શું આ વખતે કેરીના રસિયાઓ મન ભરીને માણી શકશે કેસર કેરીનો સ્વાદ, જાણો આ વખતે શું હશે કેસર કેરીનો ભાવ, જાણીને થઈ જશો હેરાન…

મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. તેની સાથે જ ફળોનો રાજા એવી કેરીઓનું પણ આગમન થઈ ચૂક્યું છે. નાનાથી માંડીને મોટેરા સુંધી સૌ કોઈને ગમતું આ પ્રિય ફળ છે. જેઓ કેરીને ખૂબ જ પસંદ કરતા હોય છે તેઓ ઉનાળાની આતુરતાથી રાહ જોવે છે. તેમાંય જો ગીરની કેસર કેરી હોય તો તેની તો વાત જ શું કરવી. જો કે હવે પોરબંદરની આસપાસના વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાં પણ  કેસર કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે. કેરીના શોખીન લોકો માટે  ખૂબ જ સારા સમાચાર છે. ગુજરાતના બજારોમાં પણ કેસર કેરીનું રંગભેર આગમન થઈ ચૂક્યું છે.

જૂનાગઢના ફ્રુટ માર્કેટ યાર્ડ માં તો કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી ગઈ છે. યાર્ડમાં પહેલા દિવસ થી જ 100 થી 150 પેટી કેસર કેરીની આવક થઇ છે. બીજી તરફ , ખેડૂતોના પણ આનંદ નો પાર નથી. તેમને કેસર કેરીના ધાર્યા પ્રમાણેના સારા ભાવ પણ મળી રહ્યા છે.

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ છે. યાર્ડમાં પહેલા દિવસથી જ 100 થી 150 પેટીની આવક થઇ છે. હાલમાં  10 કિલોના 1000 થી 1500 રૂપિયાના ભાવ બોલાઇ રહ્યા છે. વાતાવરણમાં પલટો થવાના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે હજુ આવનાર દિવસોમાં કેરીની આવક વધી શકે છે.

ફ્રુટ ફ્લેવરના રસિયાઓ કેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેવી મીઠી મધુરી કેસર કેરી માર્કેટ માં આવવા લાગી છે.  જૂનાગઢ ફ્રુટ માર્કેટ પરિસરમાં કેસર કેરીનું આગમન થયું છે.આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી કેસર કેરીનું આગમન થતાં ખેડૂતો, વેપારીઓ અને કેરી પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  બજારમાં કેસર કેરીની સિઝન શરૂ થતાની સાથે જ કેસર કેરીના સ્વાદ પ્રેમીઓની કેરીના આગમન સાથે તેમની આતુરતાનો અંત આવ્યો છે.

આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન થયું છે, પરંતુ તાજેતરમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને ઘણું નુકસાન થયું છે, આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં બજાર માં કેસર કેરીના પાકની કેવી આવક થશે તે જોવાનું રહ્યું. વાતાવરણમાં બદલાવ આવવાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે, પરંતુ હજુ આવનાર દિવસોમાં કેરીની આવક વધી શકે છે.

જૂનાગઢ, ગીર, સોમનાથ અને પોરબંદર જિલ્લાઓ કે જેઓ ગુજરાતના મુખ્ય કેરી ઉત્પાદક કેન્દ્રો છે, ગત વર્ષે ચક્રવાતને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું, પરંતુ આ વખતે કેસર કેરીનું ચિત્ર ખૂબ જ ઉજળું બન્યું છે. આ વર્ષે લગભગ બે લાખ ટન કેરી ના ઉત્પાદન ની આશા છે. જ્યારે ગયા વર્ષે 1.56 લાખ ટન હતું, જેના કારણે કેરીના ભાવ ગત વર્ષની સરખામણીએ જળવાઈ રહે તેવી શક્યતા છે. જેથી મધ્યમ વર્ગ પણ મન મૂકીને કેરીનો આનંદ માણી શકેશે. આ વર્ષે સામાન્ય રીતે કેરીના પાક માટે હવામાન સાનુકૂળ રહ્યું છે, જોકે છેલ્લે છેલ્લે કમોસમી વરસાદ થોડો નડયો છે.

👉 કેરીની જાતો : આમ તો કેરી ઘણી જાતની આવે છે. પરંતુ એમાથી મુખ્ય જાતો આ પ્રમાણે છે. જેમાં કેસર, હાફુસ, લંગડો, બદામી, બાટલી, રાજાપુરી, નીલ્ફાન્ઝો, જમાદાર. કેરીની આવક શરૂ થઈ જવાથી કેરીના રસિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે.

👉 કેસર કેરી : મીઠી કેરીઓની હરોળમાં સૌથી પહેલું નામ કેસર કેરીનું આવે છે.ગીર કેસર કેરી અથવા ગીર કેસર, એ ભારતના જુનાગઢ ગીર વિસ્તારમાં પાકતી કેરીનો એક પ્રકાર છે. આ કેરી ચમકીલી નારંગી રંગની હોય છે અને તેને 2011 માં ભૌગોલિક ઓળખ (જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન) આપવામાં આવી હતી.

👉કેસર કેરી શોધ: આ કેરી ની શોધની વાત કરવામાં આવે તો તેને સૌપ્રથમ 1931 માં જુનાગઢના વજીર સાલે ભાઈએ  વંથલીમાં ઉગાડી હતી. ગિરનારની તળેટીમાં જુનાગઢના લાલ ડોરી ખેતરમાં લગભગ 75 જેટલા આ કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કેસર કેરી 1934 થી કેસર તરીકે જાણીતી થઈ હતી. જ્યારે જુનાગઢના નવાબ મોહમ્મદ મહાબતખાન બાબીએ આ કેરી માટે કહ્યું હતું “આ કેસર કેરી છે” દેખાવમા કેસર જેવી જ દેખાતી આ કેરી મીઠી પણ એટલી જ હોય છે.

👉 કેસર કેરીના ભાવ : કેસર કેરીના ભાવની વાત કરીએ તો સામાન્ય રીતે આ કેરીનો ભાવ સીઝનમા તમામ વર્ગના લોકોને પોષાય એવો હોય છે. મે મહિનાની ઋતુમાં આ કેરીનો ભાવ સામાન્ય રીતે રૂ. 80 થી ચાલુ કરી રૂ. 150 સુધી હોય છે.

👉કેરીની જાત અને ઉત્પાદન વિસ્તાર : 1 : હાફૂસ – હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્રમાં વધુ પાકે છે. 2 : કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે. 3 : દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશમાં પાકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment