ન્યુઝ પેપરની PDF કોપી વોટ્સએપમાં મોકલવી ગેર કાનૂની ? ગ્રુપ એડમીન પર થઈ શકે કાર્ય વાહી ?

હાલ સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીના કારણે ખુબ જ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તો તેમાં અમુક સોશિયલ મીડિયાને લઈને પણ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેમ કે સોશિયલ મીડિયામાં હાલની આ મહામારી સમયમાં લોકો ખોટા મેસેજ વાયરલ કરીને અફવાઓ ફેલાવી રહ્યા હતા. જેને અટકાવવા માટે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા હતા. 

પરંતુ ઘણા લોકોને પોતાના ઘરે ન્યુઝ પેપર આવતા હશે, પરંતુ તમને જણાવી દઈએ કે હાલ લોકો ન્યુઝ પેપરને હાથમાં લેતા પણ ડરે છે. તો ન્યુઝ પેપર હાલ લોકો મોબાઈલ દ્વારા પણ વાંચી રહ્યા છે. વોટ્સએપમાં PDF ફાઈલ તરીકે ન્યુઝ પેપર આવતું હોય છે. તો તમને જણાવી દઈએ કે દૈનિક ભાસ્કર ના અહેવાલ મુજબ તે હાલ ગેરકાનૂની છે. પેડ ન્યુઝ પેપરની PDF કોપી વોટ્સએપ ગ્રુપમાં પ્રસારિત કરવી તે ગેરકાયદેસર છે. ગ્રુપ એડમીન પર કાર્યવાહી પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. 

દૈનિક ભાસ્કર ના અહેવાલ મુજબ લોકડાઉનના સમયમાં ન્યુઝ પેપર એક બાજુ વિતરણની સમસ્યાથી લડી રહ્યું છે અને બીજી તરફ ઈ-પેપરની કોપી અને ડિઝીટલ પાઈરેસીની ઘટનાઓ વધી રહી છે. તેનાથી સમાચાર પત્રોને રેવેન્યુનું નુકશાન થઇ રહ્યું છે. તેને જોતા ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાયટી(INS) એ ચેતવણી આપી છે કે, ઈ-પેપરમાંથી પેજ ડાઉનલોડ કરીને તેની PDF ફાઈલ વોટ્સએપ અથવા ટેલીગ્રામના ગ્રુપમાં પ્રસારિત કરવું ગેરકાયદેસર છે. 

પેડ ઈ-પેપર અથવા તેના ભાગની કોપી કરીને સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર રૂપે પ્રસારિત કરનાર વ્યક્તિ વિરુદ્ધ ન્યુઝ પેપર કડક કાનૂની અને ભારે દંડની કાર્યવાહી કરી શકે છે. કોઈ પણ ગ્રુપમાં આ પ્રકારે ન્યુઝ પેપરની ઈ-પેપરની કોપી ગેરકાયદેસર રીતે સરક્યુલેટ કરવા માટે જે તે વોટ્સએપ અથવા ટેલીગ્રામ ગ્રુપના એડમિનને જવાબદાર માનવામાં આવશે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

દૈનિક ભાસ્કર ના અહેવાલ મુજબ INS ની સલાહ પર સમાચાર પત્ર સમૂહ એવી ટેકનીકનો પણ પ્રયોગ કરશે, તેનાથી ન્યુઝ પેપરની PDF ફાઈલ ડાઉનલોડ કરીને તેને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરનાર વ્યક્તિની ભાળ મળી શકે. દરેક અઠવાડિયામાં એક નિર્ધારિત સંખ્યા કરતા વધારે PDF ડાઉનલોડ કરનાર યુઝર્સને પણ બ્લોક કરવામાં આવી શકે.

આમ જે ઈ પેપર્સ મીડિયા હાઉસ નિઃશુલ્ક આપે છે તો તેને ફોરવર્ડ કરવું ગેરકાયદેસર નથી પણ જો કોઈ વ્યક્તિ તે પેપર્સ ની નકલ કરે છે અથવા તો તેનો કોઈ ભાગ પી.ડી.એફ. માં બનાવે છે તો તે ગુના ને પાત્ર છે. વધારે મહિતી માટે:->  https://www.indiatoday.in/fact-check/

Leave a Comment