવે ત્યાં પહોંચવાની તૈયારી પર જ છે.’ બાળકને તેની હેન્ડરાઇટિંગ માટે પણ વખાણ કરી શકો છો તેનાથી બાળક ખુશ થઈને અભ્યાસ કરશે.

3) સ્માર્ટ બનો:- હોમવર્ક પૂરું કરવા માટે તમે બાળકને એક ટાઈમ લિમિટ આપી શકો છો. એ વાતને સમજવી કે નાના બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખવી અને તે પ્રમાણે સમય ઓછો વધતો રાખવો. તેને તેનું કામ પૂરું કરવા માટે થોડો સમય આપવો, ઉતાવળ ન કરવી.4) ધીરજ રાખો:- બાળકે જે કંઈ પણ શીખ્યું છે તેના વિશે પૂછો. સ્કૂલમાં ભણાવેલુ કેટલું સમજમાં આવ્યું છે તે જાણવા માટે હોમવર્કની મદદ લો. એ જાણવાનો પણ પ્રયત્નો કરવો કે બાળકને સ્કૂલમાં શું સમજમાં નથી આવતું. તમારી મદદ થી બાળક હોમવર્ક પણ પૂરું કરી લેશે અને તેનાથી તેનું મન પણ લાગેલું રહેશે.

5) પ્રેરિત કરો:- જો તમને લાગે કે રિવર્સ સાયકોલોજી તમારા બાળક માટે કામ કરશે, તો તમારે તેનો પ્રયાસ કરવો જ જોઈએ. બાળકની પ્રશંસા કરો, તેને ઈનામ આપો. તેને પ્રશ્નો પૂછવા દો. આવી કેટલીક પ્રવૃત્તિ કરો – ચાલો જોઈએ કે કોના જવાબો વધારે સાચા છે.

6) તેના વાંચવાની રીતને સમજો:- હોમવર્ક પૂરું કરવામાં તમારે એ પણ સમજવું પડશે કે તમારા બાળકને ભણવાની કઈ રીત છે. તેને સાંભળીને વસ્તુઓ સમજમાં આવે છે, ફોટા જોઈને સરળતાથી સમજે છે કે પછી કોઈ બીજી રીત તેની પર કામ કરે છે. જે રીત તમારા બાળક માટે બેસ્ટ હોય તે રીત ને અપનાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment